5 caught with smuggled gold worth 48.88 lakhs from Ahmedabad
- Advertisement -MASSIVE TECH LAB

DIAMOND CITY NEWS, SURAT

અમદાવાદના એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ચાલી રહી હોવાની બાતમીના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વનું ઓપરેશન હાથ ધરીને અરપોર્ટ સર્કલ તથા શાહીબાગ ડફનાળા પાસેથી 48.88 લાખના દાણચોરીના સોના સાથે બેની ધરપકડ કરી લેવામાં આવી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દાણચોરી કરતી આવી જ એક ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સંયુક્ત બાતમીથી 48.88 લાખના કેમિકલયુક્ત સોના સાથે ઝડપી લીધી છે.

ક્રાઈમ બ્રાન્ચના PSI એસ જે જાડેજાને મળેલી બાતમીના આધારે એરપોર્ટ સર્કલ પાસેથી આગળ વધીને શાહિબાગ ડફનાળા પાસેથી એક કારને આંતરીને અટકાવી હતી. કારમાં બેઠેલાં ચાર શખ્સોને નીચે ઉતારી તેમની પૂછપરછ કરી ઝડતી-તપાસ કરતા કેમિકલયુક્ત સોનું આશરે 800 ગ્રામ મળી આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શાહીબાગ ડફનાળા પાસેથી પકડાયેલી દાણચોર ટોળકીની ઝડતીમાં દાણચોરીના સોના સાથે કુલ 52.26 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જેમાં 48.88 લાખનું કેમિકલયુક્ત સોનું, 2.50 લાખ કિંમતની કાર અને 88 હજારની કિંમતના 8 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં (1) અનંત શાહ (રહે. વાસણા, અમદાવાદ) દુબાઈ ખાતેથી કૅરિયર દ્વારા કેમિકલયુક્ત સોનાની દાણચોરી કરાવી અમદાવાદ લાવે છે.

(2) આશિષ કુકડીયા (રહે. કામનાથનગર, જુનાગઢ) અનંત શાહ માટે દુબઈ ખાતેથી સોનાની દાણચોરી કરવા માટે કેરિયરની ભૂમિકા ભજવતો.

(3) બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતો કલ્યાણ પટેલ, અમદાવાદના વાસણા ગામમાં રહેતો નવઘણ ઠાકોર તથા વાસણા બેરેજ રોડ પર રહેતો નિલેશ દેસાઈ દાણચોરી કરીને સોનું લઈને આવતો. કેરિયર માલ સાથે ભાગી ના જાય તે માટે વૉચ રાખતા તેમજ રિસીવરની ભૂમિકા ભજવતાં હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant