બર્મા અને મ્યાનમારમાં તાજેતરના વર્ષોમાં થયેલા સંઘર્ષની આસપાસના વિકાસને પગલે બ્રિટિશ ડિપાર્ટમેન્ટે સ્ટોર્સ જ્હોન લુઈસે બર્મીઝ સ્ટોન, રૂબીઝ અને નીલમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ્હોન લુઈસ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.
કંપનીએ કહ્યું કે, બર્મા અને મ્યાનમારમાં જે વિકાસ થયો છે તે સંઘર્ષની વચ્ચે થયો છે. બર્માના ગૃહયુદ્ધના લીધે ત્યાંની પ્રજાને ખૂબ ભોગવવું પડયું છે. સૈન્યની મદદ લઈ પ્રજા પર દમનકારી પ્રવૃત્તિ બર્મામાં થઈ છે જે મામલે અમે ચિંતાતુર છીએ.
બર્મા ઝુંબેશ યુકેના જણાવ્યા અનુસાર, બર્માનું સૈન્ય હવે દેશના મોટા ભાગના રત્ન ઉદ્યોગને નિયંત્રિત કરે છે, જેનું મૂલ્ય વાર્ષિક અંદાજીત 2 બિલિયન ડોલર છે.
ફેબ્રુઆરી 2021માં આંગ સાન સુ કીની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી ત્યારથી, યુએનના આંકડાઓ અનુસાર જન્ટાના આતંકના અભિયાનથી 1.5 મિલિયનથી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે. જન્ટાએ લગભગ 4,000 લોકો માર્યા હોવાના અહેવાલ છે. કેટલાક શાળાઓ અને હોસ્પિટલો પરના હવાઈ હુમલાઓ કર્યા છે. જન્ટાએ 24,000 થી વધુ લોકોની ધરપકડ કરી તેઓને જેલમાં પુરી દીધા છે.
બર્મા કેમ્પેઈન યુકે ઇચ્છે છે કે કંપનીઓ એ સુનિશ્ચિત કરે કે બર્મા પાસેથી ખરીદેલા રત્નો હથિયારો માટે ભંડોળ ન આપે. એક રીતે બર્મામાંથી રત્નો ખરીદવું એ લશ્કરી અત્યાચારને સમર્થન આપવા જેવું છે તેથી જ્હોન લુઈસ બર્મીઝ સ્ટોનનો બહિષ્કાર કર્યો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM