DIAMOND CITY NEWS, SURAT
દક્ષિણ ભારતની જાણીતી જ્વેલરી કંપની વૈભવ જેમ્સ એન્ડ જ્વેલર્સ હવે શેરબજારમાં પ્રવેશી રહી છે. આ જ્વેલરી કંપનીનું નામ મનોજ વૈભવ ”એન” જ્વેલર્સ છે, પરંતુ તે પ્રાદેશિક સ્તરે વૈભવ જ્વેલર્સ તરીકે વધુ જાણીતી છે. આ જ્વેલરી કંપનીએ રૂપિયા 270.20 કરોડનું ફંડ ભેગુ કરવા માટે આઈપીઓની જાહેરાત કરી છે. તેના માટે કંપનીએ અરજી પણ કરી દીધી છે. કંપની 8 નવા શો રૂમ ખોલવા માટે અને કોમન કોર્પોરેટ ઉદ્દેશ પુરા કરવા માટે આ આઈપીઓ લાવી રહી છે. આઈપીઓના ફંડમાંથી કંપની નવા 8 શો રૂમ શરૂ કરશે.
ભરત મલ્લિકા રત્નકુમારી ગ્રાંધી અને તેમની દીકરી ગ્રાંધી સાઈ કીર્તનના નેતૃત્વમાં વૈભવ જ્વેલર્સ કંપની આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં 13 શોરૂમ સાથે હાઈપરલોકલ જ્વેલરી રિટેલ ચેઈન ધરાવે છે. કંપની આ બે રાજ્યોના માઈક્રો માર્કેટના તમામ આર્થિક સેક્ટરને જ્વેલરી પુરી પાડે છે. તેમની પાસે મજબૂત ગ્રામીણ બજાર છે. શહેરોમાં પણ કમિટેડ કસ્ટમર બેઝ છે.
કંપનીએ જણાવ્યું હતું કે, તેમની સ્પર્ધાત્મક શક્તિઓના લીધે હાઈપરલોકલ રિટેલ સ્ટ્રેટજીને લીધે ટોચની લોકલ રિજનલ બ્રાન્ડ બની શકી છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં તેમનો પ્રારંભિક મૂવર લાભ અને તેના ગ્રામીણ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના લીધે વ્યવસાયને મજબૂત કરવામાં આવ્યો છે.
આઈપીઓમાં 9,767,442 શેરના નવા ઇશ્યુ અને 2,800,000 શેરના સેલ્સની ઓફરનો સમાવેશ થાય છે. ઇશ્યુની કિંમત ઈક્વિટિ શેર દીઠ રૂપિયા 204ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે. આઈપીઓના સબક્રિપ્શન 22મી સપ્ટેમ્બર 2023ના રોજ ખુલ્યા છે, જે 26 સપ્ટેમ્બરે બંધ થયા હતા. શેર એનએસઈ અને બીએસઈ પર 5મી ઓક્ટોબરના લિસ્ટ થાય તેવી અપેક્ષા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM