35 carat lab grown diamond made in Surat attracted attention at the Las Vegas show in America-1
સૌજન્ય: ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના સૌથી મોટા જેમ્સ એન્ડ જ્વેલરી શો JCK લાસ વેગાસનો શો જૂનના પહેલાં સપ્તાહમાં પ્રારંભ થઈ ગયો છે. 2 થી 5 જૂન સુધી ચાલનારા આ શોમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઇન્ડિયા પેવેલિયનમાં સુરતની 14 સહિત દેશની 45 ડાયમંડ જ્વેલરી કંપનીએ ભાગ લીધો છે. કેટલીક ભારતીય કંપનીઓ ઇઝરાયલ, હોંગકોંગ, એન્ટવર્પ, સિંગાપોર પેવેલિયનમાં ભાગ લીધો છે.

અમેરિકાના લાસવેગાસમાં પ્રારંભ થયેલા જેમ એન્ડ જ્વેલરી શોમાં સુરતની  મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપનીએ રફમાંથી તૈયાર કરેલા અત્યાર સુધીના સૌથી મોટો CVD લેબગ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)એ 35 કેરેટ વજનના લેબગ્રોન ડાયમંડ માટે ગ્રેડિંગ સર્ટિફિકેટ તૈયાર કર્યો છે. જેમાં કલર, ક્લેરિટી, વજન સહિતની વિગતો લખવામાં આવી છે. આ હીરો મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા કેમિકલ વેપર ડિપોઝિશન (સિવિડી) પ્રોસેસનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરાયો છે

મહત્વની બાબત અમેરિકાના લાસવેગાસમાં શરૂ થયેલા જેમ એન્ડ જ્વેલરી શોમાં સુરતની  મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપનીએ રફમાંથી તૈયાર કરેલા અત્યાર સુધીના સૌથી મોટો CVD લેબગ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)એ 35 કેરેટ વજનના લેબગ્રોન ડાયમંડ માટે ગ્રેડિંગ સર્ટિફિકેટ તૈયાર કર્યો છે. જેમાં કલર, ક્લેરિટી, વજન સહિતની વિગતો લખવામાં આવી છે. આ હીરો મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા કેમિકલ વેપર ડિપોઝિશન (સિવિડી) પ્રોસેસનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરાયો છે.

જૂન 2 થી 5 દરમિયાન JCK લાસ વેગાસમાં મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યો હતો. કંપનીએ દાવો કર્યો છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો 35 કેરેટ વજનનો લેબગ્રોન ડાયમંડ છે.

35 કેરેટનો ફૅન્સી પોલિશ્ડ હીરો પહેલીવાર તૈયાર કરાયાનો દાવો

રફ હીરામાથી 35 કેરેટ વજનનો ફેન્સી પોલિશ્ડ હીરો તૈયાર કરવામાં આવ્યો છે. 23.37 X 15.24 X 9.06 મિલીમીટરનું કદ ધરાવતા એમરાલ્ડ કટ ફૅન્સી હીરાને JCK લાસ વેગાસમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનાં અમેરિકા સ્થિત પ્રેસિડેન્ટ અવી લેવીએ પણ મૈત્રીની આ શોધની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતની ડાયમંડ કંપની મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા આ ક્લાસિક અને અસાધારણ સાઈઝના હીરાને પ્રમાણિત કરતા આઈજીઆઇ ગર્વ અનુભવે છે.

આંકડાશાસ્ત્રી એડાહન ગોલાનનું કહેવું છે કે, લેબગ્રોન હીરાએ જ્વેલરી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે. વર્ષ 2020માં લેબગ્રોન હીરાનો હિસ્સો માત્ર 13.7% હતો. જે વર્ષ 2022માં વધીને 33.8% થયો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC