DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં યુકેમાં બે દિવસીય ટ્રેડ શોનું આયોજન કરાયું હતું, પરંતુ સુરક્ષામાં છીંડાના પગલે આ ઈવેન્ટને પહેલાં દિવસે જ બંધ કરવાની ફરજ પડી હતી. કંપની ઓફ માસ્ટર જ્વેલર્સના 80 પ્રદર્શકો અને તેમના મહેમાનોને મળેલી ધમકીને અવગણી શકાય તેમ નહોતી.
બર્મિંગહામની હિલ્ટન મેટ્રોપોલ હોટેલમાં એન્ટ્રી પાસની ચોરી કરવા અને શોમાં પ્રવેશ મેળવવાના પ્રયાસો થયા બાદ આ ટ્રેડ શોને રદ કરવો પડ્યો હતો. આ ઘટના શોના પહેલાં દિવસે તા. 10 સપ્ટેમ્બરના રોજ બની હતી. બ્રમિંગહામની આ ઘટના શરમજનક છે. ટ્રેડ શો પર નિયંત્રણો લાદવા પડ્યા હતા.
મીડિયા અહેવાલો અનુસાર પ્રદર્શનમાં પોલીસ પેટ્રોલિંગના લીધે પણ પ્રદર્શકો ગભરાયા હતા.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રદર્શકો અને મહેમાનોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવે તે પહેલાં શો ફ્લોરના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું, જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે શો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી રહ્યો છે.
CMJના અધ્યક્ષ માઈકલ એલ્ડ્રિજે કહ્યું, દુર્ભાગ્યવશ અમે ગંભીર સુરક્ષા ભંગને પગલે ઈવેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હોટેલ સ્ટાફ સહિત તમામ પ્રતિભાગીઓ, પ્રદર્શકો અને સ્ટાફની સલામતી અને સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો છે. અમે જાણીએ છીએ કે આ સપ્લાયર્સ અને રિટેલરોને અસુવિધાનું કારણ બનશે અને તમારામાંથી ઘણાએ અગાઉની મુસાફરી અને હોટેલની વ્યવસ્થા કરી હશે, પરંતુ તમારી સલામતી અને સુખાકારી અમારા માટે સર્વોપરી છે અને જોખમને અવગણવા માટે ખૂબ ગંભીર છે. પોલીસની સલાહ લીધા પછી, આ કાર્યવાહીનો સૌથી સલામત માર્ગ છે.
CMJ યુકે અને આયર્લેન્ડમાં 150 થી વધુ રિટેલર સભ્યો સાથે જ્વેલરી અને ઘડિયાળ ખરીદવાનું સૌથી મોટું નિષ્ણાત જૂથ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM