23-90-carat yellow diamond breaks all high estimates at Sothebys auction
ફોટો : 23.90-કેરેટનો ફૅન્સી-પીળા હીરો (સૌજન્ય : સોથેબીઝ)
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સોથેબીઝના લંડન ખાતે તાજેતરના ફાઇન જ્વેલરી વેચાણમાં 23.90-કેરેટ, ફૅન્સી-પીળા હીરાએ ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યાં તેણે તેના ઉચ્ચ અંદાજને તોડી નાંખ્યો હતો.

ઓક્શન હાઉસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, અનમાઉન્ટેડ, કુશન-આકારનો, VVS2 ક્લેરિટીનો સ્ટોન 228,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (289,621 ડોલર) મેળવ્યો હતો, જે તેના 180,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (228,682 ડોલર)ની ટોચની કિંમત કરતાં પણ વધુ છે. એકંદરે, ફાઇન જ્વેલરીનું વેચાણ, જે 16 થી 30 મે દરમિયાન ઓનલાઈન થયું હતું તેમાં 3.6 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (4.5 મિલિયન ડોલર) મળ્યા હતા.

હોંગકોંગના ઝવેરી ચાઉ તાઈ ફૂકની વીંટી પર બ્રિલિયન્ટ-કટ, 10-કેરેટ, આઈ-કલર, VVS1 ડાયમંડ પણ તેની અપેક્ષિત કિંમત કરતાં વધી ગયો. પીસ જેનો અંદાજ 160,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (203,253 ડોલર) હતો, તે 216,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (274,392 ડોલર)માં વેચાયો હતો.

ત્રીજો પીસ જેણે પણ અપેક્ષા કરતા ઊંચી કિંમત મેળવી તે ડિઝાઈનર હેનેલની લગભગ 1985ની રિંગ હતી. ત્રિકોણાકાર હીરાના શોલ્ડર વચ્ચે સ્ટેપ-કટ અને ટ્રેપેઝોઇડ હીરાથી ઘેરાયેલું સ્ટેપ-કટ, 7.13-કેરેટ કોલમ્બિયન નીલમણિ, આ GEMનું મૂલ્ય 192,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (243,904 ડોલર) હતું જે તેના 100,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (127,033 ડોલર)ના ઉચ્ચ અંદાજ કરતા વધારે હતું.

એક ટાઈટલ્ડ લેડીના કલેક્શનમાંથી 19મી સદીનો ડાયમંડ મુગટને બમણી કિંમત 1,92,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (243,904 ડોલર) મળ્યા. જ્યારે તેનો ઉચ્ચ અંદાજ હતો 90,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (114,352 ડોલર) હતો.

અન્ય નોંધપાત્ર વસ્તુઓમાં માર્ક્વિઝ શેપની, 6.87-કેરેટ, D, VVS1 હીરા સાથેની બલ્ગારી વીંટીનો સમાવેશ થાય છે, જેની કિંમત GBP 180,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (228,682 ડોલર)થી ઓછી હોવાનો અંદાજ છે અને 7.09 કેરેટ, ફૅન્સી-વિવિડ-યલો, વીંટી પર VS2 ડાયમંડ,જે એક બ્રિટિશ અભિનેત્રીનીની માલિકીનો હતો બાદમાં તેણે 168,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (213,684 ડોલર) મેળવ્યા હતા જે તેના GBP 120,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ (152,631 ડોલર)ના ઉપલા અંદાજને વટાવી ગયો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS