ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ) મુંબઈએ તેના અંધેરીના કેમ્પસમાં 28 મી જુલાઈના રોજ Glimpz 23 પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનમાં BA ઇન જેમ્સ એન્ડ જ્વેલરી પ્રોગ્રામમાંથી સ્નાતક થયેલા ડિઝાઈનરો દ્વારા બનાવેલી જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી હતી. રત્ન અને ઝવેરાત ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓએ આ પ્રસંગે હાજરી આપી યુવાન ડિઝાઇનરોને પ્રેરણા અને પ્રોત્સાહિત કર્યા હતા.
ડી બિઅર્સ ફોરએવરમાર્ક ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અમિત પ્રતિહારીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રતિહારીએ પોતાના વક્તવ્યમાં યુવાન ડિઝાઈનરોને પ્રેરણા આપતા કહ્યું કે, સફળતાની સફરમાં શિસ્ત, સાતત્ય અને સર્જનાત્મકતા તમારા મિત્રો છે. ટેલેન્ટની સાથે ડિસિપ્લિન હોવું ખૂબ જ આવશ્યક છે. પ્રતિહારીએ મહત્ત્વાકાંક્ષી ડિઝાઈનરોને જુસ્સા અને સમર્પણ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
આ ઇવેન્ટમાં સિનિયર ફેશન આઇકોન અને લેખક મેહર કાસ્ટેલિનો, ડિઝાઇનર લક્ષ પાહુજા, યોગેન્દ્ર ત્રિપાઠી અને જાણીતા જ્વેલરી ડિઝાઇનર ઇન્દ્રા જાદવાણી જેવા જ્યુરી પેનલના સભ્યો હતા.
IIGJ મુંબઈના અધ્યક્ષ મિલન ચોક્સીએ ઉભરતા યુવાન ડિઝાઈનરો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. યુવાન ડિઝાઈનરોની પ્રતિભાને નિખારવા અને પોષવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવા ફેકલ્ટીના સભ્યો તરફથી મળેલા સહકાર અને ગાઈડન્સની તેમણે પ્રશંસા કરી હતી. તેમના અતૂટ સમર્થન અને માર્ગદર્શન માટે ફેકલ્ટી સભ્યોની તેમણે પ્રશંસા કરી હતી.
સંસ્થાના વડા ભરત વાસવાણીએ વિદ્યાર્થીઓને તેમની કળા પ્રત્યેની મહેનત અને સમર્પણને બિરદાવી હતી. યુવાન ડિઝાઈનરોની સર્જનાત્મકતાને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે પોતાની વ્યાવસાયિક સફરના કિસ્સા શેર કર્યા હતા. આ સાથે જ યુવાન ડિઝાઈનરોને IIGJ મુંબઈ તરફથી સહકાર મળશે તેવી ખાતરી આપી હતી અને ભવિષ્યના વિદ્યાર્થીઓને તેમના સપનાની શોધમાં માર્ગદર્શન આપવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે સેવા આપવા સલાહ આપી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM