મોતીના ઉત્પાદકોએ પર્યાવરણની જાળવણીના પુરાવા રજૂ કરવા પડશે : સીબ્જો કોંગ્રેસનો આઠમો પ્રિ-રિપોર્ટ

જાહેર માંગ અને કાયદા માટે મોતીના ઉત્પાદકોએ પર્યાવરણ અને વિજ્ઞાનના આધારના પુરાવા રાખવા કેમ જરૂરી છે તે બાબત પર આ અહેવાલ જાહેર કરાયો

Pearl producers have to present evidence of environmental protection
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દિવાળીના એક મહિના પહેલાં આગામી ઓક્ટોબર મહિનામાં ભારતના જયપુરમાં સિબ્જો કોંગ્રેસની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયપુરમાં 3 ઓક્ટોબરથી આ કોન્ફરન્સ શરૂ થશે. કોંગ્રેસ પર્વે આઠમો સ્પેશ્યિલ રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે. કેનેથ સ્કારરેટની આગેવાની હેઠળ સીબ્જો પર્લ કમિશન દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે.

જાહેર માંગ અને કાયદા માટે મોતીના ઉત્પાદકોએ પર્યાવરણ અને વિજ્ઞાનના આધારના પુરાવા રાખવા કેમ જરૂરી છે તે બાબત પર આ અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

કેનેથે પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે યુરોપમાં તેની સાથે વેપાર કરતી મોટી અને લિસ્ટેડ સંસ્થાઓને યુરોપિયન સસ્ટેનેબિલિટી રિપોર્ટીંગ સ્ટાન્ડર્ડસ (ઈએસઆરએસ) અપનાવવાથી કેવા ફાયદા થયા છે. તેમજ સ્વૈચ્છિક કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) દાવાઓ વિજ્ઞાન આધારિત પર્યાવરણીય, સામાજિક અને શાસન (ઈએસજી) રિપોર્ટીંગ તરફના સંક્રમણને નોંધપાત્ર રીતે વેગ મળ્યો છે.

હવે કંપનીઓએ લોકોને, ગ્રાહકોને તેમના ઉત્પાદનો પર્યાવરણ અને સમાજ પર કેવી અસર પહોંચાડે છે, તેના નાણાકીય જોખમો અને તકો કેવી ઊભી કરે છે તે અંગે જાણ કરવી પડશે.

મોતી અને જ્વેલરી સેક્ટરના સભ્યોને મદદ કરવા માટે પર્લ કમિશનના નેજા હેઠળ કાર્યરત એક સ્પેશિયલ કમિટી પર્લ સસ્ટેનેબિલિટી ડિપાર્ટમેન્ટ પર કામ કરી રહી છે. જેને સીબ્જો પર્લ ગાઈડમાં ઉમેરવામાં આવનાર છે. નેચરલ અને કલ્ચર્ડ મોતીની સામાજિક, પર્યાવરણીય અને આર્થિક અસર શીર્ષક હેઠળ જયપુરમાં આયોજિત સીબ્જો કોંગ્રેસમાં ચર્ચા કરાશે.

મોતીના ખેડૂતો દરિયાઈ પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે. છીપલાના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે સ્કારરેટ લખે છે કે રિસ્પોનીસબલ પ્લેયર્સ તેમની સામાજિક અને પર્યાવરણીય અસરને સક્રિય રીતે સંચાલિત કરવા માટે ઉત્પાદકોને લાભનો પીછો કરવા અને જોખમો ઘટાડવા માટે આગળ વધી ગયા છે.

છેલ્લાં કેટલાંક સમયમાં એક સમસ્યા ઊભરીને સામે આવી છે. ચોખ્ખા તાજા પાણી અને ખારા પાણીના વાતાવરણમાં માઈક્રોપ્લાસ્ટિક્સ એક મોટી સમસ્યા તરીકે સામે આવ્યા છે. સ્કારરેટે એક અભ્યાસને ટાંકતા કહ્યું કે માઈક્રો પ્લાસ્ટિક્સના સંપર્કમાં બાયોમિનરલ્સના દેખાવ અને બાયોમિરલાઈઝેશન સંબંધિત જમીનોની અભિવ્યક્તિ પર અસર થઈ શકે છે, જે જળચર જીવો માટે નવો સંભવિત ખતરો છે.

આ રિપોર્ટમાં બહેરીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાના મોતી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (જીઆઈએ), સ્વિસ જેમમોલોજિકલ ઈન્સ્ટીટ્યુટ (એસએસઈએફ) અને બહેરીન ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્લ એન્ડ જેમસ્ટોન્સ (જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા)ના ગહન યોગદાનનો પણ સમાવેશ કરાયો છે. તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ ત્રણેય સંસ્થા વિશ્વની ત્રણ અગ્રણી મોતી રિસર્ચ સંસ્થાઓ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS