DIAMOND CITY NEWS, SURAT
લુકાપા ડાયમંડ કંપનીએ અંગોલામાં તાજેતરના ટેન્ડરમાં 609 કેરેટના કુલ વજનવાળા ચાર ખાસ કદના રફ સ્ટોન 17 મિલિયન ડોલરમાં વેચ્યા હતા.
લુકાપા કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, અંગોલાની નેશનલ ડાયમંડ ટ્રેડિંગ કંપની સોડિયમ દ્વારા ટેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં, IIa હીરા, જેનું વજન 41.23, 123.83, 208.78 અને 235.47 કેરેટ છે જે અંગોલામાં લુકાપાની લુલો કાંપની ખાણમાંથી મળી આવ્યા હતા.
લુકાપાએ આગળ કહ્યું કે, ગયા મહિને જ એક 235.47 કેરેટનો સ્ટોન હતો. આ હીરો અંગોલાની અમારી Lulo Alluvial Mineમાંથી મળેલો બીજા નંબરનો સૌથી મોટો હીરો હતો. લુલો ડાયમંડ માઇનમાંથી મળેલા કુલ 4 હીરામાંથી ઓકટોબરમાં મળેલા 208 કેરેટના રફ ડાયમંડની સૌથી વધારે કિંમત મળી હતી. સમગ્ર પાર્સલની એવરેજ કેરેટ દીઠ 28,000 મિલિયન ડોલર હતી.
લુકાપાના મેનેજિંગ ડિરેક્ટર નિક સેલ્બીએ જણાવ્યું હતું કે, આ ટેન્ડરનું પરિણામ ખૂબ જ પ્રોત્સાહક છે કારણ કે તે ફરી એકવાર સ્પષ્ટપણે આ અસાધારણ, દુર્લભ અને ઉચ્ચ-મૂલ્યવાળા સ્ટોન માટે બજારની મજબૂતાઈ દર્શાવે છે જે લુલો માઇનમાં પ્રોડ્યુસ કરે છે.
લુકાપા માટે આ એક વર્ષમાં સકારાત્મક પરિણામ છે જ્યારે હીરા ઉદ્યોગને સામાન્ય રીતે કિંમત નિર્ધારણમાં નબળાઈનો સામનો કરવો પડ્યો હતો. 2024માં ભારત રફ-હીરાની આયાત ફરી શરૂ કરવા જઈ રહ્યું છે અને રશિયન હીરાનો બજારમાં સંભવિતપણે મર્યાદિત પ્રવાહ હોવાથી, અમે આશાવાદી છીએ કે નવા વર્ષમાં બજારના તમામ ક્ષેત્રોમાં હીરાના ભાવમાં સુધારો અને સ્થિરતા જોવા મળશે એમ નિકી સેલ્બીએ ઉમેર્યું હતું.
સોડિયમના ટેન્ડરમાં સામાન્ય રીતે લુલો, તેમજ કેટોકા અને લુએલ ખાણોમાંથી રફનો સમાવેશ થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM