સુરત એરપોર્ટ બહારથી દુબઈથી બેગમાં ગોલ્ડ સ્પ્રે સાથે 64.89 લાખનું સોનું લઈને આવેલા દંપત્તિ સહિત 4ની ધરપકડ

દંપત્તિ દુબઈથી બેગની અંદર ગોલ્ડ સ્પ્રેનો છંટકાવ કરી ગોલ્ડ લાવી રહ્યાની બાતમીના આધારે તેમની પાસેથી 64.89 લાખનું 927 ગ્રામ સોનું પકડયું છે.

4 arrested with gold worth 64-89 lakhs bought from Dubai outside Surat airport-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કસ્ટમ એક્સાઇઝ ડ્યુટીની ચોરી કરી દુબઈથી સુરતમાં થઈ રહેલી ગોલ્ડ સ્મલીંગના કેસમાં એસઓજી પોલીસે એક મહિલા સહિત ચારની ધરપકડ કરી છે. દંપત્તિ દુબઈથી બેગની અંદર ગોલ્ડ સ્પ્રેનો છંટકાવ કરી ગોલ્ડ લાવી રહ્યાની બાતમીના આધારે તેમની પાસેથી 64.89 લાખનું 927 ગ્રામ સોનું પકડયું છે.

સુરત એરપોર્ટથી અનેક વખત શરીર ઉપર તેમજ લગેજમા સંતાડી એનકેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદે સોનાની દાણચોરી કરનારાઓને પકડવામાં આવ્યા છે. પરંતુ આ વખતે જે રીતે સોનું ચોરીને લાવવામાં આવતું હતું તે જોઈને કોઈની પણ આંખો પહોળી થઈ જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર છુપાવીને સોનું લાવ્યા હતા. જોકે, તેઓ સોનાની બિસ્કિટ નહોતા લાવ્યા, પરંતુ સોનાની પેસ્ટ બનાવી તેનું કાપડ જેવું દેખાતું એક લેયર બેગના પાછળના ભાગે ચીપકાવી દીધું હતું. જેથી પહેલી નજરે જોતા તે બેગનો જ ભાગ હોવાનું લાગતું હતું. જોકે, સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4ને પકડ્યા હતા.

4 arrested with gold worth 64-89 lakhs bought from Dubai outside Surat airport-2

બાદમાં જ્વેલરી એક્સપર્ટને બોલાવીને બેગ પર ખરેખર સોનાની પેસ્ટ ચિપકાવી છે કે નહીં તેની તપાસ કારવાઈ હતી. ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્વેલરી એક્સપર્ટની હાજરીમાં એસઓજીએ બેગ પરથી વધારાનું લેયર કાઢ્યું હતું. જે બહારથી બેગ જેવા બ્લેક કલરનું પરંતુ અંદરથી ગોલ્ડ કલરનું હતું.

જ્વેલરી એક્સપર્ટે એસઓજીની હાજરીમાં તે લેયર ઓગાળતા તેમાંથી 900 ગ્રામ વજનનું સોનું નીકળ્યું હતું, જેની બજાર કિંમત 64.89 લાખ જેટલી થાય છે. પોલીસે ચાર ટ્રૉલી, 64.89 લાખનું સોનું, 5 મોબાઇલ, 2 પાસપોર્ટ, 2 બોર્ડિંગ પાસ, દુબઈથી સોનું ખરીદી કર્યાનું બતાવવા માટે 2 બનાવટી બિલ, એક કાર મળી કૂલ 76.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

એસઓજી પીઆઈ એ.પી. ચૌધરીને એક ટોળકી વિશે માહિતી મળી હતી. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ દ્વારા સોનાની અંદર કેમિકલ મિક્સ કરી સ્પ્રે છંટકાવ કરી તેને બેગની અંદર ચિપકાવી દે છે. જેથી તે સોનાને એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન સિક્યુરિટી ચેકીંગમાં ખબર ન પડે તે રીતે સોનાને દુબઈ થી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહી છે. જેમા એક કપલ દુબઈ ખાતેથી સોનુ બેગમાં છુપાવી દાણચોરી કરી લાવ્યું છે. અને તે કપલ આ સોનાની ડિલિવરી આપવા જહાંગીરપુરા, સાયન હજીરા રોડ ખાતે શીવમ હૉટલ ખાતે આવનાર છે.

બાતમીના આધારે એસઓજીની ટીમએ સાયન હજીરા રોડ ઉપર મોડી રાત્રીના વોચ ગોઠવી હતી. સોનાની ડિલિવરીના સમયે રેઇડ પાડી દુબઇથી સોનાની દાણચોરી કરી લાવેલા આરોપી નઈમ મો. હનીફ સાલેહ (ઉ.વ. ૨૯, રહે. હાલ – મોસાલી ગામ, વસરાવી ચોકડી, વાંકલ રોડની બાજુમાં, માંગરોળ, સુરત), ઉમૈમા નઈમ સાલેહ (ઉ.વ. ૨૫)ને પકડી પાડ્યા હતા

તથા અર્ટીગા કાર લઈને સોનાની ડિલિવરી લેવા આવનાર અબ્દુલ સમદ ફારુક બેમાત (ઉ.વ. ૩૩, રહે. મસ્જિદ ફળિયું, શાહગામ, પોસ્ટ મોસાલી, વસરાવી ચોકડી, માંગરોળ, સુરત) અને ફિરોઝ ઇબ્રાઇમ નુર (ઉ.વ. ૪૮, રહે. વસરાવી ગામ, માંગરોળ, સુરત)ને પકડી પાડ્યા હતા.

દાણચોરોએ દાણચોરી માટે ગજબ ટ્રીક અજમાવી હતી

દાણચોરો નવો કિમીયો અપનાવ્યો જેમા સોનાની પેસ્ટ બનાવી તેમાં કેમિકલ મિક્સ કરે છે. તે કેમિકલયુક્ત સોનુ લિક્વીડ ફોર્મમાં લાવી તેને ટ્રોલીબેગના બહારની સાઇડે આવેલા રેક્કુન તથા રબરની શીટની વચ્ચે સ્પ્રે કરે છે. નવું લેયર (પડ) બનાવી જે આધુનિક ઉપકરણ મેટલ ડીટેક્ટરમાં પણ ડિટેક્ટ ન થાય તેવી રીતે સોનુ સંતાડી દાણચોરી કરે છે. પરંતુ એસઓજીએ તે પણ પકડી પાડ્યું છે.

સોનાની દાણચોરીમાં પકડાયેલા આ દંપત્તિએ અઢી મહિના પહેલા પણ ટ્રીપ મારી હતી. દંપત્તિને એક ટ્રિપના 10 થી 15 હજાર મળતા હતા. આ સિવાય દુબઈ અઠવાડિયા સુધી ફરવાનું, રહેવાનું અને આખું પૅકેજ ફ્રીમાં મળતું હતું. પહેલી ટ્રિપ સક્સેસ જતા તેમને બીજી ટ્રિપ મારી અને પકડાઈ ગયા હતા.

અત્યાર સુધી 25 ટ્રિપ થકી 1.08 કરોડનું સોનું લવાયું

અબ્દુલ આ નવી તરકીબથી સોનુ લાવવા માટે માસ્ટર માઈન્ડ છે. અબ્દુલ છેલ્લા 8 મહિનાથી આ રીતે ટ્રિપ મારતો હતો. એક પેસેન્જરની બેગમાં આશરે 200 ગ્રામ સોનું આવતું હતું. અત્યારસુધી 25 થી વધારે ટ્રિપ મારવામાં આવી છે. જેનો અંદાજ મુકતા આશરે અત્યાર સુધી 15 કીલોથી વધારે સોનાની દાણચોરી થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 8 મહિનામાં અબ્દુલએ આશરે 1.08 કરોડથી વધારેનું સોનું ગેરકાયદે સુરત લાવી વડોદરાના સોનાના વેપારીને આપ્યાનું ખુલ્યું છે.

ગયા વર્ષે એસઓજીએ 4.29 કરોડનું સોનુ પકડ્યું હતું

આરોપીઓ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન સિક્યુરિટીમાં પકડાઈ ન જાય તે માટે અવનવા કીમીયાઓ અજમાવે છે. અગાઉ તેઓ સોનાને પ્રથમ પાવડર સ્વરૂપમાં બનાવતા હતા. તેમાં કેમિકલ મિક્ષ કરી લુગદ્દી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરતા હતા.

તે પાઉચ શરીરમાં અન્ડર વિયરમાં તથા બુંટના તળીયામાં મુકી દાણચોરી કરતા હતા. પરંતુ વર્ષ 2023માં એસઓજી દ્વારા આવી રીતે દાણચોરી કરતા ચારને પકડી પાડી 7.158 કિગ્રા સોનાની પેસ્ટ જેની કિમત 4.29 કરોડની પકડી પાડી હતી.

દાણચોર હાજી મસ્તાનના અંદાજમાં ફરી શરૂ થઈ દાણચોરી

દુબઇ એરપોર્ટ પર એક સાથે 14 પેસેન્જરોમાંથી એકની પસંદ કરીને ગોલ્ડ સ્મગલિંગ કરાવાય છે : દસ થી બાર લોકોને દુબઇ ફરવાના બહાને બોલાવતાં હતા, તેઓનો ખર્ચો સપ્લાયરો ભોગવતા હતા : રેન્ડમલી યાત્રીઓની સ્મગલિંગ માટે પસંદગી કરવામાં આવતી હતી

ભારતમાં અગાઉ હાજી મસ્તાનના સમયમાં જેવી રીતે સોનાની દાણચોરી કરવામાં આવતી હતી તેવી જ રીતે હવે ગોલ્ડ સ્મગ્લિંગ થઈ રહ્યું છે. આમાં ફર્ક એટલો જ છે કે હવે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

આ મામલે એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં પચ્ચીસ કરતા વધારે ટ્રિપ મારીને કરોડોનુ ગોલ્ડ દેશમાં ઘૂસાડી દેવાયું છે. તેમાં સીધી રીતે ટેક્સ ચોરી કરીને અઢી કરોડની રોકડી કરવામાં આવી છે.

અગાઉ અંદાજે દોઢ કરોડનું સોનું થોડા સમય પહેલા વડોદરામાં આપવામાં આવ્યું હોવાની વિગત એસઓજીએ જણાવી છે. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન આરોપી નઈમ મો. હનીફ સાલેહ (ઉ.વ. ૨૯, રહે. હાલ – મોસાલી ગામ, વસરાવી ચોકડી, વાંકલ રોડની બાજુમાં, માંગરોળ, સુરત), ઉમૈમા નઈમ સાલેહ (ઉ.વ. ૨૫) ને પકડી પાડ્યા હતા.

તથા અર્ટીગા કાર લઈને સોનાની ડિલિવરી લેવા આવનાર અબ્દુલ સમદ ફારુક બેમાત (ઉ.વ.૩૩, રહે. મસ્જીદ ફળીયુ શાહગામ પોસ્ટ મોસાલી વસરાવી ચોકડી, માંગરોળ, સુરત) અને ફિરોઝ ઇબ્રાઇમ નુર (ઉ.વ.૪૮, રહે. વસરાવી ગામ, માંગરોળ, સુરત) ને પકડી પાડ્યા હતા. તેઓના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કોર્ટે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. એડવોકેટ નઇમ ચૌધરી દ્વારા દલીલ કરવામાં આવી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS