26-carat pink ruby did not fetch the expected price at Christie's auction
સૌજન્ય : સનરાઈઝ રૂબી. (ક્રિસ્ટીસ)
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બહુ ગાજેલા ગુલાબી રંગના 26 કેરેટના રૂબી ડાયમંડને હરાજીમાં ધારણા પ્રમાણેની કિંમત મળી નથી. સનરાઈઝ રૂબીને ગઈ તા. 10મી મે ના રોજ ક્રિસ્ટીઝ ખાતે હરાજીમાં મુકવામાં આવ્યો હતો. જેમાં તે 14.6 મિલિયન ડોલરમાં વેચાયો હતો. જે અપેક્ષા કરતા ઘણી ઓછી હતી. નાઝી લિંક્સ વિશેની ફરિયાદોને પગલે રૂબીને ઓછી કિંમત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના અબજોપતિ હેઈદી હોર્ટેનના કલેક્શનમાંથી 25.59 કેરેટનો બર્મીઝ સ્ટોન તેના 15.7 મિલિયન ડોલરના ઓછા અંદાજને ચૂકી ગયો હતો. આ અગાઉ 2015માં તે સોથેબીની હરાજીમાં 30 મિલિયન ડોલરમાં વેચાયો હતો. પરંતુ આ વખતે ધાર્યા મુજબ કિંમત મળી નથી.

ઓક્શનમાં 7.8 મિલિયનની કિંમત સાથે રૂબીની બોલી શરૂ થઈ હતી. માત્ર 6 મિનીટના ટૂંકા ગાળામાં તે વેચાઈ ગયો હતો. હોર્ટેનના કલેકશનની હરાજીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે ફિલાનથ્રોપીસ્ટના પતિએ નાઝીના જર્મીનમાં પોતાનું નસીબ ચમકાવ્યું હતું. વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સએ આ રૂબીના વેચાણ પર વાંધો વ્યક્ત કરતા ક્રિસ્ટીને એક લેટર મોકલ્યો હતો, જેમાં એવો દાવો કરાયો હતો કે હેલ્મુટ હોર્ટેને બળજબરીપૂર્વકના સોદામાં યહુદીને તેમના વેપારના વેચવા મજબૂર કર્યા હતા.

આ અગાઉ હેઈદી હોર્ટને વેચાણ સોદાના પહેલાં તબક્કામાં સનરાઈઝ રૂબી મોખરે હતી. આ રૂબી  તેના ગ્રેડિંગ રિપોર્ટ અનુસાર તેના કદથી લઈને તેના લાલ રંગની છાયા સુધી ગરમ ન થવા સુધીની દરેક લાક્ષણિકતાઓમાં અપવાદરૂપ માનવામાં આવે છે. અન્ય સ્ટોન પણ અગાઉની હરાજી કરતાં ઓછા ભાવે વેચાયા હતા. જો કે તે અસ્પષ્ટ છે કે શું આ વિવાદને કારણે આવું થયું હતું કે કેમ? કારણ કે ભૂતકાળની કિંમતો વધુ મળી હતી. તેથી બીજું કોઈ કારણ પણ હોઈ તો નવાઈ નહીં.

આ હરાજીના પ્રથમ ભાગમાં 700 લોટ વેચાણ માટે મુકાયા હતા તેમાંથી 96 લોટનું વેચાણ થયું હતું, જે તમામ હોર્ટેનની માલિકીના હતા. દરમિયાન અનેક લાઇવ અને ઓનલાઈન હરાજીઓ દરમિયાન વેચવામાં આવશે. ઓક્શન હાઉસનું કહેવું છે કે હરાજી માટે તે વિશ્વનો સૌથી મૂલ્યવાન જ્વેલરી કલેક્શન છે, જે એલિઝાબેથ ટેલર કલેક્શનના 2011ના વેચાણ અને 2019ના મહારાજા અને મુઘલ મેગ્નિફિસન્સ હરાજી બંનેને વટાવી ગયો છે, જે અત્યાર સુધીના માત્ર બે જ્વેલરી કલેક્શન છે જે 100 મિલિયન ડોલરથી વધુની કિંમત ધરાવે છે.

ક્રિસ્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એકંદરે હરાજીના પ્રથમ તબક્કામાં તેના પ્રીસેલ અંદાજ કરતાં 156 મિલિયન ડોલર વધુ હાંસલ કર્યા હતા . પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમે કલેક્શનના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, જે 12 મેના રોજ રજૂ થશે ત્યારબાદ ઓનલાઈન વેચાણ થશે.”

ક્રિસ્ટીઝે હરાજીમાંથી થતી આવકનો નોંધપાત્ર હિસ્સો હોલોકોસ્ટ-સંબંધિત સખાવતી સંસ્થાઓને દાન આપવાનું વચન આપ્યું હતું. હોર્ટેનના સંગ્રહમાંના તમામ ઝવેરાત 1970 અને 2022 ની વચ્ચે કાયદેસર વિક્રેતાઓ દ્વારા કાયદેસર રીતે હસ્તગત કરવામાં આવ્યા. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે વેચાણમાંથી મળેલી રકમથી વિયેનામાં સ્થાપિત આધુનિક અને સમકાલીન કલા હોર્ટેનનું સંગ્રહાલય, તેમજ તબીબી સંશોધન, બાળ કલ્યાણ અને અન્ય પરોપકારી પ્રવૃત્તિઓને હેઇદી હોર્ટન કલેક્શનને પણ ફાયદો થશે. કલર્ડ સ્ટોન, હીરા, મોતી અને જાડેઇટ ટોચના લોટમાં હતા. વેચાણમાં બલ્ગારી દ્વારા 34 અને હેરી વિન્સ્ટન દ્વારા 12 ટુકડાઓનો સમાવેશ થાય છે , જેમાં ઘણા સૌથી વધુ કિંમતના વેચાણકર્તાઓમાં જોવા મળે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS