183 million Americans will shop on Thanksgiving weekend
ફોટો : ખરીદેલી ભેટો ઉતારી રહેલા લોકો. (સૌજન્ય : રેપાપોર્ટ)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

અંદાજે 183.4 મિલિયન એટલે કે 18.3 કરોડ યુએસ ગ્રાહકો આ વર્ષે પાંચ-દિવસના થેંક્સગિવિંગ વીકએન્ડમાં સ્ટોરમાં અથવા ઑનલાઇનથી ખરીદી કરવાની યોજના ધરાવે છે, જે 2023થી 11 મિલિયન એટલે કે 1.1 કરોડ કરતાં વધુનો વધારો છે.

નેશનલ રિટેલ ફેડરેશન (NRF) અને પ્રોસ્પર ઇનસાઇટ્સ એન્ડ એનાલિટિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના ભાગ રૂપે રજૂ કરાયેલા અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અંદાજ, 2017માં NRF દ્વારા ડેટા ટ્રૅકિંગ શરૂ થયા પછી સૌથી વધુ છે.

 સર્વેમાં ભાગ લેનારા અડધાથી વધુ ઉત્તરદાતાઓ પાંચ-દિવસના સમયગાળા દરમિયાન ખરીદી કરવાની યોજના ધરાવે છે, જેમાં 57 ટકા લોકોએ એ ડીલનો હવાલો આપીને કહ્યું કે એ એટલી સારી ડીલ છે તેને છોડી શકાય નહીં. સર્વેક્ષણ કરનારાઓમાંથી લગભગ 28 ટકા લોકોએ કહ્યું કે પરંપરાએ તેમને હોલીડે શોપિંગ માટે પ્રેરણા આપી.

NRFના ઇન્ડસ્ટ્રી અને કન્ઝયુમર ઇનસાઇટ્સના વાઈસ પ્રેસિડન્ટ કેથરિન કુલેને કહ્યું કે, જોકે હોલીડે શોપિંગ સતત વધી રહ્યું છે. પાંચ-દિવસનું થેંક્સગિવીંગ વીકએન્ડ એ વર્ષના કેટલાક સૌથી વ્યસ્ત શોપિંગ દિવસોમાંના એક છે.

ગ્રાહકો તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો માટે ભેટ આપવાને પ્રાથમિકતા આપી રહ્યા છે, અને છૂટક વિક્રેતાઓ ગ્રાહકોને સમગ્ર સિઝન દરમિયાન તેમની ખરીદીની સૂચિમાં દરેક વસ્તુને શ્રેષ્ઠ કિંમતે શોધવામાં મદદ કરવા તૈયાર છે.

બ્લેક ફ્રાઈડે એ સમયગાળાનો સૌથી લોકપ્રિય શોપિંગ દિવસ છે, જેમાં 72 ટકા અથવા 131.7 મિલિયન ગ્રાહકો એટલે કે 13.1 કરોડ ખરીદી કરવા માટે તૈયાર છે. તેમાંથી લગભગ 65 ટકા લોકો સ્ટોર્સની રૂબરૂ મુલાકાત લેવાની અપેક્ષા રાખે છે. સાયબર સોમવાર એ બીજો સૌથી લોકપ્રિય દિવસ છે, જેમાં 39 ટકા અથવા 72.3 મિલિયન લોકો ઓનલાઈન ખરીદી કરવા ઇચ્છે છે.

અર્લી શોપિંગનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે, 58 ટકા ગ્રાહકોએ અહેવાલ આપ્યો છે કે, તેઓએ નવેમ્બરની શરૂઆતમાં તેમની રજાઓની ખરીદી શરૂ કરી છે અને સરેરાશ 25 ટકા ખરીદી પૂર્ણ થઈ છે.

પ્રોસ્પર ખાતે વ્યૂહરચનાનાં એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ફિલ રિસ્ટે જણાવ્યું હતું કે, યુવાન ખરીદદારો ખાસ કરીને આ વર્ષે થેંક્સગિવીંગ વીકએન્ડ ડીલ્સનો લાભ લઈ શકે છે, જેમાં 18 થી 24 વર્ષની વયના 89 ટકા પુખ્ત વયના લોકો ખરીદી કરવાનું આયોજન કરે છે. આ વય જૂથ હોલીડે શોપિંગનું સામાજિક પાસું પણ મહત્વનું છે, કારણ કે તેઓ ઘણીવાર મિત્રો અને પરિવાર સાથે ગ્રુપ એક્ટિવીટી  તરીકે ખરીદી કરે છે.

નવેમ્બર-થી-ડિસેમ્બર સમયગાળા માટે કૂલ હોલીડે વેચાણ વાર્ષિક ધોરણે 2.5 ટકાથી 3.5 ટકા વધશે, જે NRF અનુમાન મુજબ 979.5 બિલિયન ડોલર થી 989 બિલિયન ડોલરની વચ્ચે પહોંચશે. ફૅડરેશને 1 થી 7 નવેમ્બર દરમિયાન 8,135 પુખ્ત ગ્રાહકોનો સર્વે કર્યો હતો.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -DR SAKHIYAS