વૈશ્વિક મંદી સામે ઝઝૂમી રહેલા ડાયમંડ સિટી સુરતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે લેબમાં ઉગાડવામાં આવેલા લેબગ્રોન ડાયમંડ (LGD) લાઈફ ગાર્ડ સાબિત થઇ રહ્યા છે.
લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગે માત્ર હીરાના વેપારીઓને જ નહીં, પરંતુ એક લાખથી વધુ હીરાના કારીગરો અને અન્ય લોકોને પણ તેમનું કામ સુચારું રાખવામાં મદદ કરી છે.
રસપ્રદ વાત એ છે કે, લેબગ્રોન ડાયમંડના ભાવ નેચરલ ડાયમંડના ભાવ કરતા 30 ટકા ઓછા હોવા છતાં, LGD રત્નકલાકારોને નેચરલ ડાયમંડમાં કામ કરતા રત્નકલાકારો જેટલું જ વેતન ચૂકવવામાં આવે છે.
ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીગનું કામ કરતા રત્નકલાકારોને કેરેટ દીઠ અને અમુક પ્રકારના હીરા માટે, કટના આધારે વેતન ચૂકવવામાં આવે છે.
ઉદ્યોગના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની વૃદ્ધિ રત્નકલાકારોને માત્ર રોજગારી પૂરી પાડવામાં મદદ કરી રહી નથી પરંતુ રત્નકલાકોરોના જીવનની સારી ગુણવત્તા જાળવવામાં પણ મદદ કરે છે. રત્નકલાકારોના પગારમાં કોઈ મોટો તફાવત નથી.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુંખ ભાવેશ ટાંકે કહ્યું કે, પોલિશ્ડ ડાયમંડના ભાવ ઘટ્યા હોવા છતા, કુશળ રત્નકલાકારોની ડિમાન્ડ છે. દરેક રત્નકલાકાર માટે જરૂરી કામ, સમય અને કૌશલ્ય સમાન છે.
સુરત ડાયમંડ એસોસિયેશના સેક્રેટરી દામજી માવાણીએ ડાયમંડ ઉદ્યોગના ઓવરઓલ કોસ્ટ ફેક્ટરને સમજાવતા કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ માટે રફ હીરાના ભાવ ઓછા હોય છે એ જ રીતે પોલિશ્ડ ડાયમંડના ભાવ પણ ઓછા હોય છે, પરંતુ જેટલી મહેનત નેચરલ ડાયમંડના કટીંગ એન્ડ પોલિશીંગ માટે લાગે છે એટલી જ મહેનત લેબગ્રોન ડાયમંડને તૈયાર કરવા માટે લાગે છે. મતલબ કે બંને ડાયમંડ તૈયાર કરવાની મહેનત સરખી છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)ના પ્રમુખ અને GJEPCના પૂર્વ રિજિયોનલ ચૅરમૅન દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે, નેચરલ ડાયમંડની માંગ ઓછી છે એવા સમયે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગે રત્નકલાકારોને તેમની નોકરી જાળવી રાખવામાં મદદ કરી છે.
હીરાઉદ્યોગના આંતરિક સૂત્રો દાવો કરે છે કે LGDએ ડાયમંડ પોલિશિંગ યુનિટના માલિકો અને રત્નકલાકારોના જીવનનો સંચાર કર્યો છે. LGDમાં રત્નકલાકારોને માત્ર કામ જ મળતું નથી પરંતુ તેમની કામ કરવાની સ્થિતિ પણ સારી છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિજીયોનલ ચૅરમૅન વિજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, નેચરલ ડાયમંડના પોલિશિંગ દરમિયાન જો સ્ટોનને નુકસાન થાય છે, તો તે માલિક અને રત્નકલાકાર માટે મોટું નુકસાન છે. પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં આનાથી વિપરીત છે. મતલબ કે સ્ટોનના નુકસાનથી માલિક કે રત્નકલાકારને મોટું નુકસાન થતું નથી
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM