જ્વેલર્સ ઓફ અમેરિકા CASE એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી

ડિઝાઈન, વેચાણ ક્ષમતા, મૌલિકતા અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે આઠ કેટેગરીમાં 150 થી વધુ એન્ટ્રીઓમાંથી પુરસ્કારોની પસંદગી કરી હતી.

Jewellers of America CASE Award winners announced
જીરૉક્સ ફાઇન જ્વેલરીની રિંગ કે જે બેસ્ટ ઇન શોમાં જીતી. (જ્વેલર્સ ઓફ અમેરિકા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જ્વેલર્સ ઑફ અમેરિકા (JA) એ જ્વેલરી ડિઝાઈન માટેના તેના 33મા વાર્ષિક Council for Advancement and Support of Education (CASE) પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરી છે,  રિટેલ અને સપ્લાય મેમ્બર્સ જેમના  જ્વેલરી ડિઝાઈનમાં સર્જનાત્મકતા, કલાત્મકતા, શૈલી અને શ્રેષ્ઠતા દર્શાવતા પીસીસ હતા તેમની પસંદગી કરવામાં આવી છે.

જ્વેલર્સ ઓફ અમેરિકાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે નિર્ણાયકોની પેનલે એકંદર ડિઝાઈન, વેચાણ ક્ષમતા, મૌલિકતા અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે આઠ કેટેગરીમાં 150 થી વધુ એન્ટ્રીઓમાંથી પુરસ્કારોની પસંદગી કરી હતી. એક રિટેલર અને સપ્લાયર એન્ટ્રીને પણ બેસ્ટ ઓફ શો નામ આપવામાં આવ્યું હતું.

જ્વેલર્સ ઓફ અમેરિકાના પ્રવક્તા અમાન્દા ગીઝીએ જણાવ્યું હતું કે, “ધ જ્વેલર્સ ઓફ અમેરિકાની CASE એવોર્ડ ડિઝાઈન કોમ્પિટિશન જ્વેલર્સ ઓફ અમેરિકાના સભ્ય ડિઝાઈનર્સ અને બેન્ચ જ્વેલર્સની ઉત્કૃષ્ટ કારીગરી, સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રકાશિત કરે છે. દરેક કેટેગરીમાં વિજેતાઓ એ અવિશ્વસનીય ઉદાહરણો છે કે ગ્રાહકો તેમના સ્થાનિક જ્વેલર્સ ઑફ અમેરિકા મેમ્બર સ્ટોર પર શું મેળવવાની અપેક્ષા રાખી શકે છે.

વિજેતાઓને કસ્ટમાઇઝ્ડ CASE એવોર્ડ ટ્રોફી અને રાષ્ટ્રીય અને સ્થાનિક મીડિયા કવરેજ મળે છે.

2023 CASE એવોર્ડ વિજેતા આ પ્રમાણે છે.

(1) રિટેલર- 2,000 ડોલર સુધીની જ્વેલરી

Wright’s Jewelry

ફોલસ્ટોન – નોર્થ કેરોલિના, Jennifer Beatty દ્વારા ડિઝાઈન કરાયેલી લોટા લવ રિંગ 14-કેરેટ વ્હાઇટ ગોલ્ડમાં 13 માર્ક્વિઝ હીરા સાથે, જેમાં ત્રણ અલગ-અલગ વીંટી છે.

(2) રિટેલર – 2,001 થી 5,000 ડોલર

એવિયન્ટી જ્વેલરી ડિઝાઇન્સ

લા કેનેડા, કેલિફોર્નિયા એની બાબાયાન અને અવી બાબાયન દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન લીલાશ પડતા વાદળી અને કાળા રંગમાં 78.67-કેરેટ બોલ્ડર ઓપલ અને 42 રાઉન્ડ કુદરતી પેવ હીરા સાથે 14-કેરેટ પીળા સોનાનો હાર સેટ. નેકલેસમાં સ્ટોનની બંને બાજુએ પેપર ક્લિપ ઇટાલિયન સાંકળ જોડાયેલી છે.

(3)  રિટેલર – 5,001 થી 10,000 ડોલર

Schullin

ગ્રાઝ, ઓસ્ટ્રેલિયા મેરિઅન કોલ અને લૌરા થોમન દ્રારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન 18-કેરેટ ગુલાબ સોનાની વીંટી જેમાં 11.09-કેરેટ ટિયરડ્રોપ-કટ સિટ્રીન અને 62 બ્રિલીઅન્ટ-કટ ડાયમંડ છે.

(4) રિટેલર – 10,001 થી 50,000 ડોલર

Schullin

ગ્રાઝ, ઓસ્ટ્રેલિયા હેન્સ Schullin અને લૌરા થોમન દ્રારા તૈયાર કરાવમાં આવેલી ડિઝાઇન દરેક અન્ય કમાનમાં 144 બ્રિલીઅન્ટ-કટ પેવ-સેટ હીરા સાથે 18-કેરેટ ગુલાબી સોનાનો સ્માઇલ નેકલેસ. સેન્ટરમાંમાં હીરા જડેલા 18-કેરેટ વ્હાઇટ ગોલ્ડ સ્માઇલ અને 12 નારંગી નીલમ છે.

રિટેલર – શોમાં શ્રેષ્ઠ

(5) Giraux Fine Jewelry

સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા

સરકીસ સરકીસિયન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈન પ્લૅટિનમ રીંગ જેમાં હીટ-ટ્રીટેડ 9.05-કેરેટ અષ્ટકોણ સ્ટેપ-કટ કુદરતી નીલમ; બે એન્ટિક-કટ માર્ક્વિઝ અને બે રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ ડાયમંડ સાથેનો પ્રોંગ સેટ.

સપ્લાયર – 2,000 ડોલર સુધીની જ્વલેરી

Jorge Valdes Fine Jewelry

 અસ્ટોરિયા, ન્યૂયોર્કજ્યોર્જ વાલ્ડેસ દ્વારા ડિઝાઈન કરાયેલી વ્હાઇટ રાઉન્ડ ડાયમંડ સાથે 18-કેરેટ ગુલાબી સોનામાં સ્પાર્ક્સ સ્ટડ ઇયરિંગ્સ.

સપ્લાયર – 2001 થી 5000 ડોલર સુધીની જ્વલેરી

(7) Martha Seely Design

Carlisle, Massachusetts માર્થા સીલી દ્રારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન તાન્ઝાનાઇટ, નીલમ અને હીરા સાથે 14-કેરેટ વ્હાઇટ ગોલ્ડમાં સ્ટારડસ્ટ ઝૂલતી ઇયરિંગ્સ.

સપ્લાયર – 5,001 થી 10,000 ડોલર સુધીની જ્વલેરી

Tabayer

મિઆમી, ફ્લોરિડા

તબાયર દ્રારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન 1.32-ct બ્રાઉન ડાયમંડ સાથે હાથથી બનાવેલી 18-ct ફેરગ્રાઉન્ડ પિંક ગોલ્ડ ઓરા રિંગ.

સપ્લાયર – 10,001 થી 50,000 ડોલર સુધીની જ્વલેરી

(8) Renisis

ન્યૂયોર્ક- ન્યૂયોર્ક

સાર્ડવેલ દ્રારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન 18-કેરેટ પીળા સોનામાં ગાર્ડિયન ગોલ્ડ ટેમ્પલ પેન્ડન્ટ, જેમાં સેન્ટ્રલ ગોલ્ડન સાઉથ સી પર્લ દર્શાવવામાં આવ્યું છે, જેમાં હીરાની પેટર્ન અને પ્લેટિનમમાં શિબોરી પ્રેરિત કટઆઉટ છે. મોતીની પાછળની બાજુ ચેરી બ્લોસમ મોટિફથી શણગારેલી છે. પેન્ડન્ટ સોનેરી ઓમ્બ્રે સાઉથ સી મોતીથી લટકે છે.

સપ્લાયર – શોમાં શ્રેષ્ઠ

Katherine Jetter

Nantucket, Massachusetts

કેથરીન જેટર દ્રારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન યુનિકોર્નની વીંટી જેમાં સ્ક્વેર નીલમણિ-કટ ટેન્ઝાનાઇટ, ટેપર્ડ બેગ્યુટ હીરા અને ઓમ્બ્રે બ્લુ સેફાયર, બ્લુ રોડિયમ ફિનિશ સાથે 18-કેરેટ પીળા સોનામાં સેટ છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS