DIAMOND CITY NEWS, SURAT
મિડલ ઈસ્ટના સૌથી મોટા અને સૌથી વધુ વૈવિધ્યસભર ડેરિવેટિવ એક્સચેન્જ દુબઈ ગોલ્ડ એન્ડ કોમોડિટી એક્સચેન્જ (DGCX) એ જાહેરાત કરી છે કે તે તેના શરિયાહ કમ્પ્લાયન્ટ સ્પોટ ગોલ્ડ કોન્ટ્રાક્ટ માટે ફી માફ કરી રહ્યું છે.
હવે UAE સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટી ઓથોરિટી (SCA) તરફથી નિયમનકારી મંજૂરી મેળવ્યા બાદ DGSG માટેની ફી માફી 21મી ઓગસ્ટ 2023થી 31મી ડિસેમ્બર 2023 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન DGCX દુબઈ કોમોડિટી ક્લિયરિંગ કોર્પોરેશન (DCCC)ની ફી માફ કરશે. જેમાં ટ્રેડિંગ, ક્લિયરિંગ અને ડિલિવરી સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે. આ ફી માફી USD 0.03 ની SCA ફીને બાકાત રાખે છે.
DGCX તેના ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ માટે ફી માફ કરવા માટે SCA પાસેથી મંજૂરી પણ માંગી રહી છે અને તે મુજબ બજારને અપડેટ કરશે.
વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના લીધે સર્જાયેલા દબાણ વચ્ચે સોનાની માંગ મજબૂત જોવા મળી છે. કારણ કે રોકાણકારો સેફ-હેવન એસેટ્સ શોધે છે. એટલે કે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યાં છે. 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સોનાના ભાવમાં 5.4% નો વધારો થયો હતો, જે સમયગાળાના અંતે USD 1,912.25/oz પર બંધ થયો હતો. વિકસિત બજારના શેરોને બાદ કરતાં સોનાએ આ વર્ષે લગભગ તમામ અન્ય મુખ્ય અસ્કયામતોને (રોકાણોને) પાછળ રાખી દીધા છે, જે મૂલ્યના વિશ્વસનીય ભંડાર તરીકે તેની ભૂમિકા દર્શાવે છે.
DGCXના કમર્શિયલ ડિરેક્ટર લુઈસ હેમ્સે જણાવ્યું હતું કે, 2018માં લૉન્ચ થયા પછી DGCX શરીઆહ કમ્પ્લાયન્ટ સ્પૉટ ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ફીની માફી વધુ વૉલ્યુમ આકર્ષિત કરશે અને કોન્ટ્રાક્ટ માટે પ્રોત્સાહક કાર્ય કરશે. સમગ્ર પ્રદેશ અને વિશ્વભરમાંથી નવા રોકાણકારોને લાવીને લાંબા ગાળા માટે તે ઉત્તેજન આપશે. દરમિયાન વર્તમાન આર્થિક વાતાવરણમાં સોનાની વધતી માંગ, ઇસ્લામિક ફાઇનાન્સ ઉદ્યોગની સતત વૃદ્ધિ સાથે, વૉલ્યુમો અને તરલતાને વધુ ટેકો આપી રહી છે. DGCX શક્ય તેટલું કાર્યક્ષમ અને ન્યાયી બજાર બનાવવા માટે તેના સભ્યો સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.
DGSG કોન્ટ્રેક્ટ સોનાની માલિકી માટે શરીઅતના સિદ્ધાંતોને અનુરૂપ છે અને અગ્રણી શરીઅત વિદ્વાનો દ્વારા સર્ટીફાઈડ છે. દરેક કોન્ટ્રેક્ટને 0.995 ની ન્યૂનતમ શુદ્ધતા સાથે 1kg ફાળવ્યા છે. અલગ કરાયેલા ગોલ્ડ બાર દ્વારા સમર્થન આપવામાં આવે છે, જે UAE ગુડ ડિલિવરી સ્પષ્ટીકરણોને પૂર્ણ કરે છે. ડીએમસીસી ટ્રેડફ્લો દ્વારા ડિલિવરી કરવામાં આવે છે, જે યુએઈ-આધારિત સુવિધાઓમાં સંગ્રહિત કોમોડિટીઝના કબજા અને માલિકીની નોંધણી કરવા માટે તૈયાર કરાયેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે કોન્ટ્રાક્ટની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
DGSG એ સોના, ચાંદી અને તાંબાના સ્પોટ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ સહિત કિંમતી ધાતુના કરારોના DGCXના વિવિધ પોર્ટફોલિયોનો એક ભાગ છે. DGCX નવા કરારો રજૂ કરવા પર કામ કરી રહ્યું છે, જેમ કે શરિયાહ કમ્પ્લાયન્ટ સિલ્વર સ્પૉટ કોન્ટ્રાક્ટ, જેની હાલમાં UAE SCA દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM