ચાલુ કૅલેન્ડર યરના પહેલાં છ મહિના પૂર્ણ થયા બાદ વિવિધ જ્વેલરી બ્રાન્ડ્સ આવકના રિપોર્ટ જાહેર કરી રહી છે ત્યારે તાજેતરમાં LVMH કંપનીએ પર્ફોમન્સ રિપોર્ટ બહાર પાડ્યો છે. કંપની અનુસાર વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં આવકની વૃદ્ધિ પ્રભાવશાળી રહી છે. કંપનીની કુલ આવક આશ્ચર્યજનક રીતે 42.2 બિલિયન યુરો સુધી પહોંચી છે, જે 2022ના સમાન સમયગાળાની તુલનાએ 15 ટકાનો વધારો દર્શાવે છે. નોંધનીય છે કે ઓર્ગેનિક આવક વૃદ્ધિ અપેક્ષાઓ કરતા વધી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો દર્શાવે છે.
જ્વેલરી અને વોચનું વેચાણ કરતા આ ગ્રુપે 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 11 ટકાથી 5.42 બિલિયન યુરોની આવક વૃદ્ધિ હાંસલ કરી છે. રિકરિંગ કામગીરીથી નફો 10 ટકા વધીને 1.08 બિલિયન યુરો થયો છે. એલવીએમએચએ જણાવ્યું હતું કે, જ્વેલરીમાં ટિફનીએ ન્યુયોર્કમાં લેન્ડમાર્કને ફરીથી ખોલવાની અસધારણ સફળતા મેળવતા વેપારને વેગ મળ્યો હતો. લેન્ડમાર્ક ફરી એકવાર ન્યુયોર્કમાં લક્ઝરી લાઈફ સ્ટાઇલ માટે એક પ્રતિકાત્મક સ્થળ બની ગયું છે. નવા લોક કલેકશને વિશ્વભરમાં તેનો દબદબો ચાલુ રાખ્યો છે અને આર્ટિસ્ટીક ડિરેક્ટર નથાલી વર્ડેઈલે દ્વારા પહેલા હાઈ જ્વેલરી કલેક્શનને લૉન્ચ કરવામાં આવ્યું છે.
બુલ્ગારી ગ્રુપે પણ આ સમયગાળા દરમિયાન મજબૂત વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આ કંપનીએ તેના આઇકોનિક સર્પેન્ટી કલેક્શનની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી તેનો ફાયદો મળ્યો છે. બુલ્ગારીની હાઈ જ્વેલરી ખાસ કરીને મેડિટેરેનિયા કલેક્શનના લૉન્ચ સાથે જોરદાર પર્ફોમન્સ જોવા મળ્યું. બુલગારીના ચૌમેટ અને ફ્રેડે પ્રથમ છ મહિનામાં મજબૂત વૃદ્ધિનો અનુભવ કર્યો હતો.
LVMHના ચૅરમૅન અને CEO બર્નાર્ડ આર્નોલ્ટે જણાવ્યું હતું કે, LVMH એ આર્થિક અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાના છ મહિનાના સમયગાળા દરમિયાન ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કર્યા તે મોટી સિદ્ધિ છે. લુઈસ વિટન માટે ફેરેલ વિલિયમ્સના પ્રથમ ફેશન શો તેમજ ટિફની એન્ડ કંપનીના ન્યુ યોર્ક “લેન્ડમાર્ક”ના પુનઃ ઉદઘાટન દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેમ, અમારા મેઈસન્સની મજબૂત રચનાત્મક ગતિ અને ઉત્કૃષ્ટ વિતરણ સપનાને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે.
અમારી બ્રાન્ડ્સ માટે અમે આત્મવિશ્વાસ અને આશાવાદ સાથે વર્ષના બીજા ભાગમાં પહોંચીએ છીએ પરંતુ વર્તમાન વાતાવરણમાં સતર્ક રહીશું અને 2023માં વૈભવી સામાનમાં અમારી વૈશ્વિક નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત કરવા અમારી ટીમોની ચપળતા અને પ્રતિભા પર વિશ્વાસ રાખીશું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM