એથિકલ ગોલ્ડ માઈનીંગ કેમ જરૂરી છે? એસબીજીના ફિલિપ ફોરનિયર સમજાવે છે…

એક વિશેષ ઈન્ટરવ્યુમાં સ્વિસ બેટર ગોલ્ડના માનદ બોર્ડ મેમ્બર ફિલીપ ફોરનિયરએ એસોસિએશનની રચના પાછળની પ્રેરણા તથા એસોસિએશન સાથેની તેમની જર્નીના અનુભવો શેર કર્યા

Why Ethical Gold Mining is Necessary SBGs Philippe Fournier explains-1
Photo by Giorgio Negro
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનની સ્થાપના 2013માં થઈ હતી. આ એક એવી સંસ્થા જે આર્ટિઝનલ અને સ્મોલ સ્કેલ ગોલ્ડ માઈનીંગની નૈતિક અને જવાબદાર પ્રેક્ટિસને સમર્થન આપે છે. સંસ્થાની રચના જ એથિકલ ગોલ્ડ માઈનીંગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે

સ્વિટ્ઝરલેન્ડ સોના માટે વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ ટ્રાન્સીટ હબ છે. કારણ કે વિશ્વની 7 સૌથી મોટી કિંમતી ધાતુની રિફાઈનરી પૈકી 4 સ્વિટ્ઝરલેન્ડમાં છે. ગયા વર્ષે સ્વિટ્ઝરલેન્ડે 1560 ટન સોનું એક્સપોર્ટ કર્યું હતું.

છેલ્લાં કેટલાંક દાયકાઓમાં સ્વિટ્ઝરલેન્ડ સોનાના ખાણકામને પ્રોત્સાહન આપી રહ્યું છે. કારણ કે ગ્લોબલ કન્ઝ્યુમર અને શેરહોલ્ડરોની વધતી જતી સંખ્યા સોનાના સપ્લાય ચેઈનની વૅલ્યુ અંગે વધુ સભાન થયા છે.

સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનની સ્થાપના 2013માં થઈ હતી. આ એક એવી સંસ્થા જે આર્ટિઝનલ અને સ્મોલ સ્કેલ ગોલ્ડ માઈનીંગની નૈતિક અને જવાબદાર પ્રેક્ટિસને સમર્થન આપે છે. સંસ્થાની રચના જ એથિકલ ગોલ્ડ માઈનીંગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે.

કાર્ટિયર, ચોપાર્ડ અને મેટલ જેવી પ્રતિષ્ઠિત જ્વેલરી કંપનીઓ સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનની સભ્ય છે. આ માન્યતા પ્રાપ્ત એએસજી ખાણોમાંથી મેળવેલા સોનાનો ઉપયોગ કરે છે. સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનની શરૂઆતથી 13 ટનથી વધુ એએસએમ સોનું મુખ્યત્વે પેરુ, કોલંબિયા અને બોલિવિયાની ખાણોમાથી સ્વિટ્ઝરલેન્ડમાં આયાત કરવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે એસોસિએશન એથિકલ ગોલ્ડ માઈનીંગ માટે ગંભીર છે. 

ધ સ્ટેટ સેક્રેટીરીએટ ઓફ ઈકોનોમિક અફેર્સ ઓફ સ્વિટ્ઝરલેન્ડ પણ સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનને સપોર્ટ કરે છે. તેઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના માધ્યમથી જાહેર ફંડ ભેગુ કરી સ્વિસ બેટર ગોલ્ડને પુરું પાડે છે. તેઓએ સાથે મળીને એએસજીએમના કલ્યાણ માટે 2013થી 2025 સુધી 18 મિલિયન સીએચએફનું રોકાણ કર્યું છે.

આ સંસ્થાના માનદ સભ્ય ફિલિપ ફોર્નિયરે તાજેતરમાં એક સ્પેશ્યિલ ઈન્ટરવ્યુમાં સંસ્થાની જવાબદારી, કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી.

ઓવર ટુ ફિલિપ ફોર્નિયર

સવાલ : સપ્લાય ચેઈન યોગ્ય છે તેની ખાતરી કેવી રીતે કરો છો?

જવાબ: અમે સપ્લાય ચેઈનને ટૂંકી રાખવા અને એસબીજી માન્યતા પ્રાપ્ત એએસએમ ગોલ્ડ મેન્યુફેક્ચરર્સ અને અમારી સભ્ય કંપનીઓ વચ્ચે સીધી નિકાસની સુવિધા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમારી પાસે લોકો છે અને અમે નિયમોનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે દર વર્ષે વાર્ષિક ઓડિટ કરીએ છીએ. તેમજ કોઈપણ આખરી વોલ્યુમ પર કોઈ ખામી દેખાય તો તેની પર દેખરેખ રાખવા માટે સિસ્ટમ ઉભી કરી છે.

દરેક ખાણની ચોક્કસ ઉત્પાદન ક્ષમતા અમને પહેલાંથી જ ખબર હોય છે તેથી ખામી શક્યતા ઓછી થઈ જાય છે.  કેટલાક કિસ્સાઓમાં, અમે જવાબદાર જ્વેલરી કાઉન્સિલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે માન્યતા પ્રાપ્ત ખાણોને પણ સમર્થન આપીએ છીએ.

અમે સતત નાની ખાણોમાં તપાસ કરતા રહીએ છીએ. અમારા રોકાણો અને સમર્થનથી તેઓએ કરેલા સુધારાઓ પર નજર રાખીએ છીએ. અમે બનાવેલી વેલ્યુ ચેઈન સ્થિર અને વિશ્વસનીય સાબિત થઈ છે અને તે તમામ અભિનેતાઓ વચ્ચેના વિશ્વાસના સંબંધ પર આધારિત છે.

એસબીજીની આ પહેલ બોલિવિયા, કોલમ્બિયા અને પેરુમાં 6,000 માઇનર્સ (62,000 પ્રત્યક્ષ અને પરોક્ષ લાભાર્થીઓ) ને સીધો લાભ આપીને જાણીતી થઈ છે.

સવાલ : સોનાના એથિકલ માઈનીંગના નિયમો તમામ ખાણો પર લાગુ થવા જોઈએ. ખાસ કરીને એએસજીએમને સમર્થન આપવા માટે જ આ સંસ્થાની રચના શા માટે થઈ?

જવાબ : સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશનની સ્થાપનાનો વિચાર 2007માં બનેલી એક ઘટના બાદ આવ્યો હતો. જ્યારે મારો એક મિત્ર સ્વિટ્ઝરલેન્ડમાં એક જ્વેલરી બ્રાન્ડ શરૂ કરવા માંગતી હતી. પરંતુ તે માત્ર એથિકલી સોર્સ્ડ ગોલ્ડનો ઉપયોગ કરવા માંગતી હતીં પરંતુ તેના માટે એથિકલી સપ્લાય ચેઈન શોધવાનું ખુબ મુશ્કેલ બન્યું હતું. તે જે સોનાની ખરીદી કરવા જઈ રહી હતી તેના સોર્સ અંગે માહિતી તે રિફાઈનર્સ અથવા વેપારીઓ પાસે મેળવી શકી ન હતી.

સ્વિટ્ઝરલેન્ડમાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો સાથે વાત કર્યા પછી અમને ખબર પડી કે સ્વિટ્ઝરલેન્ડમાં વેપાર સાથે જોડાયેલા અન્ય સભ્યો પણ આ પડકારનો સામનો કરી રહ્યાં છે. તેઓ પણ આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યાં છે. તેથી અમે ગોલ્ડ માઈનીંગના સોર્સ જાણવામાં પડતી તકલીફનો ઉકેલ શોધવા માટે નોન પ્રોફિટેબલ એસોસિએશન સ્વિસ બેટર ગોલ્ડની શરૂઆત કરી.

અમે સ્વિટ્ઝરલેન્ડમાં ફાયનાન્સ મિનિસ્ટર સાથે આ મામલે ઘણી ચર્ચા વિચારણા કરી. અમે ઈમ્પોર્ટ કરીએ છે તે સોનાની ટ્રેસેબિલિટી અને સામાજિક જવાબદારી કેવી રીતે સુધારી શકીએ તે અંગે વિચાર કર્યો. અમે પેરુમાં આ કામ નાના પાયે ખાણોના કારીગરો સાથે શરૂ કર્યું. આ કારીગરો વર્ષે આશરે 30થી 40 કિલો સોનાનું ઉત્પાદન કરતા હતા.

ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડના સ્ટેટ ઈકોનોમિક અફેર્સે સ્વિસ બેટર ગોલ્ડ સાથે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ દક્ષિણ અમેરિકન દેશની પસંદ કરેલી ખાણોની સામાજિક અને પર્યાવરણીય પ્રથાઓને સુધારવા માટે પહેલા ત્રણ વર્ષના સમયગાળામાં લગભગ 6 મિલિયન ડોલર સીએચએફ તરીકે મેળવ્યા હતા.

વિદેશની ખાણો સાથે કામ કરવા માટે અમને ત્યાંની સ્થાનિક સરકારોના સહકારની જરૂર છે. તેથી અમારે તે જોવાનું હતું કે ખાણમાં ફેરફારોને તેઓ સ્વીકારશે કે નહીં.

સવાલ : સ્વિસ બેટર ગોલ્ડ એસોસિએશન દક્ષિણ અમેરિકામાં સોનાની નાની ખાણોમાં મદદ કઈ રીતે કરે છે?

જવાબ : જ્યારે એએસજીએમ ગ્લોબલી ગોલ્ડના ઉત્પાદનમાં માત્ર 10થી 20 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ સોનાના ખાણકામના 80 ટકા કર્મચારીઓને રોજગારી આપે છે. જમીન પર અમારું કામ સ્વિસ બેટર ગોલ્ડ સોર્સિંગ માપદંડોને પૂર્ણ કરવા માટે તેમના ખાણકામની કામગીરી અને પ્રેક્ટિસને સુધારવા માટે કારીગરી અને નાના પાયે સોનાની ખાણોને સમર્થન આપવાનું છે. અમે તેમને આંતરરાષ્ટ્રીય બજારોમાં એન્ટ્રી અપાવવા માટે મદદ કરીએ છીએ અને છેલ્લે જમીન પર સામાજિક અને એન્વાયરમેન્ટ પરિસ્થિતિઓને સુધારવા માટેના પ્રોજેક્ટ્સમાં સહરોકાણ પણ કરીએ છીએ.

આ ખાણોમાંથી અમે જે સોનું મેળવીએ છીએ તેની કિંમત અમારા એસબીજી સભ્યો માટે પ્રતિ ગ્રામ દીઠ 1 ડોલરથઈ વધુ છે, જેઓ પ્રીમિયમ ચૂકવવામાં ખુશ છે કારણ કે તેઓ જાણે છે કે વધારાનો ખર્ચ ખાણોમાં કામ કરતા કારીગરોને ફાયદો પહોંચાડવાનો છે. ભેગુ કરાયેલું મોટાભાગના ભંડોળનો ઉપયોગ ખાણમાં કામ કરતા કામદારોના કલ્યાણ અને ખાણકામ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવવા માટે રોકાણ કરવામાં આવે છે. તેનો એક નાનો હિસ્સો નવા પ્રોજેક્ટ્સ અથવા ખાણોને પસંદ કરવા અને મંજૂર કરવામાં ખર્ચવામાં આવે છે.

એસબીજીએ ખાનગી ક્ષેત્રમાંથી કુલ 11 યુએસ ડોલર મિલિયન ઇમ્પેક્ટ પ્રીમિયમનો લાભ લીધો છે, જે ખાણકામ સમુદાયોમાં સામાજિક, પર્યાવરણીય (ક્લાઇમેટ ચેન્જ સહિત) પ્રોજેક્ટ્સમાં પુનઃરોકાણ કરવામાં આવે છે.

સવાલ : આ વર્ષે મે મહિનામાં, પેરુવિયન સોનાની ખાણ લા એસ્પેરાન્ઝા ખાતે 27 ખાણિયાઓએ આગમાં જીવ ગુમાવ્યો હતો. આ ખાણ SBG હેઠળનો પ્રોજેક્ટ હતો. શું ખોટું થયું હતું?

જવાબ : રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) જેવા હાલના ધોરણો સાથે કામ કરવાની અમારી પ્રાથમિકતા છે અને આ ખાણ આરજેસી હેઠળ ક્લિયર હતી. અમે આરજેસીની ઉત્કૃષ્ટ વર્તમાન સિસ્ટમોની નકલ કરવા માંગતા નથી.

આ ખાણમાં એસબીજીની દરમિયાનગીરી મુખ્યત્વે ખાણકામ પ્રવૃત્તિઓની સ્થિતિ સુધારવા અને ખાણની છૂટ પર 250 થી વધુ કારીગર ઉત્પાદકોના ઔપચારિકકરણને સમર્થન આપવા પર કેન્દ્રિત હતી. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. એકવાર તપાસ પુરી થાય ત્યાર બાદ અમે તે સિસ્ટમની ખામીઓને સુધારીશું. અમે આ ખાણના કારીગરોને તથા ખાણિયાને સમર્થન આપવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ અકસ્માત એ ખાણકામ સાથે સંકળાયેલા જોખમોનું રિમાઈન્ડર છે, પરંતુ આ ખાણિયા તથા ખાણના કામદારોને તેમના નસીબ પર છોડવાની જરૂરત નથી. તે અમને સોના ધરાવતા ઉત્પાદનોના બાયર્સ અને કન્ઝ્યુમર તરીકેની અમારી જવાબદારી પણ યાદ અપાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS