ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા ટેલ્સ ઓફ મિસ્ટિક નામથી એક દુર્લભ હીરા અને કલર્ડ સ્ટોનનું કલેક્શન લૉન્ચ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મહેલો અને શહેરની પૃષ્ઠભૂમિમાં મનોરમ્ય વાસ્તુકલાની સુંદરતાથી પ્રેરિત થઈને આ કલેક્શન પેરિસ હાઉતે કોઉચર વીક ફોલ વિન્ટર 2023-24માં તનિષ્કની ભવ્ય શરૂઆતના પ્રતિક સમાન છે. પ્રસિદ્ધ ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રાના સહયોગથી ભારતીય વારસો અને વૈશ્વિક ફૈશનના ટ્રેન્ડનું મિશ્રણ આ કલેક્શનમાં જોવા મળે છે.
60 બેસ્ટ જ્વેલરીનો પીસ ધરાવતા ટેલ્સ ઓફ મિસ્ટિક કલેક્શનમાં પ્રત્યેક પીસ રાજસ્થાનના વાસ્તુશિલ્પ કલાના ચમત્કારોને પ્રદર્શિત કરે છે.
તનિષ્ક અને રાહુલ મિશ્રા વચ્ચેના કરાર જ્વેલરીના કારીગરોની કલાની ઉજવણી કરે છે, જે કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. આ કલેક્શન ટેક્નોલોજીની સાથે અદ્વિતીય શિલ્પ કૌશલ્યનું ઉત્કૃષ્ટ મિશ્રણ છે. જ્વેલરી અને હાઉતે કોચરનું એકબીજામાં વિલય કરીને તનિષ્ક અને રાહુલ મિશ્રાએ એટલો સરસ તાલમેલ બેસાડ્યો છે કે તે પારંપરિક સીમાઓથી ઘણી આગળ નીકળી ગઈ છે. જે ભારતીય જ્વેલરીના વારસાને આંતરરાષ્ટ્રીય ફેશનના ઊંચા આકાશમાં લઈ જાય છે.
તનિષ્કના માર્કેટિંગના જનરલ મેનેજર રંજની ક્રિષ્નાસ્વામીએ જણાવ્યું હતું કે, આ કલેક્શન તનિષ્કની સફરમાં સીમાચિહ્નરૂપ છે. ‘ટેલ્સ ઑફ મિસ્ટિક’ અને રાહુલ મિશ્રાની ‘વી, ધ પીપલ’ સમકાલીન સિલુએટ્સ સાથે જટિલ કારીગરીને જોડીને ભારતીય ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરવાના સમાન સિદ્ધાંતોની વહેંચણી કરે છે. અમારો ટાર્ગેટ આધુનિક ભારતીય મહિલા છે, જેમાં તેની જ્વેલરીની વિશાળ પસંદગીઓ, ચિક વિન્ટેજ પ્રત્યેની ઉત્સુકતા અને કલામાં જન્મજાત ટેસ્ટ છે.
તનિષ્કના ડિઝાઇન હેડ ગરિમા મહેશ્વરીએ કહ્યું કે ‘ટેલ્સ ઑફ મિસ્ટિક’ કલેક્શન રાજસ્થાનની ફિલિંગને પ્રસ્તુત કરે છે. તે હાઈ-એન્ડ સ્ટેટમેન્ટ જ્વેલ્સની નવી લાઇન ઓફર કરે છે, જે રંગ, કલ્ચર અને શુદ્ધ સૌંદર્ય શાસ્ત્ર દર્શાવે છે. રાજસ્થાનના કલાત્મક રંગોથી પ્રેરિત આ સંગ્રહમાં ભવ્ય મહેલો, કિલ્લાઓ અને શહેરીકરણના સ્થાપત્ય સૌંદર્યમાં છુપાયેલી સ્ટોરી વર્ણવે છે.
રાહુલ મિશ્રાએ કહ્યું, પેરિસમાં હૌટ કોચર વીકમાં અમારા કોચર ફોલ 2023 શોકેસ માટે જ્વેલરી પાર્ટનર તરીકે આ સિઝનમાં ‘તનિષ્ક’ સાથે જોડાઈને મને આનંદ અને ગર્વની લાગણી થાય છે. હું ભારતમાં તેના ડોમેનમાં સૌથી મોટામાંના એક તરીકે તેમની બ્રાન્ડની પ્રચંડ સાંસ્કૃતિક અસરની પ્રશંસા કરું છું. તેમની મુખ્ય કારીગરી અને જ્વેલરી બનાવવાની કુશળતા સાથે ભારતના સ્થાનિક હસ્તકલા સમુદાયોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસો અપ્રતિમ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM