DIAMOND CITY NEWS, SURAT
આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી ઉચ્ચ ગુણવત્તાવાળા એમરલ્ડની હરાજીને જેમફિલ્ડ્સ કંપનીએ રદ કરી છે. પુરવઠાની અછતના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.
ઝામ્બિયાની કાજેમ ખાણમાં મોટા જથ્થામાં એમરલ્ડ થાય છે, જેમફિલ્ડ્સ તેની માલિકી ધરાવે છે. કંપનીએ જાહેર કર્યું કે, ઝામિબ્યિાની કાજેમ ખાણ હાલમાં માત્ર ઓછી કિંમતના પત્થરોનું જ ઉત્પાદન કરી રહી છે અને વેચાણ માટે માલનો પૂરતો સ્ટોક નથી. તેની પાસે જે ઉચ્ચ ગુણવત્તાવાળા પત્થરો છે તેને તે 2024 સુધી કામમાં આવશે.
ખાણ કંપનીએ વધુમાં કહ્યું કે, જેમફિલ્ડ્સે તાજેતરના મહિનાઓમાં કેજેમ ખાતે સામાન્ય રીતે નીચી ગુણવત્તાવાળા એમરલ્ડના ઉત્પાદનના લીધે જ હરાજી રદ કરવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે તેના ગ્રાહકો માટે સબઓપ્ટિમલ હરાજી ઓફર કરાશે.
કંપનીએ 29 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બરની વચ્ચે કમર્શિયલ ક્વોલિટી ધરાવતા એમરલ્ડની હરાજીનું આયોજન કર્યું હતું, જેમાં 3.39 મિલિયન કેરેટ માટે 25.5 મિલિયન ડોલર મળ્યા હતા. ઓફર પર મુકેલા તમામ 43 લોટને બાયર્સ મળ્યા હતા.
ખાણ કંપનીના મેન્યુફેક્ચરિંગ અને સેલ્સના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિયન બેંક્સે કહ્યું કે અમે હાઈ ક્વોલિટીના એમરલ્ડની હરાજી પાછી ખેંચી લેવાના નિર્ણયથી નિરાશ છીએ પરંતુ એમરલ્ડ એ કુદરતી ઉત્પાદન છે અને ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થામાં ફેરફાર એ કલર્ડ સ્ટોન ડિપોઝિટની લાક્ષણિકતા છે. અમે ભૂતકાળમાં આવો સમય જોયો છે અને હંમેશા એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે ફક્ત હરાજી સાથે જ આગળ વધીએ જ્યાં અમે અમારા ગ્રાહકો માટે ઉદ્યોગમાં ટોચમાં રહી શકાય તેવી ઓફરો રજૂ કરી શકીએ.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM