DIAMOND CITY NEWS, SURAT
શ્રાવણ મહિનો શરુ થાય એટલે ઉત્સવોની વણજાર શરુ થાય. ઉત્સવો આવે એટલે ખરીદીઓ થાય અને ખરીદીઓ થાય એટલે વેચાણ થાય અને વધુ વેચાણ થાય તેના માટે લોકો આ સમય દરમ્યાન સેલના વિવિધ પ્રકારો લઇ તમારી સમક્ષ આવે. ઘણા વખતે હમણાં એક નામી બ્રાન્ડે ન્યૂઝ પેપરમાં ફેસ વોશનું સેમ્પલિંગ કર્યું. સેમ્પલિંગ એટલે ફ્રી ટ્રાયલ અને આના દ્વારા પણ લોકોને આકર્ષી શકાય. જો લોકોને તે બ્રાન્ડ વાપરવી ગમે તો તે હંમેશનો ગ્રાહક થઇ જાય. પહેલા પણ સેલ થતા પણ આજે આની જરૂર વધી ગઈ છે તેનું મુખ્ય કારણ, બ્રાન્ડ વધી રહી છે, સ્પર્ધા વધી રહી છે અને તેની સામે લોકોની ખરીદી શક્તિ પણ વધી રહી છે. આથી લોકોને પોતાની બ્રાન્ડ તરફ લાવવા આ વ્યૂહરચના વાપરવામાં આવે છે.
કન્ઝ્યુમર માટે સેલની રાહ જોવાનું કારણ તે કે મનગમતી બ્રાન્ડ સસ્તાં ભાવે મળી જાય અને ક્વૉંટીટીમાં ખરીદી શકાય. કસ્ટમરની આ માનસિક્તાનો લાભ લઈ બ્રાન્ડ પોતાના પ્રૉડક્ટનું વેચાણ વધારવા અને રેવન્યુ ટાર્ગેટ પૂરા કરવામાં સેલનો સહારો લે છે. સેલ તે સેલ્સ પ્રમોશનની વ્યૂહરચનાનો એક હિસ્સો છે. જેવી રીતે વિવિધ વ્યુહરચનાઓ હોય છે વ્યાપારને આગળ વધારવા માટે તેમાં એક છે સેલ્સ વ્યૂહરચના અને તેનો એક ભાગ છે સેલ્સ પ્રમોશનની વ્યૂહરચના. સેલ્સ પ્રમોશનનું કામ છે વેચાણ વધારવાનું, કેવી રીતે વેચાણ વધારી શકાય તેના માટેના અલગ અલગ તરીકાઓ વિચારવાનું અને અમલમાં મૂકવાનું.
એડવર્ટાઇઝિંગ પણ એક પ્રકાર છે પ્રમોશનનો પણ એડવર્ટાઇઝિંગ પ્રમોશન અને સેલ્સ પ્રમોશનમાં થોડો ફરક છે. સેલ્સ પ્રમોશન માટે ચોક્કસ એડવર્ટાઇઝિંગની જરૂર પડે છે કારણ તે લોકો સુધી મેસેજ પહોંચાડવાનું માધ્યમ છે. એડવર્ટાઇઝિંગ પરોક્ષ રીતે કસ્ટમરને મનાવે છે પ્રૉડક્ટ ખરીદવા માટે જ્યારે બીજી તરફ સેલ્સ પ્રમોશન કસ્ટમરને સામેથી ઉત્તેજિત કરે છે સ્ટોરમાં આવવા માટે અને માલ ખરીદવા માટે. એડવર્ટાઇઝિંગનો હેતુ લાંબા ગાળાનો હોય છે જેમ કે, બ્રાન્ડ બિલ્ડિંગ કે પછી કસ્ટમર લોયલ્ટી વધારવી. જ્યારે સેલ્સ પ્રમોશનનો હેતુ ટૂંકા ગાળાનો હોય છે. જેમ કે વેચાણને તુરંત વધારવું. એડવર્ટાઇઝિંગ બ્રાન્ડ વૅલ્યુ વધારવાનું કામ કરે છે, જ્યારે સેલ્સ પ્રમોશન પ્રાઈઝિંગમાં થોડો ઘણો ફરક લાવી કસ્ટમરને પ્રૉડક્ટ વેચવા આકર્ષે છે જે ટૂંકા ગાળાની રમત છે. તેથી કહી શકાય કે સેલ્સ અને એડવર્ટાઇઝિંગ બંને પ્રમોશનના પ્રકાર છે પણ બંનેની અલગ ભૂમિકાઓ છે બ્રાન્ડ ને પ્રમોટ કરવા માટેની.
સેલ્સ પ્રમોશન એક નિર્ધારિત સમય માટે હોય છે, તે હંમેશા માટે ના હોઈ શકે અને તેના પોતાના અમુક લક્ષ્ય હોય છે જેવા કે, માર્કેટ શેર વધારવો, નવા પ્રૉડક્ટ લૉંચ કરવા, જૂની ઇન્વેંટરી ક્લીયર કરવી કે પછી નવા કસ્ટમરને આકર્ષવા માટે. આ ઉપરાંત જે બ્રાન્ડ સેલ્સ પ્રમોશનનો સહારો લે ત્યારે તે સમજવું મહત્વનું છે કે કયા પ્રકારનું પ્રમોશન કરવું છે, ક્યારે કરવું છે અને શા માટે કરવું છે. સેલ્સ પ્રમોશનના અમુક પ્રકારો જોઈયે જે કસ્ટમરને આકર્ષવા અને તેમને તરતજ માલ ખરીદવા પ્રેરિત કરે છે અને બ્રાન્ડ પોતાની જરૂરત પ્રમાણે આ પ્રકારોને ઉપયોગમાં લે છે.
ઉપર જોયું તેમ ફ્રી સૅંપલિંગ – નવા પ્રૉડક્ટને માર્કેટમાં લૉંચ કરવા માટે અથવા હયાત પ્રૉડક્ટને નવા કસ્ટમર બનાવવા માટે આનો સહારો લેવામાં આવે છે. આનાથી કસ્ટમરને મોકો મળે છે જે-તે પ્રૉડક્ટને વાપરવાનો અને પોતાનો મત બાંધવા અને બદલવા માટેનો. બીજું, ફ્રી ગિફ્ટ્સ, આ કસ્ટમરને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંઈક ફ્રી મેળવવું તે વૅલ્યુ એડિશન તરીકે જોવામાં આવે છે અને એક જ દામમાં બે વસ્તુઓ લઈ જવાનો સંતોષ હોય છે. સ્ટોરમાં લોકોને આકર્ષવા પ્રૉડક્ટની સાથે ફ્રી ગિફ્ટને ડિસપ્લે કરવામાં આવે છે જેથી આસાનીથી તે પ્રૉડક્ટ તરફ નજર જાય. કસ્ટમર કૉંટેસ્ટ બીજો એક પ્રકાર છે જેનાથી કસ્ટમર આકર્ષાય છે. કંઈક જીતવાની લાલસા અને ઈચ્છા કસ્ટમરને માલ ખરીદવા પ્રેરે છે. કસ્ટમરની સૌથી માનીતી સેલ્સ પ્રમોશન સ્ટ્રૅટજી એટલે સેલ.
ઉપર જોયું તેમ સેલમાં ખરીદવાથી હું પૈસા બચાવિશ અને મનગમતી બ્રાન્ડ ખરીદીશ. આ વાત કસ્ટમરને આકર્ષે છે. સેલમાં તમને પ્રાઇઝ ડિસકાઉંટ મળશે અથવા બાય 2 ગેટ 3 જેવી ઓફર મળશે અથવા ડિસકાઉંટ કૂપન જે કસ્ટમરને ભવિષ્યની ખરીદી માટે બાંધી લેશે. સામાન્ય શબ્દોમાં સેલ્સ પ્રમોશન વ્યૂહરચનાના વિવિધ પ્રકારોને કસ્ટમર એકજ નામે ઓળખે છે અને તે એટલે સેલ. જ્યારે બ્રાન્ડ સેલ લઈને આવે છે ત્યારે મહત્વનો મુદ્દો તે છે કે કસ્ટમર તેને કેવી રીતે ન્યાય આપે છે. કસ્ટમર તમારા પાછલા સેલના અનુભવે પોતાનો મત બાંધશે અને તમારા આવનારા સેલમાં સહભાગી થશે. જો તેનો અનુભવ ખરાબ હશે, જેમ કે; સ્ટૉક ખરાબ હતો, ઓછો હતો, ડિસકાઉંટ ઓછુ હતું, કમ્યૂનિકેટ જે કર્યું હતું તેના કરતા વિપરીત અનુભવ થવો વગેરે.
તેથી બ્રાન્ડ માટે મહત્વનું છે કે સેલનું પ્લાનિંગ અને લોજિસ્ટિક્સ ડીટેલમાં હોય તથા કસ્ટમરને સેલનો સારો અનુભવ પ્રાપ્ત થાય તેની કાળજી રાખવામાં આવે. વર્ષે એક-બે સેલનો હરેક બ્રાન્ડનો મોટે ભાગે પ્લાન હોય છે પણ તે ઉપરાંત બ્રાન્ડ કે સ્ટોર પ્રસંગોપાત સેલ પણ લાવતા હોય છે. જેવા કે; સિઝનલ સેલ, એનિવર્સરી સેલ, માસિક ઑફર્સ જે અમુક આઇટમ પર હોય, આ પ્રકારના રીકરિંગ સેલ કસ્ટમરને તમારા સ્ટોરમાં કે બ્રાન્ડ સાથે સતત સંપર્કમાં રાખશે અને તેમને માલ ખરીદવાના અવસરો આપશે. બ્રાન્ડ માટે બીજી મહત્વની વાત યાદ રાખવાની તે કે જ્યારે પણ તે સેલ પ્લાન કરે કે વિવિધ સમયે પ્લાન કરે ત્યારે પોતાની બ્રાન્ડ ડિસકાઉન્ટેડ બ્રાન્ડ કે સેલ સ્પેસિફિક બ્રાન્ડ છે તેવી છાપ ના પડે. કારણ કન્ઝ્યુમર આવી બ્રાન્ડ સાથે પોતાનો સંબંધ નહી બાંધે. કન્ઝ્યુમરને બ્રાન્ડ વાપરવાનો શોખ છે અને તેથી તે સેલમાંથી બ્રાન્ડ ખરીદશે જેથી તે પૈસા બચાવી શકે. પરંતુ જો બ્રાન્ડ હંમેશા સેલમાં હશે તો તેનાથી દૂર રહેશે કારણ કે તે બ્રાન્ડ વાપરવાથી તેની ઇમેજ પણ ખરડાશે કે આ વ્યક્તિ સેલનો માલ વાપરનાર વ્યક્તિ છે. તેથી બ્રાન્ડે આની ખાસ કાળજી રાખવી જોઈયે કે પોતે સેલ બ્રાન્ડ ના બની બેસે. જ્યારે બ્રાન્ડ કે સ્ટોર સેલ પ્લાન કરે ત્યારે ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મોમેંટમ, તમારો સેલ પ્લાન કરો તેના 8-10 દિવસ પહેલા કૅંપેન રિલિઝ કરો અને લોકોને સેલથી માહિતગાર કરો. આનાથી કસ્ટમરમાં તાલાવેલી ઊભી કરો સેલ માટે. બીજું, સ્કેરસીટી ઊભી કરો અર્થાત્ સેલની અવધિ નક્કી કરો કે અમુક તારીખથી અમુક તારીખ સુધી કે અમુક દિવસો જ ડિસકાઉંટ આપવામાં આવશે.
સૌથી છેલ્લું અને મહત્વનું પાસું એટલે ક્રેડિબિલિટી અર્થાત્ વિશ્વસનીયતા; તમે જે દિવસે સેલ બંધ કરવાનું નક્કી કર્યું હોય તે દિવસે તેને બંધ કરો. ગમે એવા મોટા કારણો આવે સેલ પાછો શરૂ ન કરો. કસ્ટમરને અફસોસ થવા દો કે તેમણે સેલનો લાભ ન ઉઠાવ્યો. સેલ્સ પ્રમોશન જો વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવે તો બ્રાન્ડને રેવન્યુ ગ્રોથ સાથે બ્રાન્ડ બિલ્ડિંગની અને કસ્ટમર એક્વીઝીશનની તક પણ પુરી પાડે છે. આમ, સેલ વેપારી અને ગ્રાહક બંને માટે ઉત્સવનું વાતાવરણ સર્જે છે જેનો લાભ બંને મ્હાણે છે. તો ચાલો સેલની યાદી બનાવો અને નીકળી પડો ઉત્સવની ખરીદી કરવા.
સેલ્સ પ્રમોશનના અમુક પ્રકારો જોઈયે જે કસ્ટમરને આકર્ષવા અને તેમને તરતજ માલ ખરીદવા પ્રેરિત કરે છે અને બ્રાન્ડ પોતાની જરૂરત પ્રમાણે આ પ્રકારોને ઉપયોગમાં લે છે. ઉપર જોયુ તેમ ફ્રી સૅંપલિંગ – નવા પ્રૉડક્ટને માર્કેટમાં લૉંચ કરવા માટે અથવા હયાત પ્રૉડક્ટને નવા કસ્ટમર બનાવવા માટે આનો સહારો લેવામાં આવે છે. આનાથી કસ્ટમરને મોકો મળે છે જે-તે પ્રૉડક્ટને વાપરવાનો અને પોતાનો મત બાંધવા અને બદલવા માટેનો. બીજું, ફ્રી ગિફ્ટ્સ, આ કસ્ટમરને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંઈક ફ્રી મેળવવું તે વૅલ્યુ એડિશન તરીકે જોવામાં આવે છે અને એકજ દામમાં બે વસ્તુઓ લઈ જવાનો સંતોષ હોય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM