DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે બજારમાં ડિમાન્ડ ઓછી હોય માઉન્ટેન પ્રોવિન્સની આવકમાં 45 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. કંપનીએ તેની ઊંચી કિંમતના ગુડ્સને રોકીને તેની કિંમત જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.
ત્રીજા ક્વાર્ટર દરમિયાન માઈનીંગ કંપનીએ Gahcho Kueમાંથી 478.653 કેરેટ ડાયમંડ 45.3 મિલિયન ડોલરમાં વેચ્યા હતા. જે ડિપોઝીટ તે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાંથી ડિ બિયર્સ સાથે સંયુક્ત રીતે કામ કરે છે, તેની કેરેટ દીઠ સરેરાશ કિંમત 95 યુએસ ડોલર હતી.
આ અગાઉ ગયા વર્ષે 2022ના ત્રીજા ક્વાર્ટરમાં માઉન્ટેન પ્રોવિન્સ કંપનીએ 805.227 કેરેટનું 83.3 મિલિયન યુએસ ડોલરમાં વેચાણ કર્યું હતું, જેમાં પ્રતિ કેરેટ 103 યુએસ ડોલરનો સરેરાશ ભાવ ઉપજ્યો હતો. કંપનીએ કહ્યું કે તે રફ માર્કેટમાં તેના ગુડ્સની કિંમતોને જાળવી રાખવા વેચાણ માટે ઉપલબ્ધ નીચી કિંમતના માલના પેટા સેટનો સ્ટ્રેટજીકલી રીતે સ્ટૉક કરવાનો નિર્ણય લીધો છે. તે ડિસેમ્બરમાં સ્ટૉક કરાયેલો માલ વેચવાની અપેક્ષા રાખે છે.
ચીનમાં ધીમી રિક્વરીને ટાંકીને હીરા બજાર ખૂબ જ નીચા સ્તરની ડિમાન્ડનો સામનો કરી રહ્યું હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
કંપનીના સીઈઓ માર્ક વોલે કહ્યું કે પ્લાન્ટની સ્થિરતામાં વધારો થયો છે. પ્લાનિંગ મુજબ પાછલા સમયમાં જંગલમાં લાગેલી વિનાશક આગને લીધે ઘણા કારીગરો જગ્યા ખાલી કરી હોવાના લીધે પ્લાનિંગ પૂર્વક પ્લાન્ટ પાંચ દિવસ બંધ રહ્યો હતો તેમ છતાં પ્લાન્ટ હવે ફરી સ્થિરતા હાંસલ કરી રહ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM