દુબઇ થી સુરત આવેલા 30 વર્ષીય યુવાન પાસે સોનાના બક્કલવાળો બેલ્ટ પકડાયો

ગઈ તા. 21 જુલાઈના રોજ એરઇન્ડિયા એક્સપ્રેસની ફલાઇટમાં દુબઈ થી સુરત આવેલા કૅરિયર પાસે 11 લાખની કિંમતનું 150 ગ્રામ સોનાનું બક્કલ જપ્ત કરાયું

30-year-old youth from Dubai to Surat caught with belt with gold buckle
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દુબઇથી સોનાની ડિલિવરી લઈ શારજાહ-સુરત ફ્લાઇટમાં કેરિયરોને બેસાડી સુરત મોકલવાની વાત ઉઘાડી પડી જતા દાણચોરોએ સ્ટ્રેટેજી બદલી છે, હવે સોનાની હેરફેર માટે શારજાહ-સુરત ફ્લાઇટને બદલે દુબઈ-સુરત ફ્લાઇટનો ઉપયોગ શરૂ કર્યો છે. રવિવારે એરઇન્ડિયા એક્સપ્રેસ દુબઇ – સુરત ફ્લાઇટમાં સુરત એરપોર્ટ આવેલા 30 વર્ષીય યુવાન પાસે સોનાના બક્કલવાળો બેલ્ટ મળી આવ્યો હતો.

દુબઈ થી સુરત આવેલા કૅરિયર પર શંકા જતા એની ઝડતી લેતા લેધર બેલ્ટમાં ફીટ કરેલું 150 ગ્રામનું 11 લાખની કિંમતનું સોનાનું બક્કલ મળી આવ્યું હતું. સોનું ક્વોલિટી કેસથી ઓછી હોવાથી સુરત કસ્ટમ એર ઇન્ટેલિજન્સ વિંગનાં અધિકારીઓએ 30 વર્ષીય યુવાનની પૂછપરછ કરી વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કર્યો હતો. 11 લાખના સોનાના બક્કલનો સ્ત્રોત જાણવા હવે આ યુવાનનો કેસ આવકવેરા વિભાગને મોકલવામાં આવશે.

રવિવારે દુબઇ – સુરત ફ્લાઇટનાં પૅસેન્જર પર કસ્ટમ વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા હતા, ત્યારે સોનાનો બક્કળવાળો બેલ્ટ પેહરેલો યુવાન નજરમાં આવ્યો હતો. આ 30 વર્ષીય યુવાને અધિકારીઓને જણાવ્યું હતું કે, દુબઈમાં આ બેલ્ટ તેને અજાણ્યા વ્યક્તિએ ભેંટ આપ્યો હતો. જોકે દુબઈમાં બેલ્ટ આપનાર અને સુરતમાં એની પાસે બેલ્ટ પરત લેનાર વિશે તે કોઈ ખાસ વિગત જાણતો ન હતો. અધિકારીએ તેનો પટ્ટો ઉતરાવીને બક્કલનું ચેકિંગ કરતા તે દોઢસો ગ્રામ એટલે કે 11 લાખનું હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસે પકડેલા 70 લાખના સોનાના કેસમાં બે આરોપીઓને જમીન મળતાં કસ્ટમ અને GST વિભાગ તપાસ કરશે

સુરત પોલીસ દ્વારા સોનાની દાણચોરીના કેસમાં રેવન્યુ વિભાગની એજન્સીઓને સાથે રાખ્યા વિના કરવામાં આવેલા કેસમાં બે આરોપીઓ છુટી જતાં કસ્ટમ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ આ આરોપીઓની પૂછપરછ માટે સમન્સ પાઠવી ખુલાસો કરવા તેડાવવાનું શરૂ કર્યું છે. અગાઉ 70 લાખના ગોલ્ડ સ્મલિંગમાં બે આરોપીઓને જામીન મળ્યા કસ્ટમ અને આવકવેરા વિભાગ સક્રિય થયું છે. બોગસ બિલિંગની જેમ પોલીસ જીએસટી વિભાગના અધિકાર ક્ષેત્રમાં જઈ કાર્યવાહી કરી રહી હતી. એમ હવે કસ્ટમ, ડીઆરઆઇનાં કાર્યક્ષેત્રમાં જઈ સોનું પકડી રહી છે.

પોલીસ કેસમાં આરોપી જામીન મુક્ત થતાં એજન્સીઓ હવે પૂછપરછ કરશે. 70 લાખના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં બે આરોપીઓ હજી જેલમાં છે, અન્ય બે આરોપીઓ ઉમૈમા અને ફીરોજ નૂરને નીચલી કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. બચાવ પક્ષે એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરીની દલીલ હતી કે પોલીસે બોગસ બિલનો કેસ બનાવ્યો છે અને બિલ બોગસ છે કે તે પોલીસ સાબિત કરી શકી નથી. આવું જ ગોલ્ડ સમગ્લિંગ કેસમાં ચર્ચાઇ રહ્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS