ઓમની ચેનલ જ્વેલરી રિટેલર બ્રિલિયન્ટ અર્થ લેબોરેટરીમાં ઉત્પાદિત ડાયમંડમાંથી બનેલી જ્વેલરીના બે કલેક્શન લૉન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે આ નવા જ્વેલરી કલેક્શન 100 ટકા રિન્યુએબલ એનર્જીના ઉપયોગથી બનાવાયા છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપનીએ તા. 1 ઓગસ્ટના રોજ જાહેર કર્યું કે રફ સપ્લાય કરતી કંપનીઓ બ્રિલિયન્ટ અર્થની સપ્લાયર ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરે છે, જેમાં તમામ કર્મચારીઓ માટે સલામત અને તંદુરસ્ત કામ કરવાની પરિસ્થિતિનો સમાવેશ થાય છે. જોકે, બ્રિલિયન્ટ અર્થે તે કંપનીઓના નામ જાહેર કર્યા નથી.
ધ કેપ્ચર કલેક્શનના ઉત્પાદન માટે કાર્બન કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેમાં દુલ્હન માટેના ઘરેણાંના ઉત્પાદન માટે પરંપરાગત અને ફેન્સી આકારના કટ એન્ડ પોલિશ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રિલિયન્ટ અર્થે કહ્યું કે, ડાયમંડ રીન્યુએબલ એનર્જીથી ઉત્પાદિત કરાયા છે. જેમાં હીરાનું ઉત્પાદન કરનારી કંપનીઓ એક જ ક્ષેત્રમાં આવેલી છે. જે ટ્રાન્સપોર્ટેશન એમિશનને ઘટાડે છે.
બ્રિલિયન્ટ અર્થના સીઈઓ અને કો-ફાઉન્ડર બેથ ગેર્સ્ટેઈન દાવો કરે છે કે, બ્રિલિયન્ટ અર્થ એવી પ્રથમ કંપની છે હવામાંથી મેળવેલા કાર્બનને સીધો ગ્રાહકોને ઓફર કરે છે.
બીજું રિન્યુએબલ કલેક્શન છે જે રિન્યુએબલ એનર્જીના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે. મુખ્યત્વે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પવન અને સોલાર ફાર્મમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જામાંથી બનાવાયા છે. આ પ્રથમ વખત છે જ્યારે બ્રિલિયન્ટ અર્થ લેબોરેટરીમાં ઉત્પાદિત હીરા ઓફર કરે છે, જે વધતી પ્રક્રિયા દરમિયાન રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે.
બ્રિલિયન્ટ અર્થે 92 ટકા લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર્સનું ઓડિટ કર્યું છે, જેથી કામ કરવાની તંદુરસ્ત પરિસ્થિતિઓ અને કામના વ્યાજબી કલાકો અને વેતન સુનિશ્ચિત કરી શકાય. કંપનીએ તાજેતરમાં ટ્રેસર સાથે ભાગીદારી જાહેર કરી છે. કુદરતી હીરા માટે કંપનીએ ડી બિઅર્સના બ્લૉકચેન ટેક્નોલૉજી પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે જે હજારો કુદરતી હીરાના સ્ત્રોતને જાણી તે માહિતી ગ્રાહકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM