લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીની પહેલી ઘટના : સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપારીના 5 કરોડમાં ઉઠમણાંથી ખળભળાટ

90 દિવસની ક્રેડિટ પર હીરા લઈ જઈ ફરી દેખાયો જ નહીં, લેબગ્રોન ડાયમંડ એસોસિએશની ઓફિસે 10 થી 12 વેપારીઓની ફરિયાદ કરી

5 crores fraud by Lab grown diamond dealer in Surat getting uproar
ફોટો સૌજન્ય : રેપાપોર્ટ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ચિટીંગ, ઉઠમણાના કિસ્સા સાંભળવા મળતા હતાં પરંતુ પહેલીવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રનો એક વેપારી 5 કરોડનું ઉઠમણું કરી ભાગી ગયો છે. આ ઘટના સુરતના મહિધરપુરા હીરા બજારમાં બની છે. અહીંનો એક વેપારી 5 કરોડના લેબગ્રોન ડાયમંડ લઈ રફુચક્કર થઈ ગયો છે.

હીરા બજારનાં સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ અમરેલીનો વતની રાદડિયા અટકધારી હીરા વેપારીને 10 થી 12 હીરા વેપારીઓએ 5 કરોડથી વધુ કિંમતની લેબ ગ્રોન રફ અને તૈયાર હીરા 90 દિવસની ક્રેડિટ પર વેંચવા આપ્યા હતા.

પણ આ વેપારી મલ વેચ્યા પછી 7 દિવસથી બજારમાં આવતો બંધ થતાં લેણદારો તેના ઘરે અને વેપાર માટે રેફરન્સ આપનારના ઘરે પહોંચતાં ઉધાર માલ લેનાર વેપારી ફ્લેટને તાળું મારી ગામ ગયો હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું.

વેપારીનાં અમરેલીનાં ગામમાં તપાસ કરતા વેપારી ત્યાં પણ નહીં પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. છેવટે આજે સવારે 10 થી 12 લેણદાર યાદી બનાવી લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં વિગતવાર અરજીઓ આપી હતી.

સુરત લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઓવર પ્રોડકશનને લીધે ફરજિયાત 15 થી 27 મે સુધીનું ઉનાળુ વૅકેશન જાહેર કરી કારખાનાઓ બંધ કરવામાં આવ્યા છે.રફની વધતી કિંમત સામે તૈયાર હીરાનાં ભાવ 15 ટકા પડી ગયા છે. આ સ્થિતિમાં હજી વધુ ઉઠમણાં લેબગ્રોન ડાયમંડમાં થઈ શકે એમ છે.

એને લઇને લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં ચિંતા છવાઈ ગઇ છે. મધ્યમ કદની લેબગ્રોન ડાયમંડ કંપનીએ પાંચ કરોડમાં ઉઠમણું કર્યું હોવાના સમાચાર આજે વાયુવેગે ફેલાતા સૌને આશ્ચર્ય થયું હતું.  મોટી માત્રામાં પ્રોડક્શન અને  સામે તૈયાર માલના ખરીદનાર નહિ મળતાં  કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન મહિધરપુરાના હીરા બજારનો નેચરલ ડાયમંડનો વેપારી પણ 40 થી 50 કરોડમાં ઊઠી ગયો હોવાની પણ વાત વહેતી થઈ છે. સુરતનું મહિધરપુરા હીરા બજાર બંધ થાય એ પેહલા જદાખાડી વિસ્તારનો મહારાજ નામથી જાણીતો મૂળ સૌરાષ્ટ્રવાસી હીરા વેપારી પણ 40 થી 50 કરોડમાં ઊઠી ગયો હોવાની બૂમો પડી હતી. બે દિવસથી બજારમાં નહિ આવતા આ વેપારીનો સંપર્ક નહીં થતાં લેણદારો તેના ઘરે ગયા હતા ત્યાં પણ તે મળી આવ્યો નથી. મોટી સંખ્યામાં નાના વેપારીઓનો સારી કવોલિટીનો તૈયાર માલ ફસાયો છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS