DIAMOND CITY NEWS, SURAT
પંજાબના લગનો જગવિખ્યાત હોય છે. પંજાબમાં લગ્નો ભવ્ય હોય છે. ડાન્સ, મસ્તી બધુ જ જોવા મળે. પંજાબીના લગ્નોની એક પરંપરા કાલીરાની પણ છે. જ્યારે નવવધુ કાલીરા પહેરતી હોય છે. આ કાલીરાનું ખૂબ મહત્ત્વ હોય છે. કહેવાય છે કે કાલીરા દુલ્હન પાછળની તરફ ફેંકે અને તે જેની પર પડે તેના લગ્ન નજીકના ભવિષ્યમાં નક્કી થતાં હોય છે. હવે આ કાલીરા એક પ્રકારે પરિવારજનોના આર્શીવાદ હોય છે. જે દુલ્હનને આપવામાં આવે છે. પરંપરાગત રીતે તે સોનાના હોય છે, પરંતુ બદલતાં સમય સાથે કાલીરા પણ બદલાયા છે.
પરંપરાગત રીતે કાલીરા બંગડીમાં લટકાવવામાં આવે છે. તેને હાથના કાંડા પર સજાવવામાં આવે છે. તે પાંદડા જેવા આકારના હોય છે. જેને સુવ્યવસ્થિત રીતે બંગડી સાથે ફીટ કરી લટકતા રાખવામાં આવે છે. આ પાંદડા આકારના કાલીરા લટકતા હોવાથી એકબીજા સાથે ટકરાય છે અને તેનાથી મધુર ધ્વનિ ઉદ્દભવે છે. જે લગ્નના માહોલને વધુ ધ્વનિપ્રિય બનાવે છે.
ભારતીય અભિનેત્રીઓ આલિયા ભટ્ટ, અથિયા શેટ્ટી, કિયારા અડવાણી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અલાના પાંડેના આ વર્ષે લગ્ન થયા. આ તમામ અભિનેત્રીઓ માટે મૃણાલિની ચંદ્રાએ કાલીરા ડિઝાઈન કર્યા હતા.
મૃણાલિનીએ કહ્યું કે, કાલીરાનો ઉપયોગ માત્ર પંજાબી લગ્નોમાં જ કરવામાં આવતો હોય એવું નથી. 80 ટકા કિસ્સામાં કાલીરા બિનપંજાબી દુલ્હનો ડિમાન્ડ કરી રહી છે. દરેક દુલ્હન હવે કાલીરા માંગે છે. કારણ કે સૌથી વધુ આકર્ષક અને નજરે પડતી જ્વેલરી છે. તે લગ્નમાં સૌ કોઈનું ધ્યાન ખેંચતું હોય છે. કાલીરા વરમાળા દરમિયાન દુલ્હનના ચહેરાને ઢાંકે છે અને જ્યારે દુલ્હન અભિવાદન અથવા પ્રાર્થના કરે ત્યારે તેના હાથમાં પહેરી શકે છે.
હાથમાં પહેર્યા હોય ત્યારે લટકતા હોવાના લીધે તેની મૂવમેન્ટ બધાનું ધ્યાન ખેંચે છે. તે જ કારણ છે કે આધુનિક જમાનામાં દુલ્હનો સભાનતાપૂર્વક કાલીરા સાથે અનુકૂળ થવામાં વધુ ધ્યાન આપે છે. ચંદ્રા કહે છે કે, કાલીરા એક માત્ર એવો દાગીનો છે જે દુલ્હન વિના કોઈ સંકોચ પહેરી શકે છે અને તેને પર્સનલાઈઝ્ડ પણ કરી શકે છે.
કાલીરાઓની ઉત્તપત્તિ
લોકકથાઓ અનુસાર દુલ્હનના કાંડા પર કાલીરાનો શણગારની પ્રથા સદીઓ પહેલાં પંજાબમાં શરૂ થઈ હતી. પહેલાં દુલ્હનોને પોતાના ઘરથી સાસરા સુધી લાંબું અંતર કાપવું પડતું હતું. કાલીરા મુખ્યત્વે લાંબી યાત્રા દરમિયાન દુલ્હનને નાસ્તો મળી રહે તે માટે બનાવાયા હતા. કાલીરા પર સૂકા મેવા લટકાવવામાં આવતા હતા.
તાજેતરના વર્ષોમાં આ સહાયક દાગીનાને નવા હેતુ સાથે જોવામાં આવે છે. હવે કાલીરા આર્શીવાદ મેળવવા માટેનો દાગીનો બન્યો છે. કેટલાંક ઉત્તર ભારતીય પરિવારોની સંસ્કૃતિમાં કાલીરા સમારોહ દરમિયાનન દુલ્હનના નજીકના સંબંધીઓ, મિત્રો તેને ભાગ્યના પ્રતિક તરીકે જુએ છે. પરિવારજનો દુલ્હનની બંગીડમાં કાલીરાના એક એક ટ્રિંકેટ બાંધે છે.
આધુનિક દુલ્હન માટે કાલીરાનું શું મહત્ત્વ છે
21મી સદીની દુલ્હનનો પોતાની લવસ્ટોરી લોકોને કહેવા માટે પારંપરિક કાલીરાનો ઉપયોગ કરે છે. ચંદ્રાએ કહ્યું કે, પિત્તળ મિશ્રિત ધાતુથી બનેલા પારંપરિક છત્રી અથવા કાગળ જેવા પાતળા પાંદડાને બદલે આલિયા ભટ્ટે વાદળો, સૂર્યમુખી, પતંગિયા અને વ્હાઈટ ગોલ્ડની વરખના કાલીરા બનાવડાવ્યા હતા. એવી તમામ નાની નાની વસ્તુઓ જે તેને ખુશી આપતી હતી તેને આલિયાએ કાલીરામાં સમાવી લીધી હતી.
ચંદ્રાએ કહ્યું, બીજી તરફ કિયારા અડવાણીએ હાલમાં ટ્રેન્ડમાં ચાલતા મલ્ટી ડોમ કાલિરાઓ પસંદ કર્યા હતા. આ કપલના નામના પહેલાં બે અક્ષરો તેની પર કોતરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પાલતું ડોગ ઓસ્કરનું પ્રતિનિધિત્વ કરતું એક નાનકડું ચિત્ર પણ તેમાં દોરવામાં આવ્યું હતું.
ચંદ્રાએ વધુમાં કહ્યું કે, કાલિરાઓનું વૈવિધ્યપણું અંતહીન હોઈ શકે છે. ક્યારેક ક્યારેક વર અને વધુ બંને કાલીરાની ડિઝાઈન પસંદ કરવાની પ્રક્રિયામાં સામેલ થાય છે. કેમ કે તેઓ ઈચ્છે છે કે ટ્રિંકેટ એટલે કે કાલીરાના પાંદડા તેમની લવસ્ટોરી બ્યાન કરે. જેમ કે તેઓ કેવી રીતે પહેલીવાાર મળ્યા, પ્રેમમાં ક્યારે પડ્યા. તે બધી જ સ્ટોરી કાલીરાના માધ્યમથી લોકોને કહેવામાં આવે.
કાલીરા બાંધવાની રસમ દરમિયાન એક મજેદાર લોકપ્રિય પરંપરામાં દુલ્હન પોતાના નસીબને ચમકાવવા માટે પોતાના અવિવાહિત મિત્રો અને પરિવારના સભ્યો પર કાલીરાની લાંબી લટકણિયા ફેંકે છે. તેનો એક માત્ર હેતુ એ જ હોય છે કે અમે કાલીરાના નીચેના ભાગમાં વર અને વધુના નામના પહેલાં અક્ષરોના શિલાલેખ સાથે નાના નાના રૂપાંકનો એક વિશેષ ખંડ સાથે જોડવામાં આવે છે. તેના મિત્રો પણ અલગ હોય છે. જે કાલીરાના સ્મૃતિ ચિન્હના રૂપમાં આવરી લેવાય છે.
ચંદ્રાએ આ સાથે પર્સનલાઈઝ્ડ કરાતા કાલીરાની પણ વાત કરી. ચંદ્રાએ કહ્યું લોકોમાં કસ્ટમાઈઝ કરેલા કાલિરાઓ લોકપ્રિય બન્યા છે. એક ઝેન-ઝેડ દુલ્હને લગ્નમાં ઓછામાં ઓછા ઘરેણાં પહેરવાનું પસંદ કર્યું પરંતુ તેણીએ કાલિરાનો આગ્રહ રાખ્યો. અલાના પાંડે નામના ફેશન ઈન્ફ્લુએન્ઝર (અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન) એ આ વર્ષની શરૂઆતમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને અમેરિકન ડિરેક્ટર આઈવર મેકક્રે સાથે લગ્ન કર્યા.
અલાના પાંડેએ તેના લગ્નના દિવસે કાલિરાઓને તેના મોતીથી જડેલા સફેદ લહેંગા સાથે પહેરવાનું પસંદ કર્યું. વેસ્ટર્ન વેડિંગ ગાઉન પ્રકારની સિલુએટ જેવો નરમ સફેદ લહેંગો અલાનાએ પહેર્યો હતો. અલાનાએ હાથમાં દાગીના પહેર્યા નહોતા. પરંતુ તે કાલિરા પહેરવા ઉત્સુક હતી. અલાના કાલિરા પહેરી કંઈક જાદૂ વિખેરવા માંગતી હતી. તેથી અમે કાલિરાઓને પરી, ડસ્ટ અને પતંગિયા જેવા દેખાતા મોટિફ સાથે બનાવ્યા હતા. ચંદ્રા યાદ કરતા કહે છે કે ઝેન-ઝેડ બ્રાઈડ્સ પણ આ પરંપરાગત કાલિરાને પ્રેમ કરે છે તે જોવું અમારા માટે આશ્વસનરૂપ છે.
ગોલ્ડન મોટિફ સાથે લવસ્ટોરીઝનું વર્ણન
કાલિરાના કસ્ટમાઈઝેસન ક્ષેત્રમાં વધતી ડિમાન્ડના પગલે હવે ડિઝાઈનર્સ પણ નવા પ્રયોગો કરી રહ્યાં છે. બેસ્પોક કાલિરાની સારી રીતે બૅલેન્સ જોડી બનાવવા માટે ડિઝાઈનર્સ વજનને સંતુલિત કરવા માટે ચાંદીના એલોય અથવા સ્ટર્લિંગ સિલ્વરનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ દુલ્હનના જોડાં સાથે મેળ ખાતા રંગ મેળવવા માટે સોનાના વિવિધ કેરેટમાં પાંદડા જેવા ટ્રિકેટ બનાવે છે. આ સાથે ડિઝાઈનર્સ દુલ્હાના વસ્ત્રો સાથે પણ કાલિરાને મેચ કરે છે. ચંદ્રા કહે છે રાજસ્થાનના મિનાકારી અને સુવર્ણના કારીગરો પર આધાર રાખે છે જેથી તેઓ ડિઝાઈન કરે તેવા કાલિરાને એક સાથે બનાવી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM