ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન (FCRF)ના અહેવાલ અનુસાર, મોટા ફૅન્સી-વિવિડ યલો ડાયમંડની માંગમાં રીકવરીના પરિણામે વર્ષ 2023ના બીજા ક્વાર્ટરમાં તમામ કેટેગરીના ફૅન્સી-કલરના હીરાની સરેરાશ કિંમતમાં સતત વધારો જોવા મળ્યો છે.
ગ્રુપના ફૅન્સી કલર ડાયમંડ ઇન્ડેક્સમાં પાછલા ત્રણ મહિનાની સરખામણીમાં 0.5%નો વધારો થયો છે. આ વધારો લગભગ તમામ રંગ અને સાઈઝના સ્ટોનમાં જોવા મળ્યો હતો.
બીજા ક્વાર્ટરમાં ફૅન્સી-વિવિડ ગ્રેડ કેટેગરીની કિંમતમાં સૌથી વધુ 1.2% વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ફૅન્સી અને ફૅન્સી ઇન્ટેન્સમાં 0.3% નો સંયુક્ત સુધારો દર્શાવે છે. યલોમાં 1.3% નો નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે જ્યારે પિંક અને બ્લૂઝમાં 0.2% નો વધારો થયો છે.
2023ના પ્રથમ છ મહિના રસપ્રદ રહ્યાં હોવાનું FCRF બોર્ડના સભ્ય એડન રાચમિનોવે જણાવતા કહ્યું, અમે યલો કેટેગરીની અમુક સબકૅટેગરીમાં નોંધપાત્ર ઉછાળાનો અનુભવ કર્યો છે. ખાસ કરીને ઉચ્ચ આંતરિક ગ્રેડ સાથે તીવ્ર અને આબેહૂબ ગ્રેડમાં સારી ખરીદી જોવા મળી છે. દરમિયાન બ્લુ અને પિંક કેટેગરી સ્થિર રહી હતી. જો વૈશ્વિક અર્થતંત્ર તેની સકારાત્મક ગતિ જાળવી રાખે છે, તો અમે અપેક્ષા રાખી શકીએ છીએ ઉનાળા પછી ભાવોમાં મજબૂત વધારો જોવા મળશે.
નોંધનીય છે કે, બીજા ક્વાર્ટરમાં સૌથી મજબૂત કેટેગરી 8-કેરેટ, ફૅન્સી-વિવિડ-યલો હીરાની રહી હતી, જેમાં 5.4%નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ 1.5-કેરેટ પિંક હીરા હતા, જે 3.2% વધ્યા હતા. 1 કેરેટના વજનવાળા આબેહૂબ ગુલાબી 3.1% વધ્યા હતા
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM