Diamond City News,
શહેરના જ્વેલરી મેન્યુફેક્ચરિંગની ક્ષમતા અને કુશળતા દર્શાવવા માટે, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (SJMA) દ્વારા સોના, ચાંદી, હીરા અને અન્ય કિંમતી રત્નોનો ઉપયોગ કરીને નવા સંસદ ભવનની 15 કિલો સોનાની પ્રતિકૃતિ બનાવશે.
આ પ્રતિકૃતિને ડિસેમ્બરમાં રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. શહેરના 50 જેટલા જ્વેલર્સ ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો આપશે.
કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય પ્રધાન શ્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન શ્રી દર્શનાબેન જર્દોષની હાજરીમાં સોમવારે તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રતિકૃતિની 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે અને તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરા, રૂબી, નીલમણિ અને નીલમ હશે.
SJMAના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, “નવા સંસદ ભવનની પ્રતિકૃતિની કિંમત કરોડોમાં હશે પરંતુ તેની ચોક્કસ કિંમત જ્યારે તે સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે ત્યારે જ જાણી શકાશે. નવા સંસદ ભવનની પ્રતિકૃતિ દેશની પ્રથમ પ્રતિકૃતિ હશે જે આ પ્રકારે નિર્માણ પામશે.”
એક ઝવેરીએ જણાવ્યું હતું કે, “સંસદના નવા ઇમારતની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, “તે દેશ માટે ગર્વની વાત છે.”
નિર્માણમાં જ્વેલરી ઉત્પાદનના વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે અને સાથે તે શહેરની જ્વેલરી બનાવવાની કુશળતાને પણ દર્શાવે છે.
કેટલાક હીરા અને જ્વેલરી ઉત્પાદકો પ્રતિકૃતિમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનું યોગદાન આપશે.
“હીરાના એકમો હીરા અને કિંમતી રત્નો આપશે જ્યારે જ્વેલર્સ તેને પ્રતિકૃતિમાં મૂકવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરશે,” સાવલીયાએ ઉમેર્યું.
____________________________________________________________
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ડાયમંડ સિટી ન્યુઝપેપર સાથે સોશ્યિલ મીડિયામાં જોડાઓ
ફેસબુક | ટ્વિટર | ટેલિગ્રામ | Pinterest | LinkedIn | ઇન્સ્ટાગ્રામ