કેરોવે માઇન્સમાંથી લુકારાને 166 કેરેટનો રફ ડાયમંડ મળ્યો

આ લેટેસ્ટ રિકવરીને કારણે અંડરગ્રાઉન્ડ એકસ્પાન્સન માટેના આર્થિક વાજબીતાને સમર્થન આપશે જે 2040 સુધી ખાણના જીવનને લંબાવશે. : વિલિયમ લેમ્બ - CEO, લુકારા

166 carat rough diamond found in Lucara from Karowe Mines
ફોટો : 166-કેરેટ રફ. (લુકારા ડાયમંડ કોર્પો.)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લુકારા ડાયમંડ કોર્પોરેશને બોત્સવનામાં તેની કેરોવે માઇન્સમાંથી 166-કેરેટનો રફ ડાયમંડમેળવ્યો છે, જે આ વર્ષે અત્યાર સુધીમાં 100 કેરેટથી વધુની પ્રથમ શોધ છે.

લુકારાએ બુધવારે જણાવ્યું હતું કે સફેદ, પ્રકાર IIa સ્ટોન દક્ષિણી લોબમાં M/PK(S) યુનિટમાંથી આવ્યો હતો, જે તેના હાઈ ક્વોલિટી રફ માટે જાણીતો છે. માઇનરે તેના XRT યુનિટ દ્વારા હીરાને શોધી કાઢ્યો હતો, જે એક્સ-રે ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને અયસ્કના મોટા ટુકડાઓમાં વિશાળ પથ્થરોને તૂટી જાય તે પહેલાં ઓળખે છે.

કંપનીએ 2012માં ખાણકામ શરૂ કર્યું ત્યારથી આ ખાણમાંથી મળી આવેલો 100 કેરેટનો 328મો સ્ટોન છે.

લુકારાના CEO વિલિયમ લેમ્બે જણાવ્યું હતું કે, લુકારાને કેરોવે ખાણમાં હાઇ ક્વોલિટી વાળા હીરાની મળવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ લેટેસ્ટ રિકલરીને કારણે અંડરગ્રાઉન્ડ એકસ્પાન્સન માટેના આર્થિક વાજબીતાને સમર્થન આપે છે જે ઓછામાં ઓછા 2040 સુધી ખાણના જીવનને લંબાવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS