જીજેઈપીસીની દિલ્હી રિજનલ કચેરીએ નવા રજિસ્ટર્ડ સભ્યોને સામેલ કરવાના ઉદ્દેશ સાથે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ કેવી રીતે શરૂ કરવી તે શીર્ષક હેઠળ એક વર્કશોપનું આયોજન કર્યું હતું. ગઈ તા. 12મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં ફ્લેટેડ ઝંડેવાલન ખાતે જીજેઈપીસીની ઓફિસમાં આયોજિત આ વર્કશોપમાં લગભગ 40 જેટલાં જ્વેલર્સે ભાગ લીધો હતો. નવી દિલ્હીના પોસ્ટ ડિપાર્ટમેન્ટ તથા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (સીએલએ)ના સહયોગથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું.
જીજેઈપીસીના ઉત્તર પ્રદેશના રિજનલ ચેરમેન અશોક સેઠ અને મેમ્બર્સ અનિલ સાંખવાલ દ્વારા વક્તાઓનું સ્વાગત કરાયું હતું. વર્કશોપમાં ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમણે આમંત્રિત મહેમાનોને મૂલ્યવાન માહિતી આપી હતી. ડીજીએફટી આઈટીએસના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રીપલાની ફણી કિરણ એસે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરીને ડીજીએફટી દ્વારા વિવિધ ઓફર કરાતી યોજનાઓ વિશે ઉપસ્થિત જ્વેલર્સને વિસ્તૃત માહિતી આપી હતી.
ઈસીજીસી લિમિટેડના સિનિયર મેનેજર રાકેશ મણી શુકલાએ વીમા યોજનાઓ અને જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટર્સ માટે ઉપલબ્ધ વિવિધ કવરેજ વિકલ્પો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પોસ્ટ એક્સપોર્ટ સેન્ટરના મેલ્સ એન્ડ બીડી વિભાગના ડિરેક્ટર વિકી કુમારે પોસ્ટના પ્લેટફોર્મ દ્વારા કઈ રીતે જ્વેલરી નિકાસ કરી શકાય તેની પ્રક્રિયા સમજાવી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM