DIAMOND CITY NEWS, SURAT
નરમ બજાર વચ્ચે જાણીતી જ્વેલરી કંપની પાંડોરાએ તેના સેલ્સ ટાર્ગેટ વધાર્યા છે. આગામી કેટલાંક વર્ષો માટે કંપનીએ વેચાણ અપેક્ષા વધારી છે. કારણ કે આ બ્રાન્ડમાં રોકાણ અને તેના સ્ટોર નેટવર્કના વિસ્તરણને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.
ડેનિશ જ્વેલરી કંપનીએ 2026 સુધીમાં 4.83 બિલિયન ડોલર થી 5.11 બિલિયન ડોલર સુધી પહોંચવાની આગાહી કરી છે. જે 3.83 બિલિયન ડોલરની અંદાજીત 2023ની આગાહી કરતા 26 ટકા થી 33 ટકા જેટલી વધારે છે.
જ્વેલરી કંપની પાન્ડોરા આગામી ત્રણ વર્ષમાં 7 થી 9 ટકાના ઓર્ગેનિક ગ્રોથનો ટાર્ગેટ ધરાવે છે. જેમાં લાઈક ફોર લાઈક વેચાણમાં 4 થી 6 ટકાનો વધારો અને લગભગ 3 ટકાનો નેટવર્ક એક્સપાન્સનો સમાવેશ થાય છે.
કંપનીએ 2021માં પહેલી વાર તેની ફોનિક્સ સ્ટ્રેટજી અમલમાં મુકી ત્યારથી કંપનીના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે. પાંડોરાએ કહ્યું કે બ્રાન્ડને વેગ આપવા તેના મુખ્ય બજારોને વધારવા અને ગ્રાહકોના અનુભવને વધારવા માટે બહુ પક્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. તે અનુસંધાનમાં રિટેલર તેના નેટવર્કના એક્સપાન્શનને વેગ આપવાની યોજના ધરાવે છે. કંપની 2024 અને 2026ની વચ્ચે 225 થી 275 કન્સેપ્ટ સ્ટોર્સ અને 175 થી 225 પાન્ડોરાની પોતાની માલિકીની શૉપ ખોલશે.
પાન્ડોરાના સીઇઓ એલેક્ઝાન્ડર લેસિકે જણાવ્યું હતું કે, અમે કામ કરવાની પદ્ધતિ મૂળભૂત રીતે બદલી તેમજ અમે સંગઠન વધુ મજબૂત બનાવ્યું છે. તે સ્પષ્ટ છે કે પાન્ડોરા આજે ખૂબ જ અલગ કંપની છે. આ નક્કર ફાઉન્ડેશન, વ્યૂહરચના સાથે જોડાયેલું છે જે પાન્ડોરાને સંપૂર્ણ જ્વેલરી બ્રાન્ડ બનાવશે. હવે અમને અમારા વૃદ્ધિ લક્ષ્ય સુધી પહોંચતાં કોઈ રોકી શકે નહીં. ફોનિક્સને આગલા સ્તર પર લઈ જવાનો આ સમય છે અને અમારા નવા નાણાકીય લક્ષ્યો ભવિષ્યમાં અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
પાન્ડોરાનું મુખ્ય ધ્યાન યુએસ માર્કેટમાં વિસ્તરણ પર રહેશે, જ્યાં તે “વૃદ્ધિની પૂરતી તકો” જુએ છે. તે $1.33 બિલિયનની આવકની આગાહી કરીને 2025 સુધીમાં તેના મૂળ લક્ષ્યને વટાવી જવાની અપેક્ષા રાખે છે.
તે લાંબા સમય સુધી કોવિડ-19 વિક્ષેપોને પગલે તાજેતરમાં શાંઘાઈમાં બ્રાન્ડને ફરીથી લૉન્ચ કરીને ચીનમાં તેની હાજરીને વિસ્તૃત કરવા પર પણ ધ્યાન આપશે . જો કે, જ્યારે કંપની મેઇનલેન્ડ પર “નોંધપાત્ર લાંબા ગાળાની વૃદ્ધિ સંભવિત” જુએ છે, તે “મૂળ રીતે અપેક્ષિત કરતાં લાંબી મુસાફરી” હશે. આ જાહેરાત બાદ પાન્ડોરાના શેર 16% વધ્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM