DIAMOND CITY NEWS, SURAT
સહજાનંદ ગ્રુપના ચૅરમૅન શ્રી ધીરજલાલ કોટડિયાને સાઉથ ગુજરાત પ્રોડ્ક્શન કાઉન્સિલ (SPGC) દ્વારા 5 નવેમ્બર, 2023ના રોજ પ્રતિષ્ઠિત ‘એસ.જી.પી.સી એવોર્ડ ફોર એક્સેલન્સ’ એનાયત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ઇનોવેશન અને ગુણવત્તા પ્રત્યે સહજાનંદ ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
‘SPGC એવોર્ડ ફોર એક્સલન્સ’ એક વિશિષ્ટ એવૉર્ડ છે જે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગોની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને આપવામાં આવે છે. શ્રી ધીરજલાલ કોટડિયાનું દૂરંદેશી નેતૃત્વ અને અતૂટ સમર્પણ સહજાનંદ ગ્રૂપ અને તેની પેટાકંપનીઓને ટેક્નોલૉજીકલ પાવરહાઉસ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (SGPC) એ એક અગ્રણી સંસ્થા છે જે સમગ્ર વેપાર, ઉદ્યોગો અને સેવાઓમાં ઉત્પાદકતા અને ગુણવત્તાના ધોરણો વધારવાના મિશનને સમર્પિત છે. ‘SPGC એવોર્ડ ફોર એક્સેલન્સ’ એ પ્રદેશમાં નવીનતા, ગુણવત્તા અને પ્રગતિના મહત્વ પર ભાર મૂકતાં, SGPCના વિઝન સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે.
સહજાનંદ ગ્રૂપ હેઠળ એક પ્રતિષ્ઠિત ટેક્નોલૉજી કંપની, સહજાનંદ ટેક્નોલૉજી પ્રા. લિમિટેડ (STPL) છે, જે નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા ધરાવે છે. જે ડાયમન્ડ પ્રોસેસિંગ રોબોટ્સ, એડિટિવ મેન્યુફેક્ચરીંગ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને ઔદ્યોગિક લેસર્સ જેવી ટેક્નોલૉજીમાં અગ્રણી છે.
STPLનું યોગદાન એટલાજ પૂરતું મર્યાદિત નથી, STPL ટેક્નોલૉજી પ્રત્યે સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તેની નવીન ટેક્નોલૉજી વિવિધ ક્ષેત્રો પર કાયમી અસર કરી છે અને શ્રેષ્ઠતાની સીમાઓને પાર કરવાનું ચાલુ રાખ્યું છે.
શ્રી ધીરજલાલ કોટડિયાના નોંધપાત્ર યોગદાન પૈકી, કાર્ડિયાક સ્ટેન્ટના ઉત્પાદનમાં તેમની ભૂમિકા વિશ્વમાં જાણીતી છે. આ તબીબી ઉપકરણો હેલ્થકેરના પરિણામોને સુધારવામાં અને દર્દીના સંભાળની ગુણવત્તા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સહજાનંદ ગ્રુપના મેડિકલ ટેક્નોલૉજી ક્ષેત્રે અત્યાધુનિક સ્ટેન્ટ્સનું નિર્માણ પણ નવીનતા અને ગુણવત્તા પ્રત્યેના સમર્પણને રેખાંકિત કરે છે.
‘એસ.જી.પી.સી એવોર્ડ ફોર એક્સેલન્સ’ થી સમ્માનિત થતા, શ્રી. ધીરજલાલ કોટડિયાએ જણાવ્યું હતું કે, “સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ તરફથી આ પુરસ્કાર પ્રાપ્ત કરીને હું ખરેખર ગૌરવ અનુભવું છું. આ એવોર્ડ સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. આ એવોર્ડ અમારી સમગ્ર ટીમની સખત મહેનત અને સમર્પણનો પુરાવો છે. અથાક પ્રયાસોએ અમને ટેક્નોલૉજી અને ઇનોવેશનમાં અગ્રેસર બનાવ્યા છે. ઉદ્યોગોમાં નવા ધોરણો સ્થાપિત કરીને, સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું.”
‘SGPC એવોર્ડ ફોર એક્સેલન્સ‘ એ શ્રી ધીરજલાલ કોટડિયાની અદ્દભુત સફર અને સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીના સામૂહિક પ્રયાસો જેમકે ટેકનોલોજીને આગળ વધારવા અને વિવિધ ક્ષેત્રોમાં જીવનની ગુણવત્તામાં વધારો કરવા માટેનું સમ્માન છે. આ પુરસ્કાર માત્ર કંપનીની પ્રતિબદ્ધતાને જ પ્રકાશિત કરતું નથી પરંતુ ટેક્નોલૉજી અને નવીનતાની દુનિયામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવાની ક્ષમતાને પણ દર્શાવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM