સુરતની ખ્યાતનામ ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી મંદિરને ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ્સનો મુકુટ અર્પણ કરાયો

ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા મુકુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી

The 175-year-old Hanumanji temple crowned with Eco-Friendly Diamonds by Surat's renowned Bhanderi Labgrown Diamonds Company-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લેબગ્રોન ડાયમંડ્સ ઉગાડવાની દુનિયામાં લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખનાર ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડ્સ જડિત સુવર્ણમુકુટ પહેરાવવામાં આવ્યો હતો અને તે સાથે કંપનીએ એક સીમાસિહ્નરૂપ અનેરી સિદ્ધિ મેળવી હતી.

મુગુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. આ પ્રસંગે સન્માનનીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સના સ્થાપકો શ્રી મગનભાઇ ભંડેરી, શ્રી ઘનશ્યામભાઇ ભંડેરી અને શ્રી પ્રકાશભાઇ ભંડારી આ આધ્યાત્મિક નોંધપાત્ર પ્રસંગમાં ભાવનાત્મક રીતે જોડાયા હતા.

  • The 175-year-old Hanumanji temple crowned with Eco-Friendly Diamonds by Surat's renowned Bhanderi Labgrown Diamonds Company-5
  • The 175-year-old Hanumanji temple crowned with Eco-Friendly Diamonds by Surat's renowned Bhanderi Labgrown Diamonds Company-4
  • The 175-year-old Hanumanji temple crowned with Eco-Friendly Diamonds by Surat's renowned Bhanderi Labgrown Diamonds Company-3

આ પ્રસંગે ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સના સ્થાપક શ્રી ઘનશ્યામભાઇ ભંડેરીએ ખૂબ જ ઉત્સાહ અને રોમાંચ સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે, અમને આ ઐતિહાસિક ઉજવણીમાં ભાગ લેવાની જે તક મળી તે અમારા અહોભાગ્ય છે અને અમે આ પ્રસંગના સાક્ષી બનવા બદલ અનહદ ધન્યતા અનુભવી રહ્યાં છીએ. અમારા લેબગ્રોન ડાયમંડ્સ નૈતિક શ્રેષ્ઠતા અને મજબૂત ભાવિ માટેની પ્રતિબધ્ધતા અને કટિબધ્ધતા વ્યક્ત કરે છે.

મંદિરને ઇકો-ફ્રેન્ડલી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા ડાયમંડ્સ ભેટ આપવાનો નિર્ણય કંપનીના સ્થાપકોની શ્રદ્ધા, પરંપરા અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે. અને તે એક મનોભાવના છે કે જે મંદિરના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને, ટકાઉપણાના સમકાલીન અભિગમ સાથે ખૂબ સરસ રીતે વણી લે છે.

ઈકો-ફ્રેન્ડલી ભંડેરી ડાયમંડ્સથી જડિત ૧000 ગ્રામ (એક કિલો) સોનાના વજનનો અને નોંધપાત્ર રીતે ૭૨00 ડાયમંડ્સ સાથેનો સુવર્ણજડિત મુગુટ, પવિત્ર હનુમાનજીની પ્રતિમાની ઉપર મૂકવામાં આવતાં જ, સમગ્ર સમારોહમાં આદર-સત્કાર અને આનંદ ઉલ્લાસનું અનેરૂ વાતાવરણ છવાઈ ગયું હતું. ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ્સ નિર્મિત મુકુટ અર્પણ કરવાના આ અનેરા પ્રસંગે મંદિરની સાથે જોડાયેલ આધ્યાત્મિક માન્યતાઓને પ્રદર્શિત કરાયો હતો અને સ્થાપકોની વધુ ઉજ્જવળ અને વધુ ઇકો ફ્રેન્ડલી ભવિષ્યના મક્કમ નિર્ધારનો પડઘો પાડ્યો હતો.

ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ વિષે….

ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ એ લેબગ્રોન ડાયમંડ્સ બનાવવાના ઉદ્યોગમાં એક અગ્રેસર નામ છે. તેમની પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની કટિબધ્ધતા અને ઉત્કૃષ્ટ પથ્થરોને કંડારવાનું કાર્ય એ નાવીન્યકરણ અને નિતિમત્તાનું ચમકતું ઉદાહરણ છે, જે કળા-કૌશલ્યપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેઓ લેબગ્રોન ડાયમંડ્સને એ રીતે કંડારે છે જે કુદરતી ડાયમંડ્સની જેમ અભેદ્ય છે. તેમના દ્વારા કાર્બન ઉત્સર્ગમાં કરાતો ઘટાડો પૃથ્વીના સંરક્ષણની સાથે જેઓ સૌંદર્ય પણ ઇચ્છે છે તેમના માટે પર્યાવરણપ્રેમી ડાયમંડ્સ પસંદગીનો એક વિકલ્પ પણ પૂરો પાડે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS