DIAMOND CITY NEWS, SURAT
રેપાપોર્ટ ગ્રુપે વિશ્વના મુખ્ય હીરા ઉત્પાદકો પૈકીના એક સિયેરા લિઓનમાં ડાયમંડ ટ્રેડ મિશનની શરૂઆત કરી છે. આ મિશનનું રેપાપોર્ટના ચેરમેન માર્ટિન રેપાપોર્ટ પોતે જ નેતૃત્વ કરી રહ્યાં છે. આ મિશન અંતર્ગત પશ્ચિમ આફ્રિકાની ટુર પર ડાયમંડ ડીલર્સ અને જ્વેલર્સના એક પ્રતિનિધિમંડળ રવાના થશે, જેમાં યુએસ, યુકે, ઈટલી, ભારત, યુએઈ અને સિંગાપોર સહિતના દેશો સહભાગી છે. આ ટ્રેડ મિશન ખાણમાં ખોદકામ કરતા મજૂરોને મળવાની તેમજ તેઓ પાસેથી તેમને પડતી મુશ્કેલીઓ તથા તેમના પડકારો વિશે જાણવાની તક પુરી પાડશે. આ સસ્ટેનેબલ આર્થિક વિકાસ માટેની તકોને પણ પ્રકાશિત કરશે જે લાખોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
રેપાપોર્ટે જણાવ્યું હતું કે અમારું ડાયમંડ ટ્રેડ મિશન સસ્ટેનેબલ, વ્યાજબી વેપાર અને ડાયમંડનું વેચાણ તેમજ તે પહેરીને વિશ્વને કેવી રીતે વધુ સારું સ્થાન બનાવી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ડાયમંડ ડીલર્સ અને ગ્રાહકો બંનેમાં આ વિષયોમાં વધતી જતી રૂચિને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રતિનિધિમંડળના સભ્યો હીરા ઉદ્યોગના છુપાયેલા હાર્ટ એવા ખાણ અને ખાણિયાઓને નજીકથી જાણવાની તક મળશે. એક કારણ છે કે ભગવાને વિશ્વના સૌથી ગરીબ લોકોને હીરા આપ્યા અને સૌથી અમીર લોકોને તે હીરા જોઈએ છે, આ ટૂર ખરેખર આંખ ઉઘાડનારી બની રહેશે એમ અંતે રેપાપોર્ટે જણાવ્યું હતું.
રેપાપોર્ટના પાંચ દિવસના સિયેરા લિયોનના ડાયમંડ ટ્રેડ મિશન માટેના ટૂરના કાર્યક્રમમાં આ બાબતોનો સમાવેશ થાય છે.
- કોઈડુમાં સક્રિય હીરાની ખાણની મુલાકાત લેવી અને ખાણમાં ખોદકામ કરનારાઓ સાથે વાત કરવી.
- કોરિયાર્ડુ પીસ ડાયમંડ વિલેજ : 709 કેરેટ ડાયમંડના 2017ના વેચાણમાંથી મળેલી આવકનો ઉપયોગ વિશ્વના સૌથી ગરીબ શહેરોમાંના એકમાં સ્થાનિક શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણના માળખાના વિકાસ માટે કેવી રીતે કરવામાં આવ્યો છે તે જોશે.
- પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને તેની અસરને કેવી રીતે વિસ્તૃત કરવી તે જાણવા માટે સ્થાનિક કોરિયાર્ડ અધિકારીઓ અને રહેવાસીઓ સાથે ટાઉન હોલની બેઠક.
- ફ્રી ટાઉન અને આસપાસના વિસ્તારો : ડી બિયર્સના જેમફેર કારીગરોના ડીગર્સ પ્રોગ્રામની મુલાકાત લેવી. નેશનલ મ્યુઝિયમ, સિયેરા લિયોન બિઝનેસ ડેવલપમેન્ટ કોન્ફરન્સ, એમ્પાવર આફ્રિકા બિઝનેસ સેન્ટર અને એક ત્યજી દેવાયેલા ડાયમંડ માઈનના ખાડાની ખેતી માટે ફરીથી દાવો કરવામાં આવી રહ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM