DIAMOND CITY NEWS, SURAT
ક્વિન બે તરીકે ઓળખાતી વિશ્વપ્રસિદ્ધ અમેરિકાની સિંગર, ગીતકાર અને બિઝનેસ વુમન નો ડ્રેસ માટે ચર્ચામાં છે. બિયોન્સ વર્લ્ડ ટૂર પર છે ત્યારે તેણીએ જાણીતી જ્વેલરી બ્રાન્ડ ટિફની એન્ડ કંપની દ્વારા નિર્મિત ડ્રેસ પહેર્યો છે. બિયોન્સની આ વર્લ્ડ ટૂર સાથે ટિફની કંપની ઓફિશિયલ જ્વેલર તરીકે જોડાઈ છે. જેના લીધે બિયોન્સની વર્લ્ડ ટુર મ્યુઝિકની સાથે સાથે જ્વેલરી પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
બિયોન્સ માટે ટિફની કંપની દ્વારા બનાવવામાં આવેલો ડ્રેસ ધાતુના દોરાના એક ઝરણા સમાન છે જે ગાયિકાના વળાંકદાર દેહ પર ચપોચપ બેસે છે અને ડ્રેસમાં જડવામાં આવેલા બેઝેલ સેટ પત્થરોને સ્ટાર્સથી સજાવવામાં આવ્યા છે. તે ધાતુના તાર માત્ર ચમકદાર કપડા જ નહીં પરંતુ ટિફની દ્વારા બનાવાયેલી એક એલ્સા પેરિટી જાળ છે.
ટિફની કંપનીના જણાવ્યા અનુસાર આ ડ્રેસ હેન્ડમેડ છે. તેને બનાવવામાં 200 કલાકથી વધુનો સમય લાગ્યો છે. તેને જાળ, સાઈડ પેનલ અને ખભાની મદદથી 3,00,000 રિંગથી વણવામાં આવ્યો છે. તે 150 ફીટ મેશ રિબિનમાંથી બનાવાયો છે.
જોકે, ડ્રેસમાં દેખાય છે તે ડાયમંડ અસલી છે કે કેમ તે અંગે અનેક વાતો ચર્ચાઈ રહી છે. અનેક વિરોધાભાસી માહિતીઓના લીધે સ્ટોન અસલી હોવા અંગે મૂંઝવણ ઊભી થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એવા દાવા કરવામાં આવી રહ્યાં છે કે ડ્રેસ હીરાથી બનેલો છે જ્યારે કેટલાંક લોકો તેને સ્ટોન અથવા સ્ફટિકનો હોવાનું કહે છે. ડ્રેસ ખરેખર હીરાનો બન્યો હોત તો ટિફની તે અંગે જોરશોરથી પ્રચાર કર્યો હોત એવી પણ દલીલો થઈ રહી છે. પરંતુ ટિફની તો તેને માત્ર જાળીદાર ડ્રેસ તરીકે જ ઓળખાવી રહી છે. ટિફનીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ક્યાંય ડ્રેસ હીરાનો બનેલો હોવાનો ઉલ્લેખ કર્યો નથી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM