DIAMOND CITY NEWS, SURAT
બોત્સવાનાની રિપબ્લીક ગર્વમેન્ટ અને ડી બિયર્સ ગ્રુપ વચ્ચે ડેબસ્વાનાની ખાણમાંથી નીકળતા રફ હીરાના ઉત્પાદન માટે આગામી 10 વર્ષ માટેના વેચાણના કરારની શરતો નક્કી કરી લેવામાં આવી છે. આ શરતોના મુસદ્દા પર બંને જૂથ દ્વારા હસ્તાક્ષર કરી લેવામાં આવ્યા છે. આ સાથે જ ડેબસ્વાના માઈનીંગના લાયસન્સને 2054 એટલે કે આગામી 25 વર્ષ સુધીના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે.
જૂન 2023ના રોજ બે જૂથ વચ્ચે થયેલી સૈદ્ધાંતિક ભાગીદારીના કરાર અંગે શરતોનો નવો મુસદ્દો વધુ સ્પષ્ટતા પુરી પાડે છે. ટ્રેડિંગ અને ઓપરેશનલ પાસાંઓની વધુ વિગતો આ મુસદ્દાથી સ્પષ્ટ થાય છે. જેમાં ડાયમંડ ફોર ડેવલપમેન્ટ ફંડ, ડેબસ્વાના પુરવઠાની વહેંચણી, આર્થિક વ્યવસ્થાઓ, સ્કીલ ડેવલપમેન્ટ તેમજ વૅલ્યુ ચેઈન ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા છે.
બોત્સવાના અને ડી બિયર્સ માટે આ અન્ય એક સીમાચિન્હરૂપ સિદ્ધિ છે. કારણ કે બંને ભાગીદારો નવા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે સાથે મળીને કામ કરવાનું આગામી દાયકા સુધી ચાલુ રાખશે.
બોત્સવાના રિપબ્લીક ગર્વમેન્ટના ખનિજ અને ઉર્જા મંત્રી લેફોકો મેક્સવેલ મોઆગીએ કહ્યું કે, ડી બિયર્સ તરફથી ભાગીદારીની શરતો પર મંજુરી મળતા અમને અત્યંત આનંદ થાય છે. આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. કારણ કે અમે કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવા સાથે પરિવર્તનકારી નવા કરોરાના અમલ તરફ આગળ વધી રહ્યાં છે. આ નવા કરારના લીધે બોત્સવાના માટે વધુ સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારીનું સર્જન થશે. સ્થાનિક સ્તરે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓને વધુ લાભ મળશે. આ 57માં સ્વતંત્રતા દિવસ પર આપણે આપણા રાષ્ટ્રની નવી યાત્રાની ઉજવણી કરી રહ્યાં છે. આ મહત્ત્વપૂર્ણ સીમાચિન્હ બોત્સવાનાના વિકાસમાં એક આકર્ષક નવા યુગની શરૂઆત કરી છે.
ડી બિયર્સ ગ્રુપ તરફથી કંપનીના સીઈઓ અલ કૂકે કહ્યું કે, અમને બોત્સવાનામાં અમારી લાંબી ભાગીદારી પર ગર્વ છે. અમે બોત્સવાનાના ઉજ્જવળ ભવિષ્ય માટે જે ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત છીએ. બોત્સવાના વિકાસની અપેક્ષાઓને ટેકો આપતા મોટા નવા રોકાણો કંપની તરફથી વિતરીત કરાશે. કરાર માટે શરતોના મુસદ્દા પર હસ્તાક્ષર કરીને અમને આનંદ થાય છે. આ કરાર હીરા ઉદ્યોગમાં ડી બિયર્સના લાંબાગાળાના નેતૃત્વને પણ ટેકો આપે છે. જે આવનારા દાયકાઓ સુધી વિશ્વના સૌથી મોટા હીરા સંસાધનોમાં અમારો સમાન હિસ્સો સુરક્ષિત કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM