હિન્દુ ધર્મમાં રામાયણને ઉચ્ચકોટિના ધર્મગ્રંથમાં સ્થાન અપાયું છે. હિન્દુઓના આરાધ્યદેવ શ્રી રામના જીવન-કવનને રજૂ કરતા આ ગ્રંથ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ઋષિ વાલ્મીકિ થી લઈને તુલસીદાસ સુધીના ઘણા મુનીઓએ પોતપોતાના અર્થઘટનો સાથે રામાયણનું લેખન કર્યું છે.
ત્યારે સુરતમાં 1977માં રામભાઇ ગોકળભાઇ નામના રામભક્તએ બનાવેલી સોના, ચાંદી, હીરા મોતીથી મઢેલી રામાયણ દર વર્ષ રામનવમીના દિવસે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
સુરતના ભેસ્તાનમાં ખાતે આવેલા લુહાર ફળિયામાં રહેતા રામભાઇ ગોકળભાઇ પાસે 530 પૃષ્ઠની રામાયણ છે. તેની વિશેષતાએ છે કે તેને લખવા માટે 222 તોલા સોનાની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ 10 કિલો ચાંદી, 4,000 હીરા, માણેક અને નીલમણિ સહિતના અન્ય કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રામાયણના મુખ્ય પાનાં ઉપર જ શિવજીની એક તોલાની ચાંદીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઉપરાંત અડધા તોલાના હનુમાનજી અને અડધા તોલાના ગણેશજી પણ પૃષ્ઠ ઉપર કંડારાયા છે.
રામભાઇના પૌત્ર ગુરૂવંતભાઈ કહે છે કે, આ રામાયણ બનાવવા માટે જર્મનીથી કાગળો માંગવામાં આવ્યા હતા. આ એક ખાસ પ્રકારના કાગળ છે, જે ધોયા પછી ફરી તેની ઉપર ફરી લખી શકાય છે.
આ કાગળ એટલા સફેદ છે કે તેને ધોયેલાં હાથથી સ્પર્શ કરવામાં આવે તો પણ તે મેલા લાગે છે. આ રામાયણને વર્ષમાં 3 વખત ગુરુ પૂર્ણિમા, રામ જન્મોત્સવ ઉપર અને દિવાળીના દિવસે દર્શન માટે જાહેરમાં મૂકવામાં આવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM