DIAMOND CITY NEWS, SURAT
જ્વેલર્સ ઓફ અમેરિકાએ ઓકલાહોમા સ્થિત રિટેલર બીસી ક્લાર્કના પ્રમુખ કોલમેન ક્લાર્કને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. કલાર્ક પરિવાર 1892થી જ્વેલરી પેઢીની માલિકી ધરાવે છે અને તેનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. ક્લાર્કે વીતેલા દાયકામાં જ્વેલર્સ ઓફ અમેરિકાના બોર્ડમાં ઘણી સક્ષમ સેવા આપી છે એમ સંસ્થાએ જણાવ્યું હતું. ગઈ તા. 2 ઓક્ટોબરના રોજ જ્વેલર્સ ઓફ અમેરિકાની વાર્ષિક સામાન્ય સભામાં આ ભૂમિકા માટે ક્લાર્કની પસંદગી કરવામાં આવી હતી.
નવા ચીફ ટાઈની જ્વેલ બોક્સના હાલના એક્ઝિક્યુટીવ કમિટીના સભ્યો મેથ્યુ રોસેનહેમ સાથે જોડાશે. તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પેડિસ જ્વેલર્સના વાઈસ ચૅરમૅન સ્ટીવ પેડિસ અને ગ્રીનબર્ગ જ્વેલર્સના એલિસ ગ્રીનબર્ગ, મેડીસન જ્વેલર્સના સેક્રેટરી સ્ટીવ વેલાસ્કીઝ, બોર્શેઈમ્સના ટ્રેઝરર તરીકે કારેન ગોરાકે અને આરએફ મોલર જ્વેલર્સના તત્કાલિન અધ્યક્ષ રોબર્ટ મોલરનો સમાવેશ થાય છે.
વધુમાં જ્વેલર્સ ઓફ અમેરિકાએ ત્રણ વર્ષની મુદ્દત માટે 3 ઓક્ટોબરના રોજ નવા ત્રણ ડિરેક્ટરોની નિમણૂંક કરી છે, જેમાં કોન્સ્ટન્સ પોલામાલુ મેરીલેન્ડના અન્નાપોલિસમાં ઝાચેરીના જ્વેલર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર, મિઝોરીમાં ટિવોલ જ્વેલર્સના સીઈઓ હન્ટર ટિવોલ મેકગ્રા તથા ઓરેગોનમાં ફ્રેડ મેયર જ્વેલર્સના વાઈસ પ્રેસિડેન્ટ જુલી કીનીનો સમાવેશ થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM