પરિણીતી ચોપડાના ડાયમંડના મંગલસૂત્રએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું

પરિણીતીના મંગલસૂત્રમાં એક મોટો ટિયરડ્રોપ ડાયમંડ જડેલો હતો, તે મોટા ડાયમંડની ઉપર બે નાના ડાયમંડ હતા.

Parineeti Chopra's diamond mangalsutra caught the attention of fans
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં બોલિવુડની વિખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપડા અને દિલ્હી આપના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા. આ હાઈપ્રોફાઈલ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યાં. અભિનેત્રીના લગ્ન હોય ત્યારે તેના વસ્ત્રો અને ઘરેણાંની ચર્ચા નહીં થાય તો જ નવાઈ હોય. તે જ રીતે પરિણીતી ચોપડાના મંગલસૂત્રની પણ ઘણી ચર્ચા રહી.

અભિનેત્રી પરિણીતી ચોપડા રાજકારણી રાઘવ ચઢ્ઢાની પત્ની બની ચૂકી છે. આ યુગલે 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યા. પરિણીતીએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ત્યારથી તેના વેડિંગ લુકની ચર્ચા રહી છે.

નવી દુલ્હનના ચૂડા, કલીરાથી લઈ તેના મંગલસૂત્રએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી એરપોર્ટ પર રાઘવ ચઢ્ઢા સાથે અભિનેત્રીએ પોઝ આપ્યો ત્યારે બધાનું ધ્યાન તેના મંગલસૂત્ર પર ગયું હતું.

પરિણીતીના મંગલસૂત્રમાં એક મોટો ટિયરડ્રોપ ડાયમંડ જડેલો હતો, તે મોટા ડાયમંડની ઉપર બે નાના ડાયમંડ હતા. બ્લેક મોતી અને ગોલ્ડની સ્લીક ચેઈનમાં ડાયમંડ મંગલસૂત્રની શોભા વધારતા હતા.

જોકે, ખાસ વાત એ છે કે પરિણીતીના મંગલસૂત્રની ડિઝાઈન તેની મોટી બહેન અને વિશ્વ વિખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાના મંગલસૂત્ર સાથે મેચ થાય છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.

લગ્નમાં નિકએ પ્રિયંકાને એક એલીગન્ટ મંગલસૂત્ર પહેરાવ્યું હતું. પ્રિયંકાના મંગલસૂત્ર પર પણ એક મોટું ટિયરડ્રોપ ડાયમંડ અને તે મોટા ડાયમંડની ઉપર ત્રણ નાના ડાયમંડ સેટ કરાયા હતા. પ્રિયંકાના મંગલસૂત્રની ચેઈન પણ ગોલ્ડની હતી. જેની ડિઝાઈન ઘણી સ્લીક હતી અને તેમાં પણ બ્લેક મોતી હતા. જોકે, બંને મંગલસૂત્રની ડિઝાઈનમાં થોડો ફરક હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAMવધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS