DIAMOND CITY NEWS, SURAT
સામાન્યપણે સપ્ટેમ્બર મહિનો હીરા ઉદ્યોગ માટે વ્યસત સમય હોવો જોઈએ. અત્યાર સુધીમાં હોલસેલના વેપારીઓ અને ડીલરો તેમના સમર વૅકેશનને માણીને બજારમાં પાછા ફરતા હોય છે. જ્વેલર્સ તહેવારોની મોસમની તૈયારી કરતા હોવાથી વેપારમાં વધારો થવો જોઈએ. રિટેલર્સના ઓર્ડર સામાન્ય રીતે પોલિશ્ડ અને રફ માર્કેટમાં વ્યાપારિક પ્રવૃત્તિને વેગ આપે છે.
જોકે, વર્ષ 2023 દરમિયાન હીરનો વેપાર ધીમો પડ્યો છે. ઉદ્યોગ ગયા વર્ષની સરખામણીએ નીચલા સ્તરે રહ્યો છે. જ્વેલરીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જ્વેલર્સ તેમના ઈન્વેન્ટરી મેનેજમેન્ટમાં વધુ સાવચેત બન્યા છે અને તેઓ ઈન્વેન્ટરીમાં રાખેલા માલના મિશ્રણમાં ફેરફાર કરી રહ્યાં છે, જેના પરિણામે હીરાના ઓર્ડર ઓછા થયા છે.
વર્ષ 2023માં ઈન્વેન્ટરી ખરીદીમાંથી પુલબેકમાં ફાળો આપનારા ઘણા પરિબળોમાં તેનો સમાવેશ થાય છે. સિગનેટ જ્વેલર્સના મેનેજમેન્ટે કંપનીના તાજેતરના બીજા ક્વાર્ટરની કમાણી કોન્ફરન્સ કોલ દરમિયાન તેના ઈન્વેન્ટરી મેનેજમેન્ટ માટે વધુ કાર્યક્ષમ અભિગમ પર ભાર મૂક્યો હતો. કોન્ફરન્સ કોલમાં સિગ્નેટના મુખ્ય નાણાકીય સ્ટ્રેટજી અને સેવા અધિકારી જોન હિલ્સને સમજાવ્યું હતું કે, કંપની યોગ્ય સ્થાને અને યોગ્ય સમયે યોગ્ય વર્ગીકરણ તરફ માર્ગદર્શન આપવા માટે એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે.
બીજા ક્વાર્ટરના અંતે 29 જુલાઈના રોજ સિગ્નેટનું મૂલ્ય 2.1 બિલિયન ડોલર હતું. જે એક વર્ષ અગાઉ 4 ટકા ઓછું હતું. બ્લુ નાઈલને બાદ કરતા જે તેણે ઓગસ્ટ 2022માં હસ્તગત કરી હતી. ઈન્વેન્ટરી એક વર્ષ અગાઉની સરખામણીએ 8 ટકા નીચી હતી. તે રોગચાળા પહેલાંના સ્તરો કરતા 20 ટકા નીચી હોવાનો કંપનીએ અહેવાલ આપ્યો હતો. સિગનેટની ઈન્વેન્ટરી તહેવારોની મોસમ પહેલાં ત્રીજા ક્વાર્ટરમાં ટોચ પર પહોંચે છે. (ગ્રાફ જુઓ)
સિગ્નેટ જ્વેલર્સ દ્વારા પ્રકાશિત કમાણીના અહેવાલોના આધારે. રિપોર્ટિંગ સમયગાળો એ નાણાંકીય વર્ષ છે જે 31 જાન્યુઆરીના રોજ સમાપ્ત થાય છે.
હિલ્સના અહેવાલ અનુસાર કંપનીનું ઈન્વેન્ટરી ટર્નઓવર દર વર્ષે 1.4 ગણું છે. જે તેના રોગચાળા પહેલાંના દર કરતા 40 ટકા વધુ સારું છે. ધ એજ રિટેલ એકેડેમીના બિઝનેસ ડેવલપમેન્ટના ડિરેક્ટર શેરી સ્મિથે આ વર્ષની શરૂઆતમાં એક મુલાકાતમાં રેપાપોર્ટ ન્યુઝને જણાવ્યું હતું કે, ઉદ્યોગ માટે સૂચિત ટાર્ગેટ દર વર્ષે એક સંપૂર્ણ ચક્ર છે.
2023માં સ્વતંત્ર જ્વેલર્સમાં સ્ટોક ટર્ન લગભગ 0.8 ટકા રહ્યો છે. તેણીએ સપ્ટેમ્બરમાં ધ એજ રિટેલ એકેડમીના તાજેતરના ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો હતો. સ્વતંત્ર લોકોમાં ઈન્વેન્ટરી 6 ટકા નીચી છે. જે રિટેલરો ખરીદતાં નથી તેની સાથે સંરેખિત છે એમ તેણીએ ઉમેર્યું હતું.
ઓછું વેચાણ
સિગ્નેટ બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વધુ કાર્યક્ષમતા માટે ધ્યેય રાખે છે ત્યારે રિટેલરો મંદી દરમિયાન ઈન્વેન્ટરી પ્રત્યેના તેમના અભિગમનું પુનઃમુલ્યાંકન કરે છે.
કોવિડ-19થી બજાર ફરી ખુલ્યું ત્યારે જ્વેલર્સે આક્રમક રીતે ખરીદી કરી હતી અને 2021 અને 2022માં મજબુત રિક્વરીને વેગ મળ્યો હતો, તેથી જ્યારે 2023ની શરૂઆતમાં બજાર ધીમું પડ્યું ત્યારે રિટલ જ્વેલર્સ પાસે જરૂરિયાત કરતા વધારે સ્ટોક હતો.
યુએસની આર્થિક સાવચેતી અને ચીનમાં કોવિડ-19ની અપેક્ષિત કરતા ધીમા રિબાઉન્ડ વચ્ચે 2023માં ડાયમંડ જ્વેલરીના વેચાણમાં ઘટાડો થયો છે. વેચાણમાં ઘટાડો થતાં જ્વેલર્સને ઓછી ઈન્વેન્ટરીની જરૂર પડે છે, પરંતુ આ વર્ષે રિટેલ સેલ્સમાં કેટલો ઘટાડો થયો છે?
સિગ્નેટ જ્વેલર્સે અહેવાલ આપ્યો છે કે 29 જુલાઈ 2023ના રોજ પુરા થયેલા છ મહિના દરમિયાન આવક વાર્ષિક ધોરણે 9 ટકા ઘટીને 3.28 બિલિયન ડોલર થઈ છે. (ગ્રાફ જુઓ) છ મહિના દરમિયાન બ્રિલિયન્ટ અર્થે વેચાણની ધાર 0.4 ટકા ઘટીને 207.9 મિલિયન ડોલર થઈ.
યુએસ માર્કેટના અંદાજિત 10 ટકા હિસ્સા સાથે સિગનેટ બાકીના ઉદ્યોગ માટે એલાર્મ બેલ સમાન છે. કંપની અપેક્ષા રાખે છે કે તેનું સંપૂર્ણ વર્ષનું વેચાણ 7.1 બિલિયન ડોલર અને 7.3 બિલિયન ડોલર છે અથવા ગયા વર્ષના 7 ટકાથી 10 ટકાની વચ્ચે પહોંચશે. કન્ઝ્યુમર એક્સપેન્સ પર મેક્રોઈકોનોમિક પરિબળોની અસર અને ગ્રાહક વિવેકથી ખર્ચમાં સતત ફેરફારને કારણે છે એમ મેનેજમેન્ટ સમજાવે છે.
સિગ્નેટ જ્વેલર્સ દ્વારા પ્રકાશિત કમાણીના અહેવાલોના આધારે. રિપોર્ટિંગ સમયગાળો એ નાણાકીય વર્ષ છે જે 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.
તે ઉદ્યોગની વ્યાપક અપેક્ષાઓ સાથે મેળ ખાતું હોવું જોઈએ. કારણ કે રેપાપોર્ટ યુએસમાં જ્વેલરીનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 5 ટકાથી 10 ટકા જેટલું ઓછું ઘટે તેવી ધારણા રાખે છે. એજ રિટેલ એકેડમી જેમની સાથે કામ કરે છે તેવા સ્વતંત્ર સંસ્થા, લોકો પણ તેવું માને છે. હીરાના કુલ વેચાણમાં ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 10 ટકા ઘટાડો થયો હતો, જે મહિના દરમિયાન યુનિટના વેચાણમાં 6 ટકા ઘટાડો થયો હતો એમ સ્મિથે અહેવાલ આપ્યો હતો.
આર્થિક સાવધાની
આ ઘટાડો મોટે ભાગે આર્થિક સાવધાનીથી થયો છે, જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને શોપિંગના ટ્રેન્ડને સતત અસર કરે છે.
કોન્ફરન્સ બોર્ડે અહેવાલ આપ્યો છે કે ઓગસ્ટમાં યુએસ ગ્રાહકોના કોન્ફીડન્સમાં ઘટાડો થયો હતો, જે ખાસ કરીને કરિયાણા અને ગેસોલિનની વધતી કિંમતો અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. જુલાઈથી જૂથનો ઈન્ડેક્સ 7 ટકા ઘટ્યો હતો, જેમાં પુલબેક 100,000 ડોલરથી વધુ વાર્ષિક આવક ધરાવતા અને 50,000 ડોલરથી ઓછી આવક ધરાવતા પરિવારોમાં સૌથી વધુ નોંધપાત્ર છે. કોન્ફરન્સ બોર્ડે જણાવ્યું હતં કે, 50,000 ડોલર અને 100,000 ડોલરની વચ્ચેના ગ્રાહકોમાં કોન્ફિડન્સ જળવાયેલો રહ્યો હતો. તે સ્થિર રહ્યો હતો.
માર્ચ 2022થી જુલાઈ 2023 દરમિયન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાના પગલે ફુગાવો હળવો થયો ત્યારે જૂન અને જુલાઈમાં તે ક્લિયર રિબાઉન્ડને ફોલો કરે છે. ઓગસ્ટમાં ફુગાવો 3.3 ટકા હતો. હજુ પણ ફેડરલ રિઝર્વના 2 ટકા ટાર્ગેટથી તે ઉપર છે.
ઓગસ્ટમાં સેન્ટિમેન્ટની સ્લાઈડ બિનજરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ કરવા અંગે ગ્રાહકની ચિંતાને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને જો તેઓએ એલિવેટેડ વ્યાજ દરે ક્રેડિટ પર ચુકવણી કરવી પડશે.
જીવનનિર્વાહ અને ધિરાણના ખર્ચમાં વધારો થયો છે, જે આવકને દબાવી દે છે. જેના કારણે સરેરાશ પરિવાર અતિશય વિવેકાધીન ખર્ચથી દૂર રહે છે અથવા નીચા ભાવ બિન્દુઓ તરફ વળે છે.
સિગ્નેટે બીજા ક્વાર્ટર દરમિયાન ઓછી મોંઘી વસ્તુઓ ખાસ કરીને ફેશન જ્વેલરીમાં વધારો નોંધ્યો હતો. ઓર્ગેનિક બેનરો માટે તેનું સરેરાશ ટ્રાન્ઝેક્શન વેલ્યુ લાઈક ફોર લાઈક ધોરણે નીચું હતું. મુખ્યત્વે ઉત્પાદન મિશ્રણ અને એન્ગેજમેન્ટ રિંગની ડિમાન્ડમાં નરમાઈને લીધે. તેના બ્રાઈડલ સેગમેન્ટને અસર કરે છે, જ્યારે ત્રિમાસિક ગાળા દરમિયાન વ્યવહારોનું પ્રમાણ 13 ટકા ઘટ્યું હતું એમ સિગ્નેટ અહેવાલ આપે છે.
ઉત્તર અમેરિકામાં ઝવેરીનું એકંદર સરેરાશ વ્યવહાર મૂલ્ય વાર્ષિક ધોરણે 4.8 ટકાથી વધીને 565 ડોલર થયું છે, જે તેના બ્લુ નાઈલના સંપાદનથી વધ્યું છે. બ્રિલિયન્ટ અર્થ પર સરેરાશ ઓર્ડરની કિંમત 16 ટકા ઘટીને 2,571 ડોલર થઈ છે. જ્યારે સેલ્સ વોલ્યુમ બીજા ક્વાર્ટર દરમિયાન 21 ટકા વધીને 42,849 ઓર્ડર થઈ ગયો છે.
લેબગ્રોન ઈન ધ મિક્સ
સિગ્નેટના સીઈઓ ગિના ડ્રોસોસે જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં ઉત્પાદિત ડાયમંડ ગ્રાહકોમાં આકર્ષણ જમાવી રહ્યાં છે. કારણ કે તેઓ ગ્રાહકોને સસ્તા ડાયમંડ ઉપલબ્ધ કરાવે છે. ખાસ કરીને મેક્રો ઈકોનોમિક વાતાવરણમાં જે આપણે આપણી જાતને શોધીએ છીએ.
સિન્થેટીક્સનું વેચાણ સિગ્નેટના ડાયમંડના મિશ્રણની મધ્ય ટોન ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. અને તે સરેરાશ કુદરતી હીરા કરતા વધુ માર્જિન અને ટ્રાન્ઝેક્શન મૂલ્ય ધરાવે છે.
યુઝર્સ કે જેઓ ઘણીવાર બજેટને ધ્યાનમાં રાખીને આવે છે તેઓ ઉચ્ચ કદ અથવા ઉચ્ચ ગુણવત્તાવાળા લેબ નિર્મિત ડાયમંડનો વેપાર કરે છે, જે તેમને વધુ સુંદર દેખાવ આપે છે એમ તેણીએ સમજાવ્યું હતું.
ટ્રેન્ડ એનાલિટિક્સ કંપની ટેનોરિસના કો ફાઉન્ડર એદાહ ગોલાનના જણાવ્યા અનુસાર જુલાઈ દરમિયન યુએસમાં વિશિષ્ટ જ્વેલર્સ દ્વારા વેચવામાં આવેલા લુઝ હીરાના 50 ટકા અને સેટ ડાયમંડ જ્વેલરીનો લગભગ 6.5 ટકા હિસ્સો લેબગ્રોન ડાયમંડે હસ્તગત કર્યો હતો.
જ્યારે બ્રિલિયન્ટ અર્થની કુલ ઈન્વેન્ટરી વર્ષની શરૂઆતથી સપાટ રહી છે ત્યારે તેનો લુઝ ડાયમંડનો સ્ટોક 30 જુન સુધીમાં 3 ટકા ઘટીને 11.5 મિલિયન ડોલર થઈ ગયો છે, જે અન્ય પ્રોડક્ટ લાઈનોમાં થોડો ફેરફાર થવાનો સંકેત આપે છે, તેની સુંદર દાગીનાની ઈન્વેન્ટરી 2 ટકા વધીને 28.3 મિલિયન ડોલર થઈ છે.
ચીનમાં સોનાનો ઘસારો
દરમિયાન ચીનમાં ડાયમંડ જ્વેલરીનું વેચાણ ખાસ કરીને ઊંચી કિંમતોની કેટેગરીમાં ડાઉન ટ્રેન્ડ પર રહ્યું હતું. હોંગકોંગ સ્થિત જ્વેલરી કંપની ચાઉ સાંગ સાંગે અહેવાલ આપ્યો હતો કે જાન્યુઆરીમાં મેઈનલેન્ડ ચાઈનામાં કોવિડ-19 પ્રતિબંધો હટાવ્યા બાદ વર્ષના પ્રથમ છ મહિનામાં જૂથની આવક વાર્ષિક ધોરણે 31 ટકા વધીને હોંગકોંગ ડોલર 12.67 બિલિયન ડોલર એટલે કે 1.61 બિલિયન ડોલર થઈ છે.
સોનાના આભુષણો અને દાગીનાની મજબૂત માંગને લીધે વૃદ્ધિ ચાલુ રહી હતી, જેના માટે ચીનમાં વેચાણ 26 ટકા અને હોંગકોંગ અને મકાઉમાં 78 ટકા વધ્યું હતું. ચાઉ સાંગ સાંગે તેના વોચીઝ સેગમેન્ટમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે ચીનમાં જેમ સેટ જ્વેલરીનું વેચાણ 18 ટકા ઘટ્યું હતું અને હોંગકોંગ અને મકાઉમાં 34 ટકા વધ્યું હતું. ગ્રુપની રિટેલ આવકમાં ચીનનો હિસ્સો 68 ટકા છે, જેમાં સોનાના ઉત્પાદનો ચીનમાં કુલ 78 ટકા અને હોંગકોંગ મકાઉમાં 70 ટકા છે.
એ જ રીતે ચાઉ તાઈ ફૂકનું મેઈન લેન્ડના ચીનમાં સોનાના ઉત્પાદનો અને દાગીનાનું વેચાણ 30 જૂન 2023ના રોજ પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં 10 ટકા વધ્યું હતું, જ્યારે જેમ સેટ જ્વેલરી 4.1 ટકા ઘટી હતી.
ઓછી અપેક્ષા
હીરાનો વેપાર મહત્વપૂર્ણ પૂર્વ સિઝન ત્રીજા ક્વાર્ટર દરમિયાન ચાલું રહ્યો છે. ડીલરો અને ઉત્પાદકોએ તેમની અપેક્ષાઓ ઓછી કરી છે. કારણ કે રિટેલ જ્વેલર્સ તેમની ડાયમંડની ખરીદી પર રોક લગાવી રહ્યાં છે.
સપ્ટેમ્બરમાં રેપનેટ પર લિસ્ટેડ 1.7 મિલિયન સ્ટોન્સ સાથે મિડસ્ટ્રીમ ઈન્વેન્ટરી ઊંચી રહી છે. તે વર્ષની શરૂઆતમાં નોંધાયેલા સ્તરથી માત્ર 3.1 ટકા નીચું છે તેમ છતાં ઉત્પાદકોએ તેમની રફ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ડી બિયર્સે ઓગસ્ટમાં માત્ર 370 મિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું અને રેપાપોર્ટની ગણતરી મુજબ વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન તેનું રફ વેચાણ વાર્ષિક ધોરણે 28 ટકા ઘટ્યું હતું.
પરિણામે ઓગસ્ટમાં પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થયો હતો, જેમાં 1 કેરેટ ડાયમંડ માટેનો રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ મહિના માટે 4.7 ટકા અને જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે 15 ટકા ઘટ્યો હતો. ઈન્ડેક્સ તેના પૂર્વ રોગચાળાના સ્તર કરતા 5.8 ટકા નીચો હતો. 1 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયેલા અને સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં વધુ 1.7 ટકા ઘટ્યો હતો. (ગ્રાફ જુઓ)
રેપીએ સરેરાશ 100 પર પ્રતિ કેરેટ આસ્કિંગ પ્રાઈસ છે. રેપનેટ પર વેચાણ માટે ઓફર કરવામાં આવેલા ટોચના 25 ગુણવત્તાવાળા રાઉન્ડ હીરા.
પોલિશ્ડના ભાવમાં સતત ઘટાડાથી રિટેલ સાવચેતીમાં વધારો થયો છે. જ્વેલર્સ ડાઉનવર્ડ ટ્રેન્ડિંગ માર્કેટમાં ખરીદી કરતા ખચકાય છે. કારણ કે તેમની ઈન્વેન્ટરી વધુ મુલ્ય ગુમાવશે. અથવા કારણ કે તેઓ પછીથી વધુ સારી કિંમતે ખરીદવાની અપેક્ષા રાખે છે.
તે એક દુષ્ટ ચક્ર છે. જેમાંથી બહાર નીકળવું વેપાર માટે મુશ્કેલ છે. જવેલર્સ પહેલાં જેટલું વેચાણ કરતા નથી. તેથી તેઓ ઓછી ખરીદી કરવાનું વલણ અપનાવી રહ્યાં છે. જેના લીધે પોલિશ્ડના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તેઓ ખરીદી કરતા નથી. કારણ કે તેઓ ભાવમાં વધુ ઘટાડાની અપેક્ષા રાખે છે.
જોકે થોડો સમય વીત્યા બાદ તેઓને ઈન્વેન્ટરીની જરૂર પડશે. પછી ભલે તેઓ તેમની ખરીદીઓ વેચતા માલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવા સુધારાને પ્રજવલિત કરવામાં તહેવારોની મોસમ લાગી શકે છે. બ્રાન્ડ્સ અને નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા સુપર ચાર્જ્ડ માર્કેટિંગ ચોથા ક્વાર્ટર દરમિયાન અનુમાન કરતા વધઉ સારા વેચાણને પ્રેરિત કરે છે.
હમણા માટે આ મહત્ત્વપૂર્ણ સપ્ટેમ્બર સમયગાળામાં વેપારને અસર કરતા ઘણા પરિબળો તહેવારોની મોસમને અપેક્ષાઓ ઓછી રાખી રહ્યાં છે. ઓછામાં ઓછા વચગાળામાં રિટેલરોએ તેમની ઈન્વેન્ટરીનું સંચાલન કરવા માટે વધુ સમજદાર અભિગમ અપનાવ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM