DIAMOND CITY NEWS, SURAT
ગઈ તા. 7મી ઓક્ટોબરને શનિવારની સવારે મિડલ ઈસ્ટ ભડકે બળ્યું. પેલેન્સ્ટાઈલનના આતંકી સંગઠન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કરી દીધો. આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓ બોમ્બ, બંદૂક લઈ ઈઝરાયેલના રસ્તા પર ઉતરી પડ્યા અને સામે જે દેખાય તેને ઠાર મારવા લાગ્યા હતા.
હમાસની આ હરકતથી ઈઝરાયેલ નારાજ થયું અને ઈઝરાયેલ ગાઝા પર વળતો હુમલો કરી દીધો અને આ સાથે ચીમકી ઉચ્ચારી કે હુમલાખોરોએ કિંમત ચૂકવવી પડશે. મિડલ ઈસ્ટનો નકશો બદલી નાંખવાની મક્કમતા ઈઝરાયેલ વ્યક્ત કરી.
આ સાથે જ ઈઝરાયેલ પર આતંકી હુમલાને દુનિયાભરના સભ્ય દેશોએ વખોડી કાઢ્યો. અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં સૈન્ય સહકાર આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી. ભારતે પણ આતંકવાદ વિરુદ્ધના પોતાના વલણને જાળવી રાખતા ઈઝરાયેલનું સમર્થન કર્યું.
તમને જણાવી દઈએ કે ભારત જેમ વિશ્વભરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું કેન્દ્ર છે તેમ ઈઝરાયેલ પણ હીરા ઉદ્યોગના પ્રમુખ કેન્દ્રો પૈકીનું એક છે. ઈઝરાયેલમાંથી સૌથી વધુ નિકાસ થતી ચીજમાં હીરાનો સમાવેશ થાય છે.
હીરા ક્ષેત્રની અત્યાધુનિક ટેક્નોલૉજી માટે પણ ઈઝરાયેલ જાણીતું છે, ત્યારે સમગ્ર હીરા ઉદ્યોગ માટે ઈઝરાયેલમાં ચાલી રહેલું યુદ્ધ ચિંતાનો વિષય છે. ઈઝરાયલમાં ચાલી રહેલા તણાવની હીરા ઉદ્યોગ પર શું અસર પડશે તે તો સમય બતાવશે પરંતુ અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મોટી કંપનીઓ ઈઝરાયેલનું સમર્થન કરવા આગળ આવી છે.
પોલિશ્ડ ડાયમંડના પ્રાઈસ જાહેર કરવા માટે જાણીતી કંપની રેપાપોર્ટ ગ્રુપે આ યુદ્ધમાં ઈઝરાયેલનું સમર્થન કર્યું છે. રેપાપોર્ટે જાહેર સ્ટેટમેન્ટ આપ્યું છે. રેપાપોર્ટે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમે ઈઝરાયેલના પોતાના દેશની, પોતાના લોકોની રક્ષા કરવાના અધિકારનું સમર્થન કરીએ છીએ. હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં હજારો નિર્દોષ લોકો માર્યા ગયા છે. હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા ક્રૂર હુમલાના લીધે પીડિત નિર્દોષ પેલેસ્ટિનિયનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
રેપાપોર્ટે વધુમાં કહ્યું કે, ડાયમંડ અને જ્વેલરીના વેપારના તમામ નૈતિક સભ્યોને ઈરાન અને હમાસ જેવા આતંકવાદી સંગઠનના અન્ય તમામ સમર્થકોનો બહિષ્કાર કરવા હાંકલ કરીએ છીએ. તેમજ જીડીએ યહૂદી અને આરબ લોકોના પિતા અબ્રાહમને કહ્યું, જેઓ તમને આર્શીવાદ આપે છે તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તમને શ્રાપ આપે છે તેઓને હું શ્રાપ આપીશ. અને પૃથ્વીના બધા કુટુંબો તમારા દ્વારા પોતાને આશીર્વાદ આપશે.
અહીં સમસ્યા યહૂદીઓ અને આરબ વચ્ચેની નથી. અમે પિતરાઈ ભાઈઓ છીએ જે શાંતિ અને સમૃદ્ધિમાં સાથે રહી શકીએ છીએ અને આવશ્યકતા હોય ત્યારે આપણે એકબીજાને આશીર્વાદ આપીએ છીએ ત્યારે અમને બંનેને જીડીના આશીર્વાદ મળે છે.
અહીં સમસ્યા હમાસ, ઇસ્લામિક જેહાદ અને ઈરાનના અમાલેક નેતાઓની છે. જેમ મોસેસે યહૂદી લોકોને કહ્યું, જ્યારે તમારા ભગવાન તમને તમારી આસપાસના તમારા બધા દુશ્મનોથી સલામતી આપે છે, તમારા ભગવાને તમને વારસાગત ભાગ તરીકે આપેલી જમીનમાં, તમે આમલેકની યાદની ભૂલાવી દેશે, સ્વર્ગની નીચે, ભૂલી ન જતા.
જીડીના શબ્દોમાં, હું સ્વર્ગની નીચેથી અમાલેકની યાદને સંપૂર્ણપણે ભૂંસી નાંખીશ.
જીડીના શબ્દો અહીં અને હમણાં પુરા થાય.
ચાલો આપણે અમાલેક નેતાઓને નષ્ટ કરીએ. અને આપણા લોકો યહૂદીઓ અને આરબો, ઈઝરાયેલીઓ અને પેલેસ્ટિનિયનો. આપણા વારસાના સહિયારા આશીર્વાદનો આનંદ માણીએ.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM