ન્યૂયોર્ક સ્થિત જ્વેલર્સ ઓફ અમેરિકા દ્વારા દર વર્ષની જેમ આગામી વર્ષ 2024 માટે એવોર્ડ્સ ઈવેન્ટના આયોજનની તૈયારી શરૂ કરી દેવાઈ છે. JA દ્વારા એવોર્ડ્સ નોમિનેશન માટે વિન્ડો ખોલવામાં આવી છે. માર્કેટ પ્લેસમાં ઉત્તમ ઘરેણાં માટે સર્વિસ આપતા વ્યવસાયો માટેના રાષ્ટ્રીય વેપાર સંગઠનનું 22મું વાર્ષિક જેમ સંમેલન સાથે આ એવોર્ડ સેરેમની યોજાશે. જેમ દ્વારા 8 માર્ચ 2024ના રોજ ન્યુયોર્કની સિપ્રિયાની 42મી સ્ટ્રીટ ખાતે આ સમારોહ યોજાશે. જેમ એવોર્ડ કમિટિ દ્વારા જ્વેલરી ડિઝાઈન, મીડિયા એક્સેલન્સ અને રિટેલ એક્સેલન્સની કેટેગરીમાં પર્સન તથા કંપનીઓ માટે સબમિશન સ્વીકારવાનું શરૂ કરાયું છે.
આ એવોર્ડ્સ માટે નોમિનેશન તા. 23 ઓગસ્ટ 2023 સુધી સ્વીકારવામાં આવશે. જેમ એવોર્ડ કમિટી દ્વારા તમામ સબમિશનની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ પ્રત્યેક કેટેગરીમાં અંતિમ જેમ એવોર્ડ નોમિની સન્માનિત વ્યક્તિઓની પસંદગી કરાશે. નોમિનેટેડ વ્યક્તિઓની પસંદગી થયા પછી ઉદ્યોગ નિષ્ણાતોની પેનલ દ્વારા નક્કી કરવામાં આવે તે પહેલાં તેમની જાહેરમાં જાહેરાત કરાશે, જેમના મતપત્રો વિજેતાઓ નક્કી કરવા અને પરિણામોને સિક્રેટ રાખવા માટે સ્વતંત્ર સંસ્થાને મોકલવામાં આવશે. વિજેતાઓના નામની ઘોષણા જેમ એવોર્ડ સમારંભમાં કરાશે. જેનું લાઇવ પ્રદર્શન કરાશે.
જેમ એવોર્ડ કમિટી 2024 જેમ એવોર્ડ્સમાં નોમિનેશન વિચારણા માટે પ્રતિભાશાળી ડિઝાઈનર્સ, રિટેલર્સ અને મીડિયાના હાઈ વોલ્યુમની અપેક્ષા રાખે છે. 2023 જેમ પુરસ્કારોની સફળતાએ ઉદ્યોગકારોના ઉત્સાહને વધાર્યો છે. જેમ પુરસ્કાર ઉદ્યોગમાં સૌથી પ્રખ્યાત એવોર્ડસ છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીની પ્રતિભાને ઓળખવામાં હંમેશા આનંદ થાય છે. ગ્રાહકોની પણ નવી નવી ડિઝાઈનર જ્વેલરી પ્રત્યેની ઉત્તેજના વધે છે એમ જ્વેલર્સ ઓફ અમેરિકાના ડિરેક્ટર ઓફ પીઆર એન્ડ ઈવેન્ટ્સ અમાન્દા ગિઝીએ જણાવ્યું હતું.
જેમ એવોર્ડસ જ્વેલરી અને વોચ ઈન્ડ્સ્ટ્રીના પ્રિમિયર એવોર્ડ્સ ગાલા, પર્સન અને કંપનીઓની ઉત્કૃષ્ટ સિદ્ધીઓને ઓળખ છે, જેમનું કાર્ય સુંદર દાગીના અને વોચની દ્રશ્યતા લોકપ્રિયતાને વધારે છે. જે વિજેતાઓ જેમ એવોર્ડ જીતે છે તેઓ તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરી છે એ સાબિત થાય છે.
જણાવી દઈએ કે 2024 જેમ એવોર્ડ સમિતિમાં અધ્યક્ષ તરીકે મેરિયન ફેસેલ, ધ એડવેન્ચુરિયન છે. તે ઉપરાંત આ સમિતિમાં લંડન જ્વેલર્સના રેન્ડી ઉડેલ અલ્પર, જેસીકેના સરીન બેચમેન, અમેરિકાના જ્વેલર્સ ડેવિડ બોનાપાર્ટ, કોચરના ગેનન બ્રુસો તેમજ એની ડોરેસ્કા, તાન્યા ડ્યુક્સ, ડોરીટ એન્જલ, જેનિફર ગાંડિયા, મીશેલ ગ્રાફ, લોરેન હાર્વેલ ગોડફ્રે સહિતનાઓનો સમાવેશ થાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM