- Advertisement -
વ્યક્તિગત પ્રશ્નો
- ધારો કે તમારા માતાપિતાનું પહેલું કે છેલ્લું સંતાન તમે જ હોત તો ?
- તમારી સ્મૃતિમાં બાળપણની પહેલી ઘટના કઈ છે? એ શા માટે યાદ છે?
- બાળપણ વિશે વિચારતા ખુશી થાય કે ગમગીન થાઓ? કે અન્ય કંઈ?
- બાળપણમાં તમે કઈ-કઈ રમતો રમતા? યાદ છે? બાળપણની સૌથી પ્રિય યાદ કઈ છે? અને શા માટે? તેમાં કોણ-કોણ શામેલ છે?
- તમને સૌથી વધારે ખુશી શેનાથી મળે છે?
- ખુશી આપે તેવું બધુ કરવાનો અવસર અવાર-નવાર મળે છે કે?
- તમારી સૌથી દુ:ખદ મેમરી કઈ છે? તેમાંથી તમે શું શીખ્યા?
- તમારી લાઈફના ટર્નિંગ પોઈન્ટ ક્યા-ક્યા હતા અને છે?
- તમે સમયચક્ર ફેરવીને ભૂતકાળમાં જઈ શકતા હોય તો તમે ક્યાં જશો, કોની સાથે અને શું કરશો ત્યાં?
- એવું શું હતું જે મેળવવા તમે અથાક પ્રયાસ કરેલા?
- તમે ટાઈમ મશીન દ્વારા ભવિષ્ય-કાળમાં જઈ શકતા હોવ તો શું જાણવા ઈચ્છશો?
- તમારી સૌથી પ્રિય હોય એવી વ્યક્તિઓ કોણ-કોણ છે અને શા માટે ?
- તમે કોને ‘મિસ’ કરો છો? તે સ્થળ છે, વ્યક્તિ છે કે કોઈ સમયગાળો? અથવા અન્ય…
- તમે તમારી જાત પર ગૌરવ અનુભવી શકો તેવું કયું ડિસીઝન તમે લીધું હતું? કે લો છો?
- તમારી જિંદગીની સૌથી કપરી પરિસ્થિતિ તમે શેને ગણો છો?
- તમારો ખરાબમાં ખરાબ નિર્ણય ક્યો હતો? નુક્સાન શું થયું? પછી તમે શું-શું કર્યુ?
- તમને શારીરિક સમસ્યાઓ વધારે ચેલેંન્જીગ લાગે કે માનસિક કે આર્થિક, કે સામાજિક કે અન્ય?
- તમારે મિત્ર, સખા, ફ્રેન્ડ કે સહેલી જિગરી દોસ્ત કોઈ છે?
- તમારો ‘સુવર્ણ કાળ’ ક્યો હતો કે આવશે? શા માટે?
- છેલ્લે તમે કોનું મૃત્યુ નજીકથી જોયેલું?
- આજ સુધીમાં તમે કોઈનેય આપી હોય એવી સૌથી યાદગાર ભેટ કઈ-કઈ છે?
- તમને એવી કોઈ ગિફ્ટ મળી છે, જે તમને અત્યંત પ્રિય હોય?
- તમારા ઘરનો ક્યો ખુણો તમને સૌથી વધારે ગમે છે? કારણો શું છે?
- તમારા વિશે તમારા લોકોએ કહેલી કઈ વાત તમારા હ્રદયને સ્પર્શી ગઈ? કોઈ કમેન્ટ જો યાદ હોય તો?
- તમને ફરીને બીજીવાર પરણવાનો અવસર મળે તો કોને પરણો? કે ન પરણો અથવા શું નિર્ણય લો?
- તમને ભૂતકાળની ત્રણ વ્યક્તિઓને મળવાનો અવસર મળે તો કોને-કોને મળો? શા માટે?
- તમને કોઈ ‘ફોબિયા’ છે? તમે તે દુર કરવા શું-શું કરો છો?
- તમને મળી સૌથી વધારે ખુશ કોણ થતું હોય છે?
- તમારા વિશેની એવી કોઈ માહિતી કે બાબત છે જે સંસારમાં કોઈ જ ન જાણતું હોય, તમારી સિવાય? શા માટે તમે કોઈનેય તે બાબત જણાવી નથી?
- તમે કોઈ ગંભીર અકસ્માત અથવા જાનહાનિ થતી સગી આંખે જોઈ છે?
- કદી એવું બન્યું છે કે કોઈ અકસ્માતમાંથી તમે મોતના દરવાજેથી પાછા આવ્યા હોય?
- તમારે મન ‘જિંદગી’ એટલે શું?
- તમારે મન ‘મૃત્યુ’ એટલે શું?
- તમારી એવી કઈ ખાસિયત, ગુણ, લક્ષણ, પ્રતિભા કે કોઈ બાબત છે જે તમને બીજાઓ કરતા જુદા પાડે છે?
- તમે પારકાના દુ:ખમાં કદી રડ્યા છો?
- એવો સમય ઉપસ્થિત થાય તો તમે તમારી માતૃભૂમિ માટે શું-શું કુરબાન કરી શકો?
- તમે ‘ધન-દૌલત’ પાછળ શેની-શેની અવગણના કરી છે? શા માટે?
- લગ્નજીવનમાં બનતી અવનવી ઘટનોથી દુ:ખી થાઓ કે પ્રભાવિત થાઓ છો? ઉદાહરણ આપી સમજાવી શકો?
- એક બૂક પર ટાઈટલ છે ‘સ્વામી વિવેકાનંદની આત્મકથા’ બીજી બૂક પર શીર્ષક છે- ‘એક વેશ્યાની આત્મકથા’ તમારી પાસે સમય સીમિત છે અને તમારે કોઈ એક પુસ્તક પસંદ કરવાનું છે, તમારી જાતને પૂછો કે હું ક્યું પુસ્તક પસંદ કરીશ? શા માટે?
- તમે ક્યારેય કોઈની આત્મકથા વાંચી છે? હા કે ના જે હોય તે એ બાબતને જણાવી શકો, કારણ સાથે?
- તમને ગુલાબના છોડ પર પહેલા ફૂલ દેખાય કે કાંટા? કારણ?
- એવી કોઈ કલા કે કારીગરાઈ છે જે ન શીખવાનો તમને અફસોસ રહી ગયો હોય.
- તમને કોઈ વાતનો વસવસો છે? કે એ કાર્ય તમે ન કરી શક્યા? કરી શકત તો જિંદગી કંઈક જુદી હોત.
- તમને તમારા પોતાના તહેવારો પ્રત્યે કેવી લાગણી છે? ઉજવવા ઉત્સુક રહો છો કે નહીં?
- બીજી સંસ્કૃતિના ભિન્ન-ભિન્ન તહેવારો વિશે તમારો અભિપ્રાય જણાવશો?
- કોઈ પૂછે કે એવું શક્ય છે કે કોઈ સંજોગોમાં તમે કોઈકનું મર્ડર કરી નાખો, તમારાથી એમ બને ખરું? તો તમે શું જવાબ આપશો અને શા માટે?
- પત્નિઓને અનુલક્ષીને થતી મજાકો અને જોક્સ વિશે તમારો મંતવ્ય શું છે? સ્ત્રી-પર ટૂચકા તમને કેવા લાગે?
- તમે સ્ત્રી હોય તો? (પુરુષ માટે પ્રશ્ન) તમે પુરુષ હોય તો? (સ્ત્રી માટે પ્રશ્ન)
- તમે વિપરીત કે અન્ય ધર્મો તથા તેના અનુયાયીને કઈ નજરે જુઓ છો?
- તમે વિપરીત આકર્ષણ વિશે શું માનો છો?
વિસામો
“અપને સે કરેંગે સવાલ જવાબ હમ લિખેંગે
કોઇ ક્યા માંગેગા હિસાબ કિતાબ હમ લિખેંગે…”
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat
વધુ સંબંધિત સમાચાર જુઓ :
- Advertisement -