આગામી સપ્ટેમ્બર મહીનાથી ડેનવરમાં ધ હાર્ડરોક સમિટનું પ્રદર્શન ફરી શરૂ થવા જઈ રહ્યું છે. જેમસ્ટોન્સ અને જ્વેલરીના પ્રદર્શન ધ હાર્ડરોક સમિટની ત્રીજી શ્રેણી તા. ૧૫થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન કોલોરાડોના ડેનવરમાં યોજાશે.
આ ઈવેન્ટ કોલોરાડો કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જેમાં વિશ્વભરમાંથી જેમ, જ્વેલરી અને મિનરલ કંપની ક્ષેત્રમાંથી અંદાજે ૨૫૦ જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લે તેવી અપેક્ષા છે.
સપ્ટેમ્બરમાં યોજાનારા હાર્ડરોક સમિટ પ્રત્યે મિનરલ અને જેમસ્ટોન ઈન્ડસ્ટ્રીઝમાંથી ખૂબ ઈન્ક્વાયરી આવી છે. આ ક્ષેત્રના અગ્રણીઓએ હાર્ડરોક સમિટ પ્રત્યે ઘણો રસ દાખવ્યો છે.
અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન આ સમિટની ત્રીજીવખત યજમાની કરશે. ડેનવરના જેમફેરના લીધે તે એજીટીએનું ટસ્કન અને લાસ વેગાસ બાદ ૨૦૨૩માં ત્રીજું જેમ હબ બનશે
આ અંગે જાણકારી આપતા ધ હાર્ડરોક સમિટના કો ફાઉન્ડર ક્રિસ્ટોફ કેલમને કહ્યું કે અમે ખરેખર તો અમારા શોમાં ભાગ લેનારા પ્રદર્શનકારીઓ અને અમને સપોર્ટ કરનારા સ્પોન્સર્સના ખૂબ આભારી છીએ.
અમને વિશ્વભરમાંથી પ્રદર્શનકારીઓ તરફથી સારો આવકાર મળ્યો છે. છેલ્લાં બે વર્ષથી અમે આ શોનું આયોજન કરવા માટે ઉત્સાહિત હતા. હાર્ડરોક સમિટની ત્રીજી એડિશન એ અમારા પ્રદર્શનોની નવી શરૂઆત સમાન છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM