વિશ્વ વિખ્યાત FC બાર્સેલોના સોકર ટીમ તેના નોઉ કેમ્પ સ્ટેડિયમના ઘાસને ખૂબ જ ઊંચી કિંમતના લેબગ્રોન ડાયમંડમાં પરિવર્તીત કરવા જઈ રહ્યું છે. લિયોનેલ મેસ્સી માટે જાણીતા એફસી બાર્સિલોના નોઉ કેમ્પ સ્ટેડિયમને રિનોવેટ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ રિનોવેશન હેઠળ પિચને તોડી ફરી બનાવવામાં આવી રહી છે. રિનોવેશન બાદ તેની ક્ષમતા 1,05,000 સુધી વધારવામાં આવશે.
બાર્સેલોનાની પીચમાંથી રિનોવેશન દરમિયાન જે ઘાસ નીકળશે તેમાંથી 1957 લેબગ્રોન ડાયમંડ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે. જેમાં 1 કેરેટના 57 ડાયમંડ્સનું કલેક્શન હશે. મુંડો ડેપોર્ટિવો અખબાર અનુસાર તે ડાયમંડ્સને $ 16,400 (EUR 15,000) ની ખૂબ જ પ્રિમિયમ કિંમતે વેચવામાં આવશે.
આ સ્ટોનને તૈયાર થવામાં એક અઠવાડિયા કરતા ઓછો સમય લાગશે. તેનો ઉપયોગ સોનું બનાવવા માટે પણ કરવામાં આવશે. તેમજ સફેદ સોનાની પિન, બ્રેસલેટ, કફલિંક, વીંટી, નેકલેસ પણ બનાવાશે જે. આખરે ચેમ્પિયન ક્લબને અંદાજીત 30 મિલિયન ડોલરનો ચોખ્ખો નફો કરાવશે તેવી ધારણા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM