DIAMOND CITY NEWS, SURAT
સુરતના એક્સપોર્ટર્સ દ્વારા હાઈવેલ્યુ ગુડ્ઝ એક્સપોર્ટ કર્યાની ક્રેડિટ લિમિટ પૂર્ણ થયા પછી પણ મોકલવામાં આવેલા માલનું કરોડોનું પેમેન્ટ બેન્કિંગ ચેનલથી ડિપોઝિટ નહીં થતાં આવકવેરા વિભાગને હવાલા કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા જાગી છે. વિભાગે આ મામલે મોટા એક્સપોર્ટરને ઈ-મેઇલ મોકલી વિદેશી બાયરો અને પેઢીઓનાં નામ-સરનામાં આવકવેરા વિભાગને મોકલવા જણાવ્યું છે. વિદેશમાં પોતાનાં ઉત્પાદનોનું એક્સપોર્ટ કરનારા એક્સપોટર્સે હવે વિદેશી ખરીદદારોનાં સરનામાં સહિતની વિગતો આવકવેરા વિભાગને આપવાની રહેશે.
વિદેશમાં કોઇ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે તો ત્યાંના રેસિપિયન્ટના સરનામા સહિતની વિગત વિભાગને આપવાની રહેશે. ટેક્સ કલેક્ટ સર્વિસ (ટીસીએસ) હેઠળ આવરી લેવામાં આવતા ટેક્સ માટે રેસિપિયન્ટ પાસેથી નિકાસકારોએ સર્ટિફિકેટ લેવાનું રહેશે. રેસિપિયન્ટે ત્યાંના દેશના રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ એ આ સર્ટિફિકેટને આધારે નક્કી કરી શકાશે. જો રેસિપિયન્ટ ખોટો હશે તો એક્સપોટર્સ વિભાગને સર્ટિફિકેટ બતાવી શકશે.
વધુમાં, ડબલ ટેક્સેશનમાં ઇન્કમ ઉપર જે હાયર ટેક્સ હશે તે આપવાનો રહેશે. કોઈ ઉત્પાદક ભારતનો નિવાસી છે અને વિદેશની કોઇ કંપનીમાં પાર્ટનર છે તો વિદેશની કંપનીમાંથી તેમને જે શેર પ્રોફિટ ભારતમાં મળે છે તેના ઉપર પણ તેમને ટેક્સ ભરવો પડશે. આવકવેરા વિભાગે આ મામલે સ્થાનિક એક્સપોર્ટરની યાદી ડીજીએફટી પાસે પણ માંગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM