ઓસ્ટ્રેલિયાની બંધ થઈ ગયેલી પ્રતિષ્ઠિત હીરાની ખાણમાંથી નીકળેલા ડાયમંડમાંથી બનેલી આઈકોનિક જ્વેલરી કલેક્શનનો એક પીસ સામે આવ્યો છે.
રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ આર્ગાઈલ લોટસની રિંગ 3.34 કેરેટ આર્ગાઈલ પિન્ક ડાયંડમાંથી બની છે. તેની અંદર 3.82 કેરેટના વ્હાઈટ ડાયમંડ અને નીચેની તરફ છુપાયેલા 0.12 કેરેટના ફૅન્સી આર્ગાઈલ બ્લુ છે. લોટસ રિંગ આર્ગાઈલ હેરિટેજ કલેક્શનમાં જ્વેલરીનો પહેલો પીસ છે. જે ખાણના માલિક રિયો ટિન્ટો દ્વારા લૉન્ચ કરવામાં આવેલા આર્ગાઈલ પિન્ક ડાયમંડના આઈકન પાર્ટનર પ્રોગ્રામનો હિસ્સો છે.
તેને સિડની ખાતે જે ફોરેન પ્રાઈસ અને સિંગાપુર ખાતેના આર્ગાઈલ ડાયમંડ એક્સપર્ટ ગ્લૈજની મદદથી બનાવવામાં આવ્યો છે. ફારેન પ્રાઈસ તેને 620,000 ડોલરમાં વેચી રહ્યું છે.
કંપનીએ કહ્યું કે આ દુર્લભ આર્ગાઈલ પિન્ક ડાયમંડ એક અસાધારણ કલેક્શનનું સપનું સાચું પડવા જેવી ઘટના છે. અમે દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પિન્ક ડાયમંડનું સન્માન કરવા માટે ઉત્સાહિત છે અને આર્ગાઈલ હેરિટેજ કલેક્શનની પ્રત્યેક રચના દુર્લભતાની સાથે કલેક્શનમાં સર્વોચ્ચતાનું પ્રતિનિધિત્વ કરે છે. દુનિયાના સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા પિન્ક ડાયમંડનો સ્ત્રોત આર્ગાઈલની ખાણ નવેમ્બર 2020માં બંધ થઈ ગઈ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM