દુનિયાભરમાંથી લક્ઝરી વોચીસની ચોરીની એક યાદી તાજેતરમાં બહાર પડી છે, જેમાં એવી હકીકત બહાર આવી છે કે દુનિયામાંથી 1.3 બિલિયન ડોલરથી વધુ કિંમતની કિંમતી ઘડિયાળો ચોરાઈ છે. ધ વોચ રજિસ્ટરના અહેવાલ અનુસાર 2022માં લક્ઝરીસ વોચીસની ચોરીમાં 60 ટકાનો વધારો થયો છે. જેના લીધે ઘડિયાળોના નિર્માતા અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
લંડન સ્થિત કંપની પાસે લગભગ 80,000 ઘડિયાળો ગાયબ થઈ હોવાનો ડેટા છે. જેમાં કહેવાયું છે કે જે ઘડિયાળો ચોરાઈ છે તેમાં 50 ટકા રોલેક્સની ઘડિયાળો છે. ડેટોના, જીએમટી, એઓર ઓયસ્ટર મોડલની ઘડિયાળો સૌથી વધુ ચોરી થાય છે. કેમ કે બજારમાં તેની ડિમાન્ડ સામે સપ્લાય હોય છે. વળી સેકન્ડ માર્કેટમાં પણ તેની કિંમત ઊંચી છે.
ઓમેગાની ઘડિયાળો 7 ટકા સાથે ચોરી થવાના મામલામાં બીજા નંબર પર છે. ત્યાર બાદ બ્રેઈટલિંગ, ટીએજી હ્યુઅર અને કાર્ટિયરનો નંબર આવે છે. આ તમામ બ્રાન્ડની વોચીસ સૌથી વધુ ચોરી થાય છે.
વોચ રજિસ્ટર એ કંપની છે જે ઓક્શન હાઉસના માલિકો, ડીલરોને ચોરીની ઘડિયાળ ઓળખવામાં મદદ કરે છે. પાછલા વર્ષ 2022માં 6,815 ઘડિયાળો ચોરાઈ હોવાનું વોચ રજિસ્ટરના ડેટામાં નોંધાયું છે. જે તેની આગળના 2021ના વર્ષની સરખામણીએ 60 ટકા વધુ છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કાત્યા હિલ્કે કહ્યું કે ઊંચું મૂલ્ય ધરાવતી લક્ઝુરીયસ વોચીસ ગુનેગારોનું ધ્યાન હંમેશા ખેંચે છે, તેથી તેની ચોરી વધારે થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM