અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જીઆઈએ દ્વારા તાજેતરમાં લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી 4.04 કેરેટની વીંટીનું મૂલ્યાંકન કર્યું હતું. નક્કર પાસાવાળી વીંટીમાં સિંગલ ક્રિસ્ટલ ડાયમંડ કોતરવામાં આવ્યા હતા. આ ડાયમંડ રિંગ્સ વિશ્વમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છ એમ જીઆઈએ જાહેર કર્યું હતું.
જોકે, આ પ્રકારની આ પહેલી રિંગ નથી. પરંતુ જીઆઈએ એક જ લેબોરેટરીમાં ઉત્પાદિત હીરામાંથી કોતરેલી વીંટીનું મૂલ્યાંકન કર્યું હોય તેવું પહેલીવાર બન્યું છે એમ જીઆઈએના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ટોમ મોસેસે જણાવ્યું હતું.
જીઆઈએની ત્રિમાસિક વ્યાવસાયિક જર્નલ મેગેઝિન જેમ્સ એન્ડ જેમોલોજીમાં સ્પેક્ટ્રોસ્કોપિક લક્ષણો સાથેની ઓનલાઈન રિસર્ચ પ્રકાશિત કર્યું છે. જે જર્નલની ફોલ 2023 પ્રિન્ટ આવૃત્તિમાં દેખાશે.
આ રિપોર્ટ અનુસાર જીઆઈએની ન્યૂ યોર્ક લેબએ રિંગનું મૂલ્યાંકન કર્યું છે, જે ડચ ડાયમંડ ટેક્નોલૉજીએ બેલ્જિયન જ્વેલરી સ્ટોર હ્યુરસેલ સાથે મળીને બનાવ્યું હતું. તે કેમિકલ વેપોર ડિપોઝિશન (CVD) દ્વારા ઉત્પાદિત 8.54-કેરેટ લેબગ્રોન ડાયમંડ પ્લેટમાંથી કાપવામાં આવી હતી. 3.03-મીલીમીટર-જાડા બેન્ડનો આંતરિક વ્યાસ 16.35 થી 16.4 મિલીમીટર અને બાહ્ય વ્યાસ 20.32 થી 20.4 મિલીમીટરનો છે એમ જીઆઈએ એ જણાવ્યું હતું.
“જેમ જેમ ટેક્નોલૉજી માનવસર્જિત હીરાની વૃદ્ધિ સાથે વિકસિત થઈ રહી છે, અમે આ ઉત્પાદનનો ઉપયોગ કરવા માટે વધુ સર્જનાત્મક રીતો જોવાની અપેક્ષા રાખીએ છીએ,” એવી મોસેએ આગાહી કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM