તાજેતરમાં કેનેડાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી, જેના લીધે ભારે નુકસાન થયું હતું. કેનેડાને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા વિશ્વના અનેક સંસ્થાઓ દાન આપી રહી છે ત્યારે વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સે નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં 50,000 ડોલરનું રાહત ફંડ આપવાની જાહેરાત કરી છે.
દાનની આ રકમ યુનાઈટેડ વે નોર્થ વેસ્ટ ટેરિટરીઝ ઈમરજન્સી રિસ્પોન્સ ફંડમાં આપવામાં આવશે. આ અગાઉ કંપની દ્વારા વર્ષની શરૂઆતમાં 20,000 ડોલરના દાનની જાહેરાત કરાઈ હતી. આમ કંપની દ્વારા કુલ 70,000 ડોલરનું દાન એનડબ્લ્યુટીમાં કરાશે. જે વાઈલ્ડફાયર રાહત કાર્યમાં મદદરૂપ બનશે. વધુમાં ડી બિયર્સ ગ્રુપ અસરગ્રસ્તોને સહાય પુરી પાડવા માટે સક્રિયપણે વિકલ્પો તપાસી રહ્યું છે.
એરિક મેડસેન, લીડ કોર્પોરેટ અફેર્સ ફોર ડી બીયર્સ ગ્રૂપ મેનેજ્ડ ઓપરેશન્સ (કેનેડા)એ જણાવ્યું હતું કે આ વર્ષમાં વાઈલ્ડફાયરની અનેક ઘટનાઓ બની છે, જેના લીધે જંગલી પ્રાણીઓ-મનુષ્યોએ પોતાના ઘરો છોડવાની ફરજ પડી છે. ઘણા લોકોએ પોતાના ઘરો અને વ્યવસાયો ગુમાવ્યા છે તે દરેકને મદદ કરવા અમે તત્પર છે. ફોર્ટ સ્મિથ, એન્ટરપ્રાઇઝ અને જીન મેરી નદીમાંથી સ્થળાંતર કરનારા અમારા 40 થી વધુ ગાચો કુએ સાથીદારો સાથે પણ અમે નજીકથી કામ કરી રહ્યા છીએ.
લગભગ 30 જેટલા ગાચો કુએ કર્મચારીઓ યલોકનાઈફમાં રહે છે અને કંપની એનડબ્લ્યુટી રાજધાની શહેરની પરિસ્થિતિને ખુબ નજીકથી જોઈ રહી છે. શક્ય તમામ મદદ કરવા ડી બિયર્સ કંપની તત્પર છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM