પ્રતિષ્ઠિત ડિઝાઈનર હાઉસે બોનહેમ્સ પેરિસની ચમક વધારી

ઓક્શનમાં કાર્ટિયર, વૈન ક્લીફ એન્ડ અર્પેલ્સ, બાઉચરન અને ચૌમેટ સહિતના પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ દ્વારા 160 જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવશે.

Prestigious designer house adds to glamour of Bonhams Paris-1
ફોટો : કાર્ટિયર બ્રોચ. (બોનહેમ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બોનહેમ્સ કોર્નેટ ડી સેન્ટ સાઈરમાં આગામી પેરિસ જ્વેલ્સની હરાજી થવા જનાર છે. આ ઓક્શનમાં કાર્ટિયર, વૈન ક્લીફ એન્ડ અર્પેલ્સ, બાઉચરન અને ચૌમેટ સહિતના પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ દ્વારા 160 જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવશે. જેના લીધે બોનહમ્સ કોર્નેટની ચમકમાં વધારો થયો છે.

આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારા આ સેલ્સનું મુખ્ય આકર્ષણ 1968માં બનેલો કાર્ટિયર પૈંથરે બ્રોચ છે. બોનહેમ્સે કહ્યું કે, આ બ્રોચમાં શાનદાર અને સિંગલ કટ હીરા, ઓનિક્સ, એમરલ્ડ અને કોરલ સેટ છે. તે 97,749 થી 130,346 ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.

પેરિસના જ્વેલ્સમાં પક્ષીઓ અને શ્વાનથી લઈને બિલાડીઓ અને લેડી બર્ડ્સ સુધીની ડિઝાઈનની કેટેગરીમાં અગ્રણી મેઈન્સમાંથી જેમ સેટ એનિમલ જ્વેલરીની આહલાદક પસંદગી દર્શાવવામાં આવી છે એમ બોનહેમ્સ ફ્રાન્સની જ્વેલરીના પ્રેસિડેન્ટ મરીન ગિરાર્ડે જણાવ્યું હતું.

અહીં હરાજીની હાઈલાટ્સ છે…

Prestigious designer house adds to glamour of Bonhams Paris-2

આ એમરલ્ડ કટ 4.73 કેરેટ, એફ કલરના હીરાની વીંટી 76,035 ડોલરની ઊંચી કિંમતમાં વેચાય તેવો અંદાજ છે.

Prestigious designer house adds to glamour of Bonhams Paris-3

નેવેટ કટ ડાયમંડની વચ્ચે બ્રિલિયન્ટ કટ 5.99 કેરેટ આઈ કલર વીએસટુ ક્લેરિટી ડાયમંડ સેન્ટર સ્ટોન ધરાવતી વીંટી 56,491માં વેચાય તેવો અંદાજ છે.

Prestigious designer house adds to glamour of Bonhams Paris-4

બોનહેમ્સ 1960માં વેન ક્લીફ અને આર્પેલ્સ દ્વારા બનાવેલો બ્રોચ આ ઓક્શનમાં ઓફર કરશે, જે ડાળી પર પક્ષી બેઠી હોય તે રીતે બનાવવામાં આવ્યું છે. પીરોજ કેબોચન્સ, કોરલ, નીલમ અને બ્રિલિયન્ટ માર્કિવ્ઝ, પિઅર અને બેગ્યુટ કટ ડાયમંડથી તે સુશોભિત છે. તે 32,591 ડોલરમાં વેચાય તેવી અપેક્ષા છે.

Prestigious designer house adds to glamour of Bonhams Paris-5

સ્વર્ગસ્થ ગ્રીક અભિનેત્રી કાયવેલીના કલેક્શનમાંથી આ જૂની બ્રિલિયન્ટ કટ ડાયમંડની વીંટી પહેલી વખત હરાજી માટે આવશે. તે 32,591માં વેચાય તેવો અંદાજ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS